INDIA-US Trade Deal: ટ્રમ્પે જ કેમ કર્યું ટ્રેડ ડીલ અને ટેરિફ કટનું એલાન? વાણિજ્ય મંત્રીએ જણાવ્યું કારણ
. INDIA-US Trade Deal પર વાણિજ્ય મંત્રીની પ્રતિક્રિયા
. ભારતને મજબૂત કરનારી ડીલ હોવાનું વાણિજ્ય મંત્રીએ જણાવ્યું
. પીએમ મોદી-પ્રેસિડેન્ટ ટ્રમ્પના વ્યક્તિગત સંબંધ મજબૂત: પિયૂષ ગોયલ
India-Us Trade Deal: અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પર પહેલીવાર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે આ ડીલના વખાણ કરતા કહ્યુ છે કે આ ભારતને મજબૂત કરનારી ડીલ છે.
તેમણે કહ્યુ છે કે ઘણી અડચણો અને મહિનાઓની વાતચીત બાદ અમેરિકા સાથે થયેલી આ ટ્રેડ ડીલ પાડોશમાં સૌથી સારી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથે બહુપ્રતીક્ષિત વ્યાપાર સમજૂતી પૂર્ણ કરી છે, જેના માટે આખો દેશ તેમને અભિનંદન આપી રહ્યો છે. આ ડીલની ઘોષણા ગઈકાલે સોમવારે કરવામાં આવી હતી. આના સંદર્ભે પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશયલ મીડિયા પોસ્ટ કરી હતી. બંને નેતાઓએ એકબીજાને ધન્યવાદ આપ્યા હતા.
ये जो #IndiaUSTradeDeal की गई है, ये मात्र एक ट्रेड डील नहीं है। ये भारत के उज्ज्वल भविष्य का एक पड़ाव है। ये आगे आने वाले दिनों का शुभ संकेत है जब भारत की अर्थव्यवस्था और तेज गति से आगे बढ़ेगी। pic.twitter.com/D6gQBvV9Ij
— Piyush Goyal (@PiyushGoyal) February 3, 2026
આ પણ વાંચો: India-US Trade Deal: PM મોદીએ પત્રકારોને કહ્યુ-થેન્ક યૂ, ભારત-અમેરિકા વ્યાપાર કરાર પર પહેલી પ્રતિક્રિયા
પિયૂષ ગોયલે કહ્યુ કે ભારતને અમેરિકા સાથે સારો કરાર મળ્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્યક્તિગત સંબંધ મજબૂત છે. તેમણે કહ્યુ કે હજીપણ ડીલની પ્રક્રિયા ચાલી રહી છે, પૂર્ણ થયા બાદ બંને દેશ તરફથી સંયુક્ત નિવેદન જાહેર થશે. તેમણે આ બહાને વિપક્ષ પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો અને એ વાત પર ખીજ કાઢી કે વિપક્ષ આવું કેમ કહી રહ્યો છે કે આ ડીલ અને ટેરિફના ઘટાડાની ઘોષણા પણ વોશિંગ્ટનમાં અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી.
The Modi Government stands for the people of India and for national interest.
The #IndiaUSTradeDeal will make every Indian proud and protect their interests. pic.twitter.com/LpLNsrdF30
— Piyush Goyal (@PiyushGoyal) February 3, 2026
અમેરિકાએ ટેરિફ લગાવ્યો, તેને હટાવ્યો
પિયૂષ ગોયલે કહ્યુ કે અમેરિકાએ જ ટેરિફ લગાવ્યો હતો અને હવે તેણે ઘટાડયો છે. માટે ત્યાંથી જ તેનું એલાન પણ થયું. તેમાં સરકાર તરફથી કમી ક્યાં રહી? તેમણે કહ્યુ કે આ ડીલ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પડાવ છે. તેમણે આ ડીલની ટીકા બદલ વિપક્ષ,ખાસ કરીને રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું અને સવાલ કર્યો કે શું કૉંગ્રેસ નેતાને દેશની પ્રગતિથી મુશ્કેલી છે. પિયૂષ ગોયલે આ દાવા પર રાહુલ ગાંધીની ટીકા કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દબાણમાં આવીને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સ્વીકારી લીધી છે.
'રાહુલ ગાંધી જનતાને ગુમરાહ કરી રહ્યા છે'
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે કહ્યુ છે કે રાહુલ ગાંધી જનતાને ગેરમાર્ગે દોરવા માંગે છે, તેમણે ભારતની પ્રગતિની કોઈ પરવાહન થી. તેમણે સ્પષ્ટપણે કહ્યુ છે કે આ ડીલમાં ખેડૂતોના હિતો સાથે કોઈ સમજૂતી કરાઈ નથી. જો કે આ ડીલની સંપૂર્ણ જાણકારી હજી સામે આવી નથી, પરંતુ ટ્રમ્પે પોતાના સોશયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ સોશયલ પર ગઈકાલે એક પોસ્ટ કરીને કહ્યું હતું કે ભારત અને અમેરિકાએ એક ટ્રેડ ડીલ પર સંમતિ વ્યક્ત કરી છે, જેના હેઠળ અમેરિકા રેસિપ્રોકલ ટેરિફના 25 ટકા ઘટાડીને 18 ટકા કરશે અને બદલામાં ભારત અમેરિકાથી કુલ 500 અબજ ડોલરની આયાત કરશે. આમા કૃષિ, તકનીક અને ખનીજતેલ પણ સામેલ છે.
बड़ा दुर्भाग्य है कि राहुल गांधी जी जैसे नकारात्मक सोच रखने वाले नेता देश को गुमराह करने की कोशिश कर रहे हैं।
उनको देश की तरक्की से कोई लेना-देना नहीं है। मुझे नहीं लगता भारत का एक भी नागरिक उनकी इस भ्रमित सोच के साथ अपने आपको जोड़ सकता है। pic.twitter.com/vL1gtBM7lz
— Piyush Goyal (@PiyushGoyal) February 3, 2026
लाखों करोड़ों रुपए का जो निवेश हम भारत में आकर्षित करने में जुटे हुए हैं, राहुल गांधी जी को क्या मिर्ची लगती है?
राहुल गांधी जी को देश की प्रगति से नफरत है। राहुल गांधी जी को हमारी बहनों से, हमारे युवा युवतियों से कोई नाराजगी है, जो उनका उज्ज्वल भविष्य उनसे देखा नहीं जाता है। pic.twitter.com/Qy7MzWDQzh
— Piyush Goyal (@PiyushGoyal) February 3, 2026
આ પણ વાંચો: Trump’s Announcements: ટ્રમ્પ દ્વારા ભારતની નીતિગત ઘોષણાઓ કૂટનીતિક સ્વાયત્તતા પર સંકટ?


