ભારતીય આર્મીના આક્રમક તેવરથી પાકિસ્તાની સેનાએ કરી પીછેહટ,જાણો સમગ્ર મામલો
- Indian Army એ પાકિસ્તાની આર્મીને આપી ચેતવણી
- ભારતીય સેનાએ બંકરનું કામ તાત્કાલિક ધોરણે અટકાવ્યું
- ભારતીય સેનાની ચેતવણીથી પાકિસ્તાની સેનામાં ફફડાટ
ભારતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં જે રીતે તબાહી મચાવી હતી તેની દહેશત આજેપણ સમગ્ર પાકિસ્તાનમાં જોવા મળી રહી છે. હાલમાં પાકિસ્તાની સેના (Pakistan Army) એક સ્થળ પર બંકરનો બાંધકામ કરી રહી હતી. આ બાંધકામનો ભારતીય સેનાએ વિરોધ દર્શાવીને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. ભારતીય આર્મીની ચેતવણીથી પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ જોવા મળ્યો અને સત્વરે બાંધકામ બંધ કરી દીધું,
Indian Army : પાકિસ્તાની સેના બનાવતી હતી બંકર
નોંધનીય છે કે તાજેતરમાં જમ્મુના કેજી કૃષ્ણા ઘાટી સેક્ટર (Krishna Ghati Sector Jammu) સામે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદેસર બંકર નિર્માણનો ભારતીય સેનાએ સખત વિરોધ કર્યો હતો. ભટ્ટલ નાગરિકોની આડમાં સુરક્ષાના નામ પર બંકરનું બાંઘકામ કરી રહ્યા હતા. આ અંગે ભારતીય સેનાએ પડકાર અને સખત શબ્દોમાં ચેતવણી પાકિસ્તાની સેનાને આપીને બંકરનું બાંધકામ તત્કાળ ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું.
ભારતીય સેનાએ પાકિસ્તાન આર્મીને આપી ચેતવણી
ભારતીય આર્મીની કડક ચેતવણી અને આક્રમક તેવર જોઈને પાકિસ્તાની સૈનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમણે તાત્કાલિક અસરથી બાંધકામ બંધ કરી દીધું હતું. નોંધનીય છે કે, પાકિસ્તાની સેના ભટ્ટલ વિસ્તારના નાગરિકોને ઢાલ બનાવીને તેમની આડમાં LOC પર વ્યૂહાત્મક બંકરો બનાવી રહી હતી. જેવી ભારતીય જવાનોને આની જાણ થઈ, તેમણે લાઉડસ્પીકર દ્વારા સીધી ચેતવણી આપી કે જો કામ બંધ નહીં કરવામાં આવે તો તેનું પરિણામ ભોગવવું પડશે. આ ગર્જના સાંભળતા જ પાકિસ્તાની સેનાએ કામ પડતું મૂકીને પીછેહઠ કરી હતી.
નોંધનીય છે કે ભારત દ્વારા મે ૨૦૨૫ માં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. જેમાં ભારતીય વાયુસેના અને સેનાએ પાકિસ્તાન અને PoK માં સ્થિત ૯ જેટલા આતંકી કેમ્પોને ધ્વસ્ત કર્યા હતા.
આ પણ વાંચો : S.Jaishankar : સિક્કીમ જેટલી વસ્તી ધરાવતો આ દેશ ભારત માટે કેમ મહત્વનો છે ? જાણો એસ. જયશંકરે શું કીધું


