ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રેલ્વેથી મુસાફરી કરો છો? તો આ Good News તમારા માટે જ!

ભારતીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભારતીય રેલ્વે આ નાણાકીય વર્ષમાં 12,000 નવા જનરલ કોચ બનાવવાનો નિર્ણય લીધો છે. આ પગલું સામાન્ય કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેશે, કારણ કે તેમને ટિકિટ મળવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આ નવા કોચ મુસાફરો માટે વધુ સુવિધાઓ અને આરામદાયક યાત્રા પ્રદાન કરશે.
09:33 PM Dec 11, 2024 IST | Hardik Shah
ભારતીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભારતીય રેલ્વે આ નાણાકીય વર્ષમાં 12,000 નવા જનરલ કોચ બનાવવાનો નિર્ણય લીધો છે. આ પગલું સામાન્ય કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેશે, કારણ કે તેમને ટિકિટ મળવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આ નવા કોચ મુસાફરો માટે વધુ સુવિધાઓ અને આરામદાયક યાત્રા પ્રદાન કરશે.
Indian Railway minister ashwini vaishnav

Indian Railway : આપણા દેશમાં આજે પણ લાખો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રલ્વે નેટવર્કનો ઉપયોગ કરતા હોય છે. મુસાફરીનું આ માધ્યમ આજે પણ લોકો માટે ખાસ છે. રેલ્વે (Railway) માં મધ્યમ વર્ગથી લઇને ગરીબ વર્ગના લોકો ખાસ કરીને મુસાફરી કરતા જોવા મળે છે. ત્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને એક એવી જાહેરાત કરી છે જે આ શ્રેણીના મુસાફરો માટે લાભદાયી રહેશે.

ભારતીય રેલ્વે દ્વારા 12,000 જનરલ કોચનું નિર્માણ

ભારતીય રેલ્વે મંત્રી (Indian Railway Minister) એ સંસદમાં જણાવ્યું છે કે ભારતીય રેલ્વેએ આ નાણાકીય વર્ષમાં લગભગ 12,000 જનરલ કોચ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પગલુ ખાસ કરીને એ લોકો માટે છે, જે સામાન્ય કોચમાં મુસાફરી કરે છે અને જેને ટિકિટ મળવી એક પડકાર બની જાય છે. આ પગલાંથી મુસાફરો માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને તેમની યાત્રા વધુ આરામદાયક બની શકે છે. આ ઉપરાંત, 900 વધારાના જનરલ કોચો પણ ઉમેરવામાં આવ્યા છે, જે મુસાફરો માટે વધુ સુવિધાઓ અને આરામ ઉપલબ્ધ કરાવશે. આ ખાસ કરીને તહેવારોની સિઝનમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જેમ કે દિવાળી અને છઠ દરમિયાન, જ્યારે મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે.

વિશેષ તહેવારો માટે વધારાની ટ્રેનો

રેલ્વે મંત્રી (Railway Minister) એ એમ પણ કહ્યું કે, આગામી તહેવારોની સિઝનમાં, જેમ કે દિવાળી અને છઠ, મુસાફરોની સંખ્યા વધુ રહેશે, અને આ સમયે ખાસ ટ્રેનોની જરૂરિયાત રહેતી હોય છે. આ સંદર્ભમાં, રેલ્વેએ 7900 વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું છે, જે 1.8 કરોડથી વધુ મુસાફરોને પોતાની યાત્રા પૂર્ણ કરવા માટે મદદરૂપ બની છે. આ વિશેષ ટ્રેનો, મુસાફરો માટે વધુ સુવિધા અને આરામ આપે છે, જે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક ભેટથી ઓછા નથી. રેલ્વે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં યોજાનારા મહાકુંભ માટે 13,000 ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનો શ્રદ્ધાળુઓ માટે છે. આ ટ્રેનોની વ્યવસ્થા માટે રેલ્વે સંસ્થાએ પૂર્ણ તૈયારી કરી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો:  દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાને મંજૂરી, શિક્ષણ માટે 85 નવા કેન્દ્રીય વિદ્યાલયોની જાહેરાત

Tags :
Ashwini Vaishnav newsgovernment rail announcementGujarat FirstHardik Shahimproved railway facilitiesIndian RailwaysMiddle class benefitsnew train initiativesRailway Minister announcement
Next Article