Indigo: ઈન્ડિગો પ્લેનમાં બોમ્બની ધમકી, કોલકાત્તા-શિલોંગની ફ્લાઈટના ટોઈલેટમાંથી મળી ચિઠ્ઠી
- Indigo: ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી
- કોલકાતા-શિલોંગ ઈન્ડિગો ફ્લાઈટમાં ધમકીથી અફરાતફરી
- વિમાનના ટોઈલેટમાંથી મળી શંકાસ્પદ ચિઠ્ઠી
Indigo: કોલકાતાથી શિલોંગ જતી ઇન્ડિગો (Indigo) ની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં એરપોર્ટ (Airport) પર ભયનો માહોલ સર્જાયો હતો. વિમાનના શૌચાલય (Toilet) માં એક શંકાસ્પદ ચિઠ્ઠી મળી આવતા મુસાફરોને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને ફ્લાઇટને આઇસોલેશન બે (Isolation Bay) માં ખસેડવામાં આવી હતી. સુરક્ષા એજન્સી (Security agency) ઓ ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર વિમાનની સઘન તપાસ કરી રહી છે.
Indigo: કોલકાતાથી શિલોંગ જતી હતી ફ્લાઈટ
શનિવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટ કોલકાતાથી શિલોંગ (Kolkata to Shillong) જતી ફ્લાઈટમાં આ ધમકી મળી હતી. બોર્ડિંગ ક્રૂ મેમ્બર્સ (Boarding crew members) ને ટોઇલેટમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં બોમ્બની ધમકીનું લખાણ લખેલું જોવા મળ્યું હતું. જાણ થતાની સાથે જ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (Standard Operating Procedure) (SOPs) તાત્કાલિક લાગુ કરવામાં આવી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. અને વિમાનને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું. ઈન્ડિગો ફ્લાઈટનું તલસ્પર્શી નિરીક્ષણ પણ હાથ ધરવામાં આવ્યું.
આ પણ વાંચો--- Jaipur Accident : ચાકસુમાં ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ખાટુશ્યામ જતા 5 લોકોના મોત
Indigo: એરપોર્ટ ડિરેક્ટરે શું કહ્યું?
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Netaji Subhash Chandra Bose International Airport) ના ડિરેક્ટર (Director) ના જણાવ્યા અનુસાર, બોમ્બ ચેતવણી એક ચિઠ્ઠી દ્વારા મળી હતી. મુસાફરોને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. વિમાનને આઇસોલેશન (Isolation) બેમાં ખસેડવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ તપાસ કરી રહી છે.
Indigo નું સત્તાવાર નિવેદન
ઇન્ડિગોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, ફ્લાઇટમાં સુરક્ષા સંબંધિત માહિતી મળી હતી. સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તમામ જરૂરી સુરક્ષા તપાસ સાથે સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ ઈન્ડિગોએ માફી માગી હતી. ઈન્ડિગોએ કહ્યું, મુસાફરો, ક્રૂ અને વિમાનની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.
મુસાફરોની સલામતી પ્રાથમિકતા
સુરક્ષા પ્રોટોકોલ (Security protocol) મુજબ, વિમાનને અન્ય વિમાનોથી અલગ રાખવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Disposal Squad) અને સુરક્ષા એજન્સીઓ વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરી રહી છે. જો કે, રાહતની વાત એ છે કે, તપાસ દરમિયાન અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
આ પણ વાંચો--- ચીન સાથે નહેરુએ કેમ કર્યો હતો પંચશીલ કરાર? CDS અનિલ ચૌહાને જણાવી તિબેટવાળી વાત


