દેશની અડધી કરતા પણ ઓછી શાળાઓ પ્રાથમિક સુવિધાઓ વંચિત, જુઓ...
- વિકસિત ભારતના સપના માટે આ સુવિધાઓ પૂરતી નથી
- માત્ર 57.2 ટકા શાળાઓમાં યોગ્ય Internet સાથે Computer
- વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 37 લાખ ઘટીને 24.8 કરોડ થઈ
Indian schools condition : ટેક્નોલોજીના યુગમાં Internet નો ઉપયોગ એટલો વધી ગયો છે કે આપણે તેના દ્વારા કોઈપણ માહિતી સરળતાથી મળે છે. ત્યારે દેશમાં ટેક્નોલોજીનો વ્યાપ વધારવા માટે દેશના વિકાસના પાયામાં જોવા મળતા માપદંડોમાં દરેક આધુનિક યંત્રની સુવિધા પહોંચાડવામાં આવી રહી છે. જેથી વિકસિત ભારતનું સપનું વર્ષ 2047 પૂરું થઈ શકે. પરંતુ તાજેતરમાં એક એવો અહેવાસ સામે આવ્યો છે, જે આ સપનાનું પતન સાબિત થઈ શકે છે.
વિકસિત ભારતના સપના માટે આ સુવિધાઓ પૂરતી નથી
Union Ministry of Education ના UDISE ના અહેવાલ મુજબ, દેશની માત્ર 57 ટકા શાળાઓમાં જ Computer યોગ્ય રીતે કામ કરે છે. અને 57 ટકા Computer માંથી 53 ટકા Computer માં જ Internet ની સુવિધા આપવામાં આવી છે. જોકે પહેલાના સમય કરતા અત્યારે દેશની મોટાભાગની શાળામાં પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે. પરંતુ વિકસિત ભારત 2047 ના સપના માટે આ સુવિધાઓ પૂરતી નથી. આ આંકડાઓ અને પરિસ્થિતિમાં સુધારો લાવવો ખુબ જ જરૂરી છે.
આ પણ વાંચો: વિચિત્ર! 2025 માં ઉડેલું પ્લેન 2024 માં થયું લેન્ડ, જાણો ટાઇમ ટ્રાવેલ કરનારા પ્લેનની કહાની
માત્ર 57.2 ટકા શાળાઓમાં યોગ્ય Internet સાથે Computer
તો દેશની 90 ટકાથી વધુ શાળાઓ વીજળી અને અલગ શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓથી પણ નથી. આ શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ ઉપરાંત અદ્યતન સુવિધાઓ જેમ કે યોગ્ય રીતે કાર્યરત ડેસ્કટોપ, Internet એક્સેસ અને હેન્ડ્રેલ્સ સાથેના રેમ્પ જેવી સુવિધાઓનો અભાવ છે. ત્યારે દેશમાં માત્ર 57.2 ટકા શાળાઓમાં યોગ્ય Internet સાથે Computer છે.
વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 37 લાખ ઘટીને 24.8 કરોડ થઈ
જોકે દેશમાં 53.9 ટકામાં Internet સુવિધા આપવામાં આવી છે. તેમાંથી 52.3 ટકા રેમ્પથી સજ્જ છે, જેના દ્વારા વિકલાંગ વિદ્યાર્થીઓને સુવિધા મળે છે. તો ગયા વર્ષની સરખામણીમાં દેશમાં નોંધણીની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. 2023-24 માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 37 લાખ ઘટીને 24.8 કરોડ થઈ છે. તો નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) એ 2020 માં કરેલા પ્રયત્નો દેશમાં શિક્ષણની પ્રગતિને અવરોધે છે. વર્ષ 2030 ના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે સંસાધનોને શ્રેષ્ઠ બનાવવા જરૂરી છે.
આ પણ વાંચો: પૃથ્વી પરનું સૌથી જૂનું મંદિર ભારતમાં નહીં, પણ આ મુસ્લિમ દેશમાં