Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Railway Reservation System Update : હવે AI જણાવશે તમારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં!

ભારતીય રેલવે હવે 1986ની જૂની રિઝર્વેશન સિસ્ટમને અલવિદા કહી રહ્યું છે. ઓગસ્ટથી શરૂ થનારી નવી હાઇ-ટેક સિસ્ટમમાં AI ના ઉપયોગથી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા હવે 94% સચોટતા સાથે જાણી શકાશે. ટેકનોલોજીના આ બદલાવથી રેલવે મુસાફરી કેવી રીતે વધુ સુખદ બનશે અને RAILONE એપ કેવી રીતે ગેમ-ચેન્જર સાબિત થશે? વાંચો સંપૂર્ણ વિગતો આ અહેવાલમાં.
railway reservation system update   હવે ai જણાવશે તમારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં
Advertisement
  • Railway Reservation System Update : 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલાશે!
  • ઓગસ્ટથી ટ્રેનોને નવી અને આધુનિક રિઝર્વેશન સિસ્ટમમાં ટ્રાન્સફર કરાશે
  • રેલવે ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેનું સચોટ અનુમાન આપશે AI ટેકનોલોજી
  • 88 ટકા ટિકિટો હવે ડિજિટલ માધ્યમો દ્વારા ઓનલાઈન બુક થઈ રહી છે
  • RAILONE એપ બની મુસાફરોની ફેવરિટ, 3.5 કરોડથી વધુ ડાઉનલોડ્સ

Railway Reservation System Update : ભારતીય રેલ્વે (Indian Railway) માત્ર ટ્રેનોના આધુનિકીકરણ પર જ નહીં, પરંતુ તેના રિઝર્વેશન સિસ્ટમમાં (Reservation System) પણ ધરખમ ફેરફારો કરી રહી છે. અહેવાલો અનુસાર, ઓગસ્ટ મહિનાથી રેલવેની ટિકિટિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે, જેમાં ટ્રેનોને નવી અને હાઇ-ટેક સિસ્ટમમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર અને રેલવે મંત્રાલય સુનિશ્ચિત કરી રહ્યું છે કે 40 વર્ષ જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં સ્થાનાંતરિત થતી વખતે મુસાફરોને (Passengers) કોઈ તકલીફ ન પડે.

AI-based waitlist confirmation prediction feature in Railway app.

Advertisement

AI ટેકનોલોજીથી વેઇટિંગ લિસ્ટનું સચોટ અનુમાન

નવી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એઆઈ-આધારિત (AI-based) વેઇટલિસ્ટ કન્ફર્મેશન પ્રિડિક્શન સિસ્ટમ છે. આ ફીચર મુસાફરોને ટિકિટ બુક કરતી વખતે જ જણાવશે કે તેમની વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા કેટલી છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, નવી એઆઈ સિસ્ટમ પછી આ અનુમાનની સચોટતા 53 ટકાથી વધીને 94 ટકા સુધી પહોંચી ગઈ છે.

Advertisement

Passengers using RAILONE app for food and live status during journey.

RAILONE એપની વધતી લોકપ્રિયતા

રેલવેએ ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા માટે લોન્ચ કરેલી 'રેલવન' (RAILONE) એપ હવે મુસાફરોની પહેલી પસંદ બની રહી છે. આ એપ દ્વારા દરરોજ લાખોની સંખ્યામાં રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટો બુક થઈ રહી છે. મુસાફરો હવે એપના માધ્યમથી લાઈવ ટ્રેન સ્ટેટસ (Live Train Status), પ્લેટફોર્મની માહિતી અને કોચ પોઝિશન જેવી વિગતો આંગળીના ટેરવે મેળવી શકે છે. એટલું જ નહીં, મુસાફરો હવે પોતાની સીટ પર બેસીને જ ખાવાનું પણ મંગાવી શકે છે.

આ પણ વાંચો : ભારતીય વાયુસેના Pakistan ની નાકાબંધી માટે તૈયાર, રાજસ્થાનના રણમાંથી રાખશે નજર

Tags :
Advertisement

.

×