Indian Army: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વધુ એક હથિયાર ડીલ,રશિયા પાસેથી મળશે ઈગ્લા-એસ મિસાઇલ
- પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વધુ એક હથિયાર ડીલ
- ભારતને રશિયા પાસેથી મળશે ઈગ્લા-એસ મિસાઇલ
- ભારતે 260 કરોડમાં રશિયા સાથે કરી મિસાઇલ ડીલ
- ફોરવર્ડ પોસ્ટ પર મિસાઇલને કરાશે તૈનાત
Indian Army : ભારતીય સેનાને (Indian Army)રશિયા (Russia)પાસેથી અત્યાધુનિક ઇગ્લા-એસ (Igla-S) એર ડિફેન્સ મિસાઇલો મળી છે, જેનાથી દેશની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. આને ફ્રન્ટલાઈન પર તૈનાત કરવામાં આવી રહી છે જેથી દુશ્મનના ફાઇટર પ્લેન, ડ્રોન અને એટેક હેલિકોપ્ટરને ખૂબ નજીકથી નષ્ટ કરી શકાય.
ભારતે 250કરોડમાં રશિયા સાથે કરી મિસાઇલ ડીલ
આ મિસાઇલો ભારતીય સેનાએ રશિયા સાથે કરેલા 250 કરોડ રૂપિયાના ખાસ ખરીદી કરાર હેઠળ આપવામાં આવી છે. આ ડીલ તાત્કાલિક કામગીરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે જેથી સરહદી વિસ્તારોમાં હવાઈ સંરક્ષણને વધુ મજબૂત બનાવી શકાય. આ ઇન્વેન્ટરી બુસ્ટથી પાકિસ્તાન સાથે પશ્ચિમી મોરચે સેનાની મિસાઇલ ક્ષમતા વધુ મજબૂત થશે
Indian Army receives new supplies of Russian-origin Igla-S shoulder-fired air defence missiles
Read @ANI Story | https://t.co/zGqQMc90Jh#IndianArmy #IglaS #Defence pic.twitter.com/dBPdu7jXRq
— ANI Digital (@ani_digital) May 4, 2025
સચોટ નિશાન લગાવે છે આ મિસાઇલ
આર્મી અને એરફોર્સ પાસે 1989 થી જ જૂની ઇગ્લા-1એમ સિસ્ટમ છે, પરંતુ શોલ્ડર-ફાયર્ડ ઇગ્લા-એસ એક સારું વર્ઝન છે જેની ઇન્ટરસેપ્શન રેન્જ 6 કિલોમીટર સુધીની છે. આને એક સૈનિક પોતાના ખભા પર રાખીને ચાલી શકે છે. આ ટાર્ગેટને ઓળખીને લોક કર્યા પછી, તે આપમેળે તેને ભેદી નાખે છે.ઇગ્લા-એસ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલનું વજન 10.8 કિલોગ્રામ હોય છે. જ્યારે સમગ્ર સિસ્ટમનું વજન 18 કિલોગ્રામ હોય છે. સિસ્ટમની લંબાઈ 5.16 ફૂટ, વ્યાસ 72 મીમી છે. આ મિસાઇલની ટોચ પર 1.17 કિલો વજનનો વિસ્ફોટક ફીટ કરવામાં આવે છે. ઇગ્લા-એસની રેન્જ 5 થી 6 કિલોમીટર છે. તે વધુમાં વધુ 11 હજાર ફૂટ સુધી જઈ શકે છે. આ મિસાઇલ 2266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ તરફ વધે છે. આનો અર્થ એ થયો કે દુશ્મનને બચવાની તક ખૂબ જ ઓછી મળે છે.#IndiaPakistanWar
વાયુસેનાની પણ વધશે તાકાત
રક્ષા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય દળોને હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટે વધુ સાધનો મળશે કારણ કે વાયુસેનાએ પણ દેશની હવાઈ સરહદોને સંકલિત રીતે બહુ-સ્તરીય સુરક્ષા પૂરી પાડવા માટે સમાન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારતને પાકિસ્તાન અને ચીન બંને તરફથી હવાઈ અને ડ્રોન ખતરાનો સામનો કરવો પડી શકે છે. આ મિસાઇલોના આવવાથી ભારતીય સેનાની પ્રતિક્રિયા ક્ષમતામાં ઝડપ અને ચોકસાઈમાં નોંધપાત્ર વધારો થશે.