ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IndiGo Crisis: સમસ્યા પર એરકંપનીએ શું કહ્યું, સ્થિતિ ક્યારે આવશે કાબૂમાં?

ઈન્ડિગો એરલાઈન (Indigo Airline) ની સ્થિતિ હજુ સુધી કાબૂમાં નથી આવી. જો કે, રવિવારે સ્થિતિ થોડી હદ સુધી નિયંત્રણમાં હોય તેવું લાગી રહ્યું છે. ફ્લાઈટની કટોકટી અંગે કંપનીએ મહત્વનું નિવેદન આપ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે, સ્થિતિ ક્યારે કાબૂમાં આવશે.
05:28 PM Dec 07, 2025 IST | Laxmi Parmar
ઈન્ડિગો એરલાઈન (Indigo Airline) ની સ્થિતિ હજુ સુધી કાબૂમાં નથી આવી. જો કે, રવિવારે સ્થિતિ થોડી હદ સુધી નિયંત્રણમાં હોય તેવું લાગી રહ્યું છે. ફ્લાઈટની કટોકટી અંગે કંપનીએ મહત્વનું નિવેદન આપ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે, સ્થિતિ ક્યારે કાબૂમાં આવશે.
IndiGo Crisis DATE_GUJARAT_FIRST

IndiGo Crisis ની સમસ્યા જાણે હળવી થવાનું નામ નથી લઈ રહી. રવિવારનો દિવસમાં પણ સમસ્યાથી ભરેલો રહ્યો. આજે પણ દેશભરમાં 400 જેટલી ફ્લાઈટ્સ (Flights) કેન્સલ થઈ છે. જો કે, સ્થિતિમાં રતિભાર જેલો સુધારો પણ જોવા મળ્યો હતો. આ વચ્ચે ઈન્ડિગો કંપની તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. કંપનીએ મુસાફરોને પડતી હાલાકીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અને સમસ્યાના સમાધાન માટે પ્રયાસ ચાલી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું છે.કંપનીએ તારીખ સાથે જાહેર કર્યું છે કે, સ્થિતિ ક્યારે સામાન્ય થશે.

10 તારીખ સુધી સ્થિતિ કાબૂમાં આવી જશેઃ IndiGo

ndiGo ના પ્રવક્તાએ રાહતના સમાચાર આપતા કહ્યું છે કે, ફ્લાઈટ કેન્સિલેશન (Flight cancellation) ઓછું થઈ ગયું છે. કેટલીક ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે ટેકઓફ (Takeoff) થઈ છે. અને જે ફ્લાઈટનું શિડ્યુલ ખોરવાયું છે. તેમાં ગ્રાહક સહાયતા પ્રક્રિયાઓને શરૂ કરવામાં આવી છે. કંપની સમસ્યાઓનું અવલોકન કરીને અનુમાન લગાવી રહી છે કે, આગામી 10 ડિસેમ્બર સુધી સમસ્યાનું નિરાકરણ આવી જશે. અને તમામ ફ્લાઈટ્સ રાબેતા મુજબ અવરજવર કરશે. આ પહેલા કંપનીએ 15 ડિસેમ્બર સુધી સ્થિતિ સામાન્ય થવાની વાત કરી હતી.

આજની સ્થિતિમાં સામાન્ય સુધારો જણાયોઃ કંપની

ઈન્ડિગો કંપનીએ એવું પણ જણાવ્યું છે કે, પાછલા દિવસોની સરખામણીએ આજે પરિસ્થિતિ સારી રહી છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, આજે (Sunday) 1 હજાર 650થી વધુ ફ્લાઈટનું સુચારુ રીતે સંચાલન થયું છે. તેમણે ગઈકાલનો આંકડો જણાવતા કહ્યું કે, શનિવારે 1 હજાર 500થી વધુ વિમાનોએ ઉડાન ભરી હતી. તો ટાઈમ પર્ફોમન્સ (Time Performance) માં પણ સુધારો આવ્યો હોવાનું કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

ફ્લાઈટ્સ કેન્સિલેશનની યાત્રીઓને જાણકારી અપાઈઃ IndiGo

જે ફ્લાઈટ કેન્સલ થઈ તેની યાત્રીઓને એક દિવસ પહેલા જ જાણ કરી દેવાઈ હતી. કંપનીએ જણાવ્યું કે, રિફન્ડ અને સામાન સંબંધિત પ્રક્રિયાઓ પણ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. કંપનીએ મુસાફરોને રિફંડ (Refund) અને અપડેટ માટે ઓનલાઈન લિંક પણ આપી છે. જેથી મુસાફરો ફ્લાઈટની આગામી સ્થિતિ અંગે સરળતાથી માહિતી મેળવી શકે.

DGCA એ ઈન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારીને આપી છે નોટિસ

DGCA એટલે કે, ડિરેક્ટોરેટે જનરલ ઓફ સિવિલ એવિએશને કંપનીના મુખ્ય કાર્યકારી પીટર એલ્બર્સ (Peter Albers)ને નોટિસ ફટકારી છે. તેમના એકાઉન્ટ મેનેજરને પણ ઔપચારિક રૂપથી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. DGCA એ હવાઈ સેવામાં થયેલી ઉથલપાથલ માટે એરલાઈન (Airline) ને જવાબદાર ઠેરવી છે. અને યોજના, સુવિધા, સંસાધન વ્યવસ્થામાં મોટી ભૂલ ગણાવી છે.

રવિવાર (Sunday) 400 ફ્લાઈટ કેન્સલ થઈ

ફ્લાઈટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) ના નિયમોમાં છૂટ આપવા છતા રવિવારે અનેક એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ યથાવત જોવા મળ્યો હતો. આજે પણ સમગ્ર દેશમાં ઓછામાં ઓછી 400 જેટલી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાંથી હૈદરાબાદ, કોલકાત્તા અને દિલ્લી એરપોર્ટ પર સૌથી વધુ અસર જોવા મળી. સૌથી વધુ તેલંગાણામાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 115 ઉડાન રદ થઈ હતી.

આ પણ વાંચો- Indigo Airline Issue: ઈન્ડિગો એરલાઈન મુદ્દે કેન્દ્ર સરકારનું આકરૂં વલણ, સંતોષકારક જવાબ ન મળે તો કડક કાર્યવાહી

Tags :
AirlineFlight CancellationGUJARAT FIRST NEWSIndigo Crisis
Next Article