India Weather : કેરળમાં સત્તાવાર ચોમાસું બેસી ગયુ છે. ત્યારે દેશભરમાં હવે ચોમાસાની ગતિ વધી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ (UP) અને બિહાર (Bihar) સહીત 21 રાજ્યોમાં આજે હવામાનમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.
India Weather : ઉત્તર ભારતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી (Delhi) માં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તેજ પવન અને વાવાઝોડા (Thunderstorm) ની સ્થિતિ રહેશે. ઉત્તર પ્રદેશના મેરઠ, કાનપુર અને વારાણસી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી (Rain Warning) આપવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
દેશમાં ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે, અને ચોમાસાને આગળ વધવા માટેની પરિસ્થિતિઓ અત્યંત સાનુકૂળ જણાય છે. આ સાથે જ ગુજરાતમાં પણ વાતાવરણમાં બદલાવના સંકેતો મળ્યા છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થઈ છે અને દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.
બિહાર અને ઝારખંડમાં તોફાની પવનની આગાહી
મહત્વનું છે કે બિહાર (Bihar) અને ઝારખંડમાં 11 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. આજે બિહારમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની ચેતવણી IMD દ્વારા જાહેર કરાઈ છે. 7 અને 8 જૂને પણ વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી
આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ (Heavy Rainfall) ની આગાહી છે. બીજી તરફ, દક્ષિણ ભારતના રાજ્યો જેમ કે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં 5.0 તીવ્રતાનો ભૂકંપ, ચંબા અને કાંગડામાં ધરા ધ્રૂજી