Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રેનમાં સીટ મામલે બબાલ થઇ કિશોરે આધેડની ચાકુ હુલાવીને હત્યા કરી નાખી

સીટમાં બેસવા બાબતે શરૂ થયેલી બોલાચાલીમાં યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. મોહમ્મદ સનાઉલ્લાહ નામના વ્યક્તિએ કરી નાખી હત્યા
ટ્રેનમાં સીટ મામલે બબાલ થઇ કિશોરે આધેડની ચાકુ હુલાવીને હત્યા કરી નાખી
Advertisement
  • આરોપીના ભાઇ મોહમ્મદ સનાઉલ્લાહની પણ ધરપકડ
  • સીટ બાબતે થયેલા વિવાદમાં ભાલેરાવની ચાકુ ઝીંકી કરી હત્યા
  • બીજા દિવસે પીછો કરીને પાછળથી હુમલો કરીને હત્યા કરી નાખી

મુંબઇ : સરકારી રેલવે પોલીસના સ્પેશિયલ ટાસ્ટ ફોર્સ દ્વારા સ્ટેશન પર લાગેલા સીસીટીવી ફુટેજની પણ તપાસ કરી. આ પ્રકારના આરોપીની માહિતી મળી અને હત્યાના 2 દિવસ બાદ તેને ટિટવાલાથી ઝડપી લેવામાં આવ્યો.

સીટના વિવાદમાં કરી નાખી હત્યા

મુંબઇના ઘાટકોપર સ્ટેશન પર લોકલ ટ્રેનમાં સીટ અંગે થયેલા વિવાદમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. ટિટવાલા નિવાસી 16 વર્ષીય યુવક પર 35 વર્ષીય વ્યક્તિ પર ચાકુથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના 15 નવેમ્બરની છે અને મૃતકની ઓળખ અંકુશ ભાલેરાવ તરીકે થઇ છે. મળતી માહિતી અનુસાર ટ્રેનમાં ચડ્યા બાદ યાત્રા દરમિયાન કિશોર સાથે તેમની તીખી બોલાચાલી થઇ હતી. તે યુવક પાસે ચાકુ હતું અને તેના પરથી હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ બોલાચાલી અને મારામારી દરમિયાન યુવકે એક તસ્વીર ખેંચી હતી. જેના આધારે પોલીસને આરોપીને પકડવામાં મદદ મળી હતી.

Advertisement

આ પણ વાંચો : London airpor: લંડનના ગેટવિક એરપોર્ટ પર હડકંપ, આખું એરપોર્ટ કરાયું ખાલી

Advertisement

રેલવે પોલીસના ટાસ્ક ફોર્સે આરોપીની કરી ધરપકડ

સરકારી રેલવે પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સ્ટેશન પર લાગેલા સીસીટીવી ફુટેજની પણ તપાસ કરી હતી. આ પ્રકારે આરોપીની માહિતી મળી હતી અને હત્યાના 2 દિવસ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આરોપીના મોટા ભાઇ 25 વર્ષીય મોહમ્મદ સનાઉલ્લાહની પણ ધરપકડ કરી છે. તેણે પોતાના ભાઇનું ચાકુ છિપાવવા અને તેને પકડવાથી બચાવવામાં મદદગારી કરવાનો આરોપ છે. મળતી માહિતી અનુસાર આરોપી અને મૃતક બંન્ને ટિટવાલાના રહેવાસી છે. 14 નવેમ્બરે બંન્ને વચ્ચે ટ્રેનની સીટ બાબતે બોલાચાલી થઇ હતી.

આ પણ વાંચો : ​​Surat : સચિન વિસ્તારમાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું

પાછળથી ચાકુ વડે કરી દીધો હુમલો

રિપોર્ટ અનુસાર અંકશ ભાલેરાવ અને તેના 2 મિત્રોના ઝગડા દરમિયાન કિશોર સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન યુવકે ભાલેરાવને મારી નાખવાની ધમકી આપી. તેના પછીના દિવસે આરોપી ટિટવાલાથી એક ટ્રેનમાં ચડ્યો અને ઘાટકોપર સ્ટેશન પર ઉતરી ગયો. અહીં પહોંચીને ભાલેરાવની રાહ જોવા લાગ્યો હતો. આશરે 10 વાગ્યે ભાલેરાવ ત્યાં પહોંચ્યો અને દારૂની દુકાન તરફ જઇ રહ્યો હતો જ્યાં તે કામ કરતો હતો. દરમિયાન આરોપીએ છુપાઇને તેનો પીછો કર્યો અને પાછળથી ચાકુ હુલાવી દીધું હતું. ભાલેરાવને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યાં તેનું લીવર ખુબ જ ડેમેજ થઇ ચુક્યું હતું. આખરે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : London:US એમ્બેસીની બહાર જોરદાર બ્લાસ્ટ, પોલીસ ઘટના સ્થળે

Tags :
Advertisement

.

×