Pahalgam Terrorist Attack : સિંધુ જળ સંધિ પર ભારતનો પાકિસ્તાનને પત્ર, 5 પોઈન્ટમાં જાણો શું લખ્યું છે પત્રમાં ?
- ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો
- ભારત સરકારે સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને પત્ર લખ્યો
- ભારતે સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જતું અટકાવ્યું
Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. હવે ભારત સરકારે આ નિર્ણયને અમલમાં મૂકવાની યોજના બનાવી દીધી છે. યોજના મુજબ, ભારત સરકારે સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને પત્ર લખ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવાર 22 એપ્રિલના રોજ થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ ભારત ગુસ્સે છે અને આ વખતે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સંકલ્પ કર્યો છે. સંકલ્પ પુરો કરવા માટેનું પહેલું પગલું સિંધુ જળ સંધિ રદ કરવાનું લેવામાં આવ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે તાત્કાલિક પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી અને સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જતું અટકાવી દીધું.
પાકિસ્તાનને એક પણ ટીપું પાણી નહીં મળે
ગઈકાલે જળશક્તિ મંત્રાલયમાં આ મુદ્દે એક બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનને એક પણ ટીપું પાણી આપવામાં આવશે નહીં, આ માટે 3 તબક્કાની યોજના બનાવવામાં આવી છે. ત્રણ પ્રકારની રણનીતિ બનાવીને, પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિનો અંત લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિંધુ બેસિનની નદીઓ પરના ડેમની ક્ષમતા વધારવામાં આવશે, જેથી વધુ પાણીનો સંગ્રહ કરી શકાય.
આ પણ વાંચો : Pahalgam Terrorist Attack : પાકિસ્તાનમાં ફફડાટ! પાક. આર્મી ચીફ મુનીરનો પરિવાર દેશ છોડી ફરાર
જો કે, પાકિસ્તાને જળ સંધિ સ્થગિત કરવાને 'યુદ્ધનું કાર્ય' ગણાવ્યું હોવા છતાં, ભારત પોતાના નિર્ણય પર અડગ છે. બેઠક પછી, જળ ઉર્જા સચિવ દેબાશ્રી મુખર્જીએ ભારત સરકાર વતી સિંધુ જળ સંસાધન મંત્રાલયના સચિવ મુર્તઝાને સિંધુ જળ સંધિ પર એક પત્ર લખ્યો. આ પત્રમાં શું લખ્યું છે તે 5 પોઈન્ટમાં જાણીએ...
#WATCH | Ramban, Jammu and Kashmir: India suspends Indus Waters Treaty with Pakistan in the wake of #PahalgamTerroristAttack
Visuals from the Baglihar Hydroelectric Power Project built on the Chenab River pic.twitter.com/A9hFUAZlCA
— ANI (@ANI) April 24, 2025
1. પાકિસ્તાની અધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં, ભારતના જળ સંસાધન સચિવ દેબાશ્રી મુખર્જીએ લખ્યું છે કે જમ્મુ અને કાશ્મીરને નિશાન બનાવીને પાકિસ્તાન દ્વારા જે આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે, તે સિંધુ જળ સંધિ હેઠળ ભારતના અધિકારોની પરિપૂર્ણતામાં અવરોધ ઉભો કરે છે.
2. કોઈપણ સંધિનું સદ્ભાવનાથી સન્માન કરવાની જવાબદારી એ મૂળભૂત અધિકાર છે, પરંતુ જવાબદારી પૂરી કરવાને બદલે, પાકિસ્તાન ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને લક્ષ્ય બનાવીને આતંકવાદી પ્રવૃત્તિઓ કરીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.
3. પત્રમાં સ્વચ્છ ઉર્જા વિકાસને પ્રોત્સાહન આપવા માટે સિંધુ જળ સંધિની કલમ 12 (3) હેઠળ 1960ની સિંધુ જળ સંધિમાં જરૂરી ફેરફારો કરવાની માંગ કરવામાં આવી છે. પાકિસ્તાન પર સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
4. પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પાકિસ્તાનની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર 1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો નિર્ણય લે છે અને આ નિર્ણયને અમલમાં મૂકવા માટે, તે ત્રણ પ્રકારની યોજના બનાવશે, જેનો એક પછી એક અમલ કરવામાં આવશે.
5. પત્રની એક નકલ પાકિસ્તાન સરકારને પણ મોકલવામાં આવી છે જેથી તે ઈન્ડો-પેસિફિક જળ સંધિને સ્થગિત કરવાના તેના નિર્ણયને અમલમાં મૂકવા માટે ઔપચારિક સૂચના જારી કરી શકે. નવી દિલ્હી દ્વારા પત્ર અને સૂચનાની એક નકલ પાકિસ્તાનને સોંપવામાં આવી છે.