Indian Railway New Rules : 1 માર્ચથી રેલવેના બદલાશે 7 નિયમો, મુસાફરી કરતા પહેલા આ જરૂર વાંચો
- Indian Railway New Rules : 1 માર્ચથી મુસાફરીના નિયમોમાં મોટો ફેરફાર!
- જૂની UTS એપ બંધ, હવે RailOne એપથી જ મળશે જનરલ ટિકિટ
- ટિકિટ બુકિંગ માટે હવે આધાર વેરિફિકેશન કરવામાં આવ્યું ફરજિયાત
- વેઈટિંગ ટિકિટ ધારકોને રિઝર્વેશન કોચમાં પ્રવેશ કરવા પર મુકાયો પ્રતિબંધ
- નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન હશે તો વસૂલવામાં આવશે 6 ગણો દંડ
Indian Railway New Rules : જો તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. ભારતીય રેલવે (Indian Railway) 1 માર્ચ, 2026થી પોતાની ટિકિટિંગ સિસ્ટમ અને મુસાફરીના નિયમોમાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરીને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો છે.
Indian Railway New Rules : UTS એપ બંધ, હવે ચાલશે RailOne
સૌથી મોટો ફેરફાર જનરલ અને પ્લેટફોર્મ ટિકિટને લઈને છે. 1 માર્ચથી જૂની 'UTS on Mobile' એપ કાયમ માટે બંધ થઈ જશે. હવે તમારે જનરલ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ કે મંથલી સીઝન ટિકિટ (MST) માટે 'RailOne' સુપર એપનો ઉપયોગ કરવો પડશે. આ એક ઓલ-ઈન-વન એપ હશે જેમાં રિઝર્વેશન, લાઈવ સ્ટેટસ અને લોકેશન જેવી તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.
આધાર વેરિફિકેશન અને એજન્ટો પર લગામ
ટિકિટોની કાળાબજારી રોકવા માટે હવે IRCTC અથવા RailOne એપ પર ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન (Aadhar Verification) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, બુકિંગ શરૂ થયાની પ્રથમ 30 મિનિટ સુધી એજન્ટો ટિકિટ બુક કરી શકશે નહીં, જેથી સામાન્ય નાગરિકોને કન્ફર્મ ટિકિટ મળી શકે.
વેઈટિંગ ટિકિટ અને સામાનના કડક નિયમો
હવેથી સ્લીપર અને તમામ AC કોચમાં માત્ર કન્ફર્મ અથવા RAC ટિકિટ ધારકો જ પ્રવેશ કરી શકશે. જો ચાર્ટ બન્યા બાદ પણ તમારી ટિકિટ વેઈટિંગ (WL) હશે, તો તમે રિઝર્વેશન કોચમાં મુસાફરી કરી શકશો નહીં. આ ઉપરાંત, જો તમે નક્કી કરેલી મર્યાદા કરતા વધુ સામાન (Luggage Limit) સાથે પકડાશો, તો સામાન્ય દર કરતા ૬ ગણો વધુ દંડ વસૂલવામાં આવશે.
મુસાફરો માટે રાહતના સમાચાર
રેલવેએ એક સારી સુવિધા પણ આપી છે. હવે તમે તમારી કન્ફર્મ ટિકિટ પર મુસાફરીની તારીખ ઓનલાઈન બદલી શકશો, જેમાં કોઈ વધારાનો સર્વિસ ચાર્જ લાગશે નહીં (માત્ર ભાડાનો તફાવત ચૂકવવો પડશે). સાથે જ, ચાર્ટ બન્યા બાદ પણ બીજા ચાર્ટની તૈયારી સુધી તમે તમારું બોર્ડિંગ પોઈન્ટ (Boarding Point) બદલી શકશો.
આ પણ વાંચો : પાસા પલટાયા! અમેરિકાના વાણિજ્ય સચિવ ગુપચુપ ભારત આવ્યા, પિયુષ ગોયલ સાથે કરી મહત્વની બેઠક


