Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indian Navy: દરિયાઈ તાકાત હવે બમણી થશે, 9 ઘાતક જહાજ સામેલ કરાશે

દરિયાઈ તાકાત હવે બમણી થશે 9 ઘાતક જહાજ સામેલ કરાશે દુશ્મન દેશોની ચિતામાં વધારો ભારતના શિપયાર્ડ જહાજો બનાવશે Indian Navy :ઓપરેશન સિંદૂરથી દુનિયાને પોતાની તાકાત દેખાડી દેનારા ભારતે સ્વદેશીકરણ સાથે આધુનિક પગલાઓ ડિફેન્સ ક્ષેત્રે પણ ભર્યા છે. 2025માં નૌસેના...
indian navy  દરિયાઈ તાકાત હવે બમણી થશે  9 ઘાતક જહાજ સામેલ કરાશે
Advertisement
  • દરિયાઈ તાકાત હવે બમણી થશે
  • 9 ઘાતક જહાજ સામેલ કરાશે
  • દુશ્મન દેશોની ચિતામાં વધારો
  • ભારતના શિપયાર્ડ જહાજો બનાવશે

Indian Navy :ઓપરેશન સિંદૂરથી દુનિયાને પોતાની તાકાત દેખાડી દેનારા ભારતે સ્વદેશીકરણ સાથે આધુનિક પગલાઓ ડિફેન્સ ક્ષેત્રે પણ ભર્યા છે. 2025માં નૌસેના દેશની દરિયાઈ ( Indian Navy)તાકાતમાં વધારો કરશે. 9 યુદ્ધ જહાજ સેનામાં જોડાશે. દરિયાઈ તાકાત બમણી થતાં પાકિસ્તાન સહિતના દુશ્મન દેશોની ચિતામાં વધારો થવાનો છે. આ જહાજો રૂપિયા 18,101 કરોડના ખર્ચે તૈયાર થશે

ભારતના શિપયાર્ડ જહાજો બનાવશે

2025નું વર્ષ નૌસેના માટે ઐતિહાસિક બનશે. સમુદ્રમાંથી ભારતની ગર્જના થવાની છે. 9 ઘાતક જહાજો સામેલ થશે. આ જહાજોનું નિર્માણ ભારતની શીપ યાર્ડ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. જેમાં મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, હિન્દુસ્તાન શિપબિલ્ડર્સ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એંડ એન્જીનીયર્સ કંપનીઓ આ જહાજો બનાવશે. આ જહાજ નિર્માણમાં રૂપિયા 18,101નો ખર્ચ થશે તેવો અંદાજ છે.

Advertisement

પ્રોજેક્ટ 17A ફ્રીગેટ્સ : રડારમાં ન પકડાય તેવા જહાજ

યુદ્ધ જહાજોના નિર્માણ માટે પ્રોજેક્ટ 17A ફ્રીગેટ્સ ભારતનો સૌથી આધુનિક પ્રોજેક્ટ છે. જે મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ કંપનીઓ દ્વારા ચલાવાઈ રહ્યો છે. આ યુદ્ધ જહાજોનું વજન 6670 ટન હશે. તેની લંબાઈ અંદાજે 149 મીટર અને પહોળાઈ 17.8 મીટર હશે. જહાજોને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે સમુદ્રમાં સ્થિરતા બનાવી રાખીને ઝડપી ચાલી શકે. ખાસ તો આ જહાજ રડારમાં દેખાઈ શકતા નથી. દુશ્મનને ખબર પણ ન પડે અને ટાર્ગેટ હાંસલ કરીને પરત પણ આવી જાય. આ જહાજોમાં આકાશ, પાણી અને ધરતી તમામ જગ્યાએથી પોતાનું મિશન પૂરું કરવાની ક્ષમતા છે. બ્રાહ્મોસ જેવી સુપરસોનિક મિસાઈલો અને બરાક 8 જેવી લાંબા અંતરની હવાઈ મિસાઈલો દુશ્મન માટે ખતરા સમાન છે. આ જહાજોથી એક જ સમયમાં જુદી જુદી દિશાઓમાંથી ઊભા થતા ખતરાને ખાળી શકે છે. આધુનિક સંચાર સિસ્ટમ ભારતના અન્ય યુદ્ધ જહાજો અને હવાઈ જહાજો સાથે લિન્ક થઈને કામ કરે છે. તેના કારણે તેની મારક ક્ષમતામાં વધારો થાય છે, જે દુશ્મન માટે જોખમી હોય છે.

Advertisement

આ  પણ  વાંચો -Maharashtra: જ્યારે પાયલટે કહી દીધુ ડ્યૂટી પુરી, એકનાથ શિંદે એરપોર્ટ પર ફસાયા

સર્વે વેસલ, ડાઈવિંગ સપોર્ટ વેસલ

સેવ વેસલ સમુદ્રના નકશા બનાવીને તેની ઊંડાઈ, આંતરિક ચટ્ટાનો અને ખીણો અને યોગ્ય રસ્તાણી માહિતી તૈયાર કરે છે. જેમાં સેન્સરના આધારે દરિયાની નીચેની તસવીરો પણ જુએ છે. હેલિકોપ્ટર પણ ઉતારી શકે છે. ડાઈવિંગ સપોર્ટ વેસલ ઊંડા સમુદ્રમાં ડૂબેલા લોકો અને હોડીઓને બચાવી શકે છે. આ વેસલમાં ખાસ મશીનો અને ડાઈવિંગ બેલ ઉપરાંત રેસ્ક્યૂ સબમરીન હોય છે. 60 દિવસ સુધી દરિયામાં કામ કરી શકે છે.

આ  પણ  વાંચો -Maharashtra Election: મેચ ફિક્સિંગના આરોપ મુદ્દે રાહુલ ગાંધીને ECનો જવાબ

3 શેલો વોટર વેસલ ચાલુ વર્ષે કાર્યરત થશે

3 શેલો વોટર વેસલ ચાલુ વર્ષે કાર્યરત થશે. આર્નલ પહેલા જહાજ તરીકે કામ કરતું થવાનું છે. આ જહાજો દરિયામાં એન્ટિ સબમરીન ટેક્નોલોજી ઉપર કામ કરશે. દુશ્મનની સબમરીનોને શોધી કાઢવામાં ઉપયોગી થશે. આ જહાજોને શાંત જહાજો કહેવાય છે અને ઓછા સમયમાં દુશ્મનનો પતો મેળવીને નષ્ટ કરી નાખે છે. વધુમાં જૂનના અંતમાં ભારતને રશિયા દ્વારા INS તમાલ મળવાનું છે. તેની કિમત 3250 કરોડ છે. 100 મિલિમિટર આર્ટિલરી ગન સહિતની વ્યવસ્થા છે. જે 60 રાઉન્ડ ફાયર કરે છે.

Tags :
Advertisement

.

×