ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતીય નૌકાદળે સ્વદેશી MIGM મિસાઇલનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

ભારત સતત તેના શસ્ત્રો અને મિસાઈલોનું પરીક્ષણ ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી MIGM મિસાઈલનું  સફળતાપૂર્વક કર્યું  પરીક્ષણ   Indian Navy: પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત જોવા મળી રહી...
09:52 PM May 05, 2025 IST | Hiren Dave
ભારત સતત તેના શસ્ત્રો અને મિસાઈલોનું પરીક્ષણ ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી MIGM મિસાઈલનું  સફળતાપૂર્વક કર્યું  પરીક્ષણ   Indian Navy: પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત જોવા મળી રહી...
Indian Navy and DRDO conduct successful

 

Indian Navy: પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. આ દરમિયાન ભારત સતત તેના શસ્ત્રો અને મિસાઈલોનું પરીક્ષણ કરી રહ્યું છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે વિકસિત મલ્ટી-ઈન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઈન (MIGM) મિસાઈલનું યુદ્ધ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિ બદલ DRDO, ભારતીય નૌકાદળ અને સંબંધિત ઉદ્યોગોને અભિનંદન પાઠવ્યા છે.

સમુદ્રમાં MIGM સ્વદેશી મિસાઇલનું સફળ પરીક્ષણ

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ વધારો થયો. ડીઆરડીઓ (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન) અને ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે વિકસિત મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM) મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. MIGM સ્વદેશી મિસાઇલ સમુદ્રમાં પોતાના લક્ષ્યને સરળતાથી હિટ કરશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સમુદ્રમાં MIGM સ્વદેશી મિસાઇલનું સફળ પરીક્ષણ જોવા મળે છે.

આ પણ  વાંચો -Mock Drill: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેટલાક રાજ્યોને કર્યા મોટો આદેશ

ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

MIGM મિસાઈલનું આ પરીક્ષણ ભારતની આત્મનિર્ભર સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે. આ મિસાઈલ અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે, જે ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે તેની ચોકસાઈ અને અસરકારકતા સાબિત કરી, જેનાથી સ્પષ્ટ થયું કે ભારત સંરક્ષણ ટેકનોલોજીમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. પોતાના અભિનંદન સંદેશમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "MIGM મિસાઈલનું સફળ પરીક્ષણ સંરક્ષણ સંશોધન અને સ્વદેશી ટેકનોલોજીમાં ભારતની વધતી જતી શક્તિનું પ્રતીક છે. DRDO, ભારતીય નૌકાદળ અને ઉદ્યોગોના સંયુક્ત પ્રયાસોએ આ મહત્વપૂર્ણ સિદ્ધિ શક્ય બનાવી છે. આ 'આત્મનિર્ભર ભારત' તરફનું બીજું પગલું છે.

Tags :
DRDOIndia Pakistan WarIndian NavyIndian Navy and DRDO conduct successful trial of Multi Influence Ground MineMIGMMIGM missileMulti Influence Ground Minewhat is MIGM missile
Next Article