Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

દુશ્મનોના હોશ ઉડી જશે! રાજસ્થાનના રણમાં ભારતીય સેનાએ કર્યું ઘાતક મિસાઈલનું પરીક્ષણ

રણના ધોરાઓમાં એક એવો ધડાકો થયો છે જેના પડઘા સીમા પાર સુધી સંભળાયા છે. ભારતીય સેનાએ એક એવી સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે જે દુશ્મનની આંખના પલકારામાં ગેમ ઓવર કરી શકે છે. હવામાં ઉડતું મચ્છર પણ જેની નજર બહાર નથી, તેવું આ 'બ્રહ્માસ્ત્ર' પશ્ચિમી સરહદ માટે કેમ ગેમ ચેન્જર છે? સેનાની આ તૈયારી જોઈને દુશ્મનોના પરસેવા છૂટી જશે.
દુશ્મનોના હોશ ઉડી જશે  રાજસ્થાનના રણમાં ભારતીય સેનાએ કર્યું ઘાતક મિસાઈલનું પરીક્ષણ
Advertisement
  • રાજસ્થાનમાં આર્મીનું મિસાઈલ પરીક્ષણ (Indian Army Missile Test)
  • OSA-AK/AKM મિસાઈલે ટાર્ગેટ ફૂંકી માર્યા
  • ડ્રોન અને વિમાનો માટે કાળ સમાન સિસ્ટમ
  • સપ્ત શક્તિ કમાન્ડ દ્વારા સફળ આયોજન
  • પશ્ચિમી સરહદની સુરક્ષામાં મોટો વધારો

Indian Army Missile Test : રાજસ્થાનના બીકાનેર (Bikaner) સ્થિત મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ (Mahajan Field Firing Range) ફરી એકવાર ભારતીય સેના (Indian Army) ના અદમ્ય સાહસ અને શક્તિની સાક્ષી બની છે. અહીં આર્મી એર ડિફેન્સ (Army Air Defence) યુનિટ્સ દ્વારા વાયુ રક્ષા મિસાઈલ ફાયરિંગ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન OSA-AK/AKM (9K33 Osa) શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ (Short-Range Surface-to-Air Missile System) એ પોતાની ઘાતક અને સચોટ મારક ક્ષમતાનું પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા હતા.

Indian Army Missile Test : સચોટ નિશાન

સંરક્ષણ પ્રવક્તા નિખિલ ધવન (Defence Spokesperson Nikhil Dhawan) એ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અભ્યાસ દરમિયાન આધુનિક યુદ્ધના પડકારોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. મિસાઈલ સિસ્ટમે લક્ષ્યની ઓળખ (Detection), ટ્રેકિંગ (Tracking) અને તેના વિનાશની પ્રક્રિયા ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ કરી હતી. OSA-AK/AKM સિસ્ટમે સાબિત કર્યું છે કે તે આધુનિક હવાઈ જોખમો સામે લડવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને વિશ્વસનીય છે.

Advertisement

Advertisement

Indian Army Missile Test : શું છે OSA-AK/AKM ની તાકાત?

આ સિસ્ટમ ભારતીય સેનાની એર ડિફેન્સની કરોડરજ્જુ સમાન છે. તે ઓછી ઊંચાઈ પર ઉડતા ફાઈટર જેટ્સ (Fighter Jets), અટેક હેલિકોપ્ટર્સ (Attack Helicopters), ડ્રોન, અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) અને ક્રૂઝ મિસાઈલ (Cruise Missiles) જેવા ખતરનાક શસ્ત્રોને હવામાં જ તોડી પાડવા સક્ષમ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સર્વેલન્સ રડાર, ટ્રેકિંગ રડાર અને મિસાઈલ લોન્ચર - આ બધું જ એક જ ટ્રેક્ડ TELAR પ્લેટફોર્મ પર હોય છે. જેના કારણે યુદ્ધના મેદાનમાં નિર્ણયો ખૂબ ઝડપથી લઈ શકાય છે.

પશ્ચિમી સરહદ પર સુરક્ષા કવચ મજબૂત

આ હાઈ-વોલ્ટેજ કવાયત સપ્ત શક્તિ કમાન્ડ (Sapta Shakti Command) હેઠળ તૈનાત 'ડોટ ઓન ટાર્ગેટ ડિવિઝન' (Dot on Target Division) દ્વારા હાથ ધરવામાં આવી હતી. અભ્યાસ દરમિયાન કમાન્ડ અને કંટ્રોલ વચ્ચેનું અદભૂત સંકલન જોવા મળ્યું હતું. પશ્ચિમી સરહદ (Western Border) ની નજીક યોજાયેલા આ સફળ પરીક્ષણે દુશ્મન દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય સેના કોઈપણ હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને સતર્ક છે.

આ પણ વાંચો : બંગાળમાં ખળભળાટ! મમતા બેનર્જીએ ચૂંટણી પંચ સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા

Tags :
Advertisement

.

×