Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ભારતીય સેનાધ્યક્ષની મોટી ચેતવણી: પાકિસ્તાનમાં 8 આતંકી કેમ્પ સક્રિય, હરકતનો મળશે જવાબ

ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે સીમા પાર હજુ પણ 8 આતંકી કેમ્પ સક્રિય છે. 'ઓપરેશન સિંદૂર' હેઠળ સેનાએ પાકિસ્તાનના 9માંથી 7 આતંકી ઠેકાણાઓ નેસ્તોનાબૂદ કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ દુસ્સાહસનો જડબાતોડ જવાબ અપાશે અને ભારત હવે પોતાની મિસાઈલ તથા રોકેટ ફોર્સ તૈયાર કરી રહ્યું છે
ભારતીય સેનાધ્યક્ષની મોટી ચેતવણી  પાકિસ્તાનમાં 8 આતંકી કેમ્પ સક્રિય  હરકતનો મળશે જવાબ
Advertisement

. ભારતીય સેનાધ્યક્ષ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે
. પાકિસ્તાનમાં 8 ટેરર કેમ્પ સક્રિય અને કોઈપણ દુસ્સાહસનો આકરો જવાબ અપાશે: જનરલ દ્વિવેદી
. ભારતીય સેના તૈયાર કરી રહી છે મિસાઈલ અને રોકેટ ફોર્સ : જનરલ દ્વિવેદી

નવી દિલ્હી: ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે. તેમણે કહ્યુ છે કે ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે અને ભવિષ્યમાં પાકિસ્તાન તરફથી કોઈપણ દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

Advertisement

જનરલ દ્વિવેદીએ ક્હ્યુ છે કે 8 આતંકી કેમ્પ પણ હાલ સક્રિય છે, જેમાં 6 એલઓસીની સામે અને 2 આંતરરાષ્ટ્રીય બોર્ડરની સામે છે. જો તેમણે કંઈપણ કર્યું, તો અમે તેના આધારે કાર્યવાહી કરીશું.

Advertisement

દિલ્હીમાં આયોજિત પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જનરલ દ્વિવેદીએ પહલગામ આતંકી હુમલા બાદ લેવામાં આવેલા નિર્ણય અને ઓપરેશન સિંદૂરની સફળતા પર વિસ્તારપૂર્વક વાતચીત કરી છે.

9માંથી 7 ઠેકાણાઓને સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરાયા

જનરલ દ્વિવેદીએ કહ્યુ છે કે એપ્રિલ, 2025માં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષોના જીવ ગયા હતા. તેના જવાબમાં ઉચ્ચસ્તરે નિર્ણય લેવામાં આવ્યો કે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે. તેના હેઠળ 7 મે, 2025ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયું, જે આતંકવાદીઓના ઠેકાણાઓ પર ચોક્કસાઈપૂર્વકના હુમલા સ્વરૂપે ચાલ્યું.

સેનાધ્યક્ષે કહ્યુ છે કે પહલગામ હુમલા બાદ ઉચ્ચસ્તરે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો કે નિર્ણાયક જવાબ આપવામાં આવશે. ઓપરેશન સિંદૂરને ખૂબ ચોક્કસાઈપૂર્વક અમલી કરવામાં આવ્યું.
7 મેની શરૂઆતમાં 22 મિનિટમાં અને પછી 10 મે સુધી કુલ 88 કલાક સુધીની કાર્યવાહીમાં અમે દૂર સુધી હુમલા કરીને આતંકના માળખાને તોડયું અને પાકિસ્તાનની પરમાણુ ધમકીઓને પણ ચકનાચૂર કરી. અમે 9માંથી 7 ઠેકાણાઓને સંપૂર્ણપણે તબાહ કર્યા.

ભવિષ્યના દુસ્સાહસનો અપાશે જડબાતોડ જવાબ

જનરલ દ્વિવેદીએ ભારપૂર્વક કહ્યુ છે કે ઓપરેશન સિંદૂર હજીપણ ચાલુ છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યુ છે કે ભવિષ્યમાં કોઈપણ દુસ્સાસહસ કરવામાં આવ્યું, તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

સેનાધ્યક્ષે તમામ સંબંધિત વિભાગો જેવા કે સીએપીએફ, ગુપ્તચર એજન્સીઓ, નાગરિક પ્રશાસન, ગૃહ મંત્રાલય,રેલવે વગેરેની સક્રિય ભૂમિકાને બિરદાવી છે. તેમણે 2025માં દુનિયાભરમાં વધી રહેલા સશસ્ત્ર સંઘર્ષોનો ઉલ્લેખકરતા કહ્યુ છે કે તૈયાર રહેનારા દેશો જ યુદ્ધમાં જીતે છે. તેમણે કહ્યુ છે કે ઓપરેશન સિંદૂરે ભારતની તૈયારીઓ, ચોક્સાઈ અને રણનીતિક સ્પષ્ટતા જોઈ. વડાપ્રધાને જોઈન્ટનેસ, આત્મનિર્ભરતા અને ઈનોવેશનનું સૂત્ર, સંરક્ષણ મંત્રી દ્વારા 2025ને સુધારા વર્ષ ઘોષિત કરવું અને સેનાના પરિવર્તનના દશક હેઠળ ઘણાં પગલા ઉઠાવવામાં આવ્યા છે. 2025માં થયેલી પ્રગતિથી અમે સંતુષ્ટ છીએ.

2025માં 31 આતંકી ઠાર થયા

સેનાધ્યક્ષે કહ્યુ છે કે ઉત્તરી સીમા પર સ્થિતિ સ્થિર છે. પરંતુ સતર્કતા જરૂરી છે. ઉચ્ચસ્તરીય વાતચીત અને વિશ્વાસ વધારવાના ઉપાયોથી સ્થિતિ સામાન્ય થઈ રહી છે. અહીં ઢોરઢાંખર ચરાવવા, હાઈડ્રોથેરપી કેમ્પ જેવી ગતિવિધિઓ ફરીથી શરૂ થઈ છે. અમારી તેનાતી મજબૂત અને સંતુલિત છે.

પશ્ચિમી મોર્ચે અને જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સંવેદનશીલ, પણ નિયંત્રણમાં છે.

2025માં 31 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા, તેમાંથી 65 ટકા આતંકીઓ પાકિસ્તાની મૂળના હતા. પહલગામ હુમલાના ત્રણ આતંકીઓ ઓપરેશન મહાદેવમાં ઠાર થયા. હવે સક્રિય સ્થાનિક આતંકીઓ સિંગલ ડિઝિટાં છે. આતંકીઓની ભરતી લગભગ ખતમ થઈ ગઈ છે અને 2025માં માત્ર 2 ભરતી થઈ.

... વધુ પરિવર્તન દેખાય રહ્યા છે

જનરલ દ્વિવેદીએ ક્હ્યુ છે કે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ કાર્યો ઝડપી બન્યા, પર્યટન પાછું ફર્યું અને અમરનાથ યાત્રામાં 4 લાખથી વધારે શ્રદ્ધાળુઓ આવ્યા, જેપાંચ વર્ષની સરેરાશથી વધુ છે.
આતંકવાદથી પર્યટન તરફ વધુ બદલાવ દેખાય રહ્યો છે. ઉત્તર-પૂર્વમાં સુરક્ષા દળોની નિર્ણાયક કાર્યવાહી અને સરકારની પહેલોને કારણે મણિપુરમાં સ્થિતિ સુધરી છે.

મ્યાંમારમાં અસ્થિરતાથી ઉત્તર-પૂર્વને બચાવવા માટે આસામ રાઈફલ્સ, સેના અને ગૃહ મંત્રાલયની બહુ-એજન્સી ગ્રિડ કામ કરી રહી છે. મ્યાંમારમાં બીજા તબક્કાની ચૂંટણી સફળ થવાથી સારો સહયોગ શક્ય છે. કુદરી આફત રાહતમાં સેનાએ બે પાડોશી દેશો અને 10 રાજ્યોમાં કામ કર્યું અને 30 હજારથી વધારે લોકોને બચાવ્યા.

પાકિસ્તાનથી આવનારા ડ્રોન્સને લઈને પ્રતિક્રિયા

ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યુ છે કે જ્યાં સુધી ન્યૂક્લિયર નિવેદનબાજીની વાત છે, તો હું કહેવા માંગીશ કે ડીજીએમઓની વાચતીતમાં ન્યૂક્લિયર પર કોઈ ચર્ચા થઈ નથી અને જે પણ ન્યૂક્લિયર નિવેદનબાજી થઈષ તે પાકિસ્તાનના નેતાઓ અથવા ત્યાંના લોકોએ કરી. મારી પાસે એવા કોઈ સંકેત નથી કે સેના તરફથી આવું કંઈ કહેવામાં આવ્યું હોય. તે 88 કલાકોમાં તમે જોયું કે પરંપરાગત સ્થાનોને વધારવા માટે સેનાની તેનાતી એવી હતી કે જો પાકિસ્તાન કોઈ ભૂલ કરે, તો અમે જમીની ઓપરેશન શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા. પાકિસ્તાનથી ડીજીએમઓ લેવલની વાત થઈ, અનેપાકિસ્તાનથી આવનારા ડ્રોન્સને લઈને કહેવામાં આવ્યું. ભારતીય સેના મિસાઈલ અને રોકેટ ફોર્સ તૈયાર કરી રહી છે.

શક્સગામ ખીણ પર ચીનની ટીપ્પણી પર પ્રતિક્રિયા

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શક્સગામ ઘાટી પર ચીનની ટીપ્પણીઓ પર બોલતા કહ્યુ છે કે પાકિસ્તાન અને ચીન વચ્ચે થયેલા 1963ના કરારને ભારત ગેરકાયદેસર માને છે. માટે અમે ત્યાં કોઈપણ પ્રકારની ગતિવિધિનો સ્વીકાર કરતા નથી. સીપીઈસી સંદર્ભે હું જે સમજું છું, અમે તેને સ્વીકાર કરતા નથી અને અમે માનીએ છીએ કે આ એક ગેરકાયદેસર કાર્યવાહી છે જે બંને દેશો દ્વારા કરાઈ રહી છે.

આ પણ વાંચો: ભારતીય સેનાામાં હાઈટેક IBG મૉડલ લાગુ કરવાની તૈયારી, ચીન સીમાથી થશે પ્રારંભ

Tags :
Advertisement

.

×