Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Indigo Flight Bomb Threat: કુવૈતથી દિલ્હી જતી IndiGo ફ્લાઇટમાં બોમ્બ ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા વિમાનમાં જ્યારે અચાનક એક રહસ્યમય ચિઠ્ઠી મળે અને તેમાં 'બોમ્બ' હોવાનો ઉલ્લેખ હોય, ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ જાય તે સ્વાભાવિક છે. કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં કંઈક આવો જ માહોલ સર્જાયો હતો. પાયલોટે તાબડતોબ વિમાનને અમદાવાદ તરફ વાળ્યું અને જોતજોતામાં એરપોર્ટ છાવણીમાં ફેરવાઈ ગયું. શું આ માત્ર કોઈની મજાક હતી કે પછી કોઈ મોટી આફતનો સંકેત?
indigo flight bomb threat   કુવૈતથી દિલ્હી જતી indigo ફ્લાઇટમાં બોમ્બ ધમકી  અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
Advertisement
  • અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ (Indigo Flight Bomb Threat)
  • પ્લેનમાંથી હાથે લખેલી બોમ્બની ધમકીભરી નોંધ મળી આવી
  • સલામતીના ભાગરૂપે તમામ 180 મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારાયા
  • બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનમાં સઘન સર્ચ ઓપરેશન

કુવૈત (Kuwait) થી દેશની રાજધાની દિલ્હી (Delhi) જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ (IndiGo Flight 6E 1214) માં બોમ્બ હોવાની આશંકાથી શુક્રવારે વહેલી સવારે ભારે દોડધામ મચી ગઈ હતી. પ્લેનમાં શંકાસ્પદ ચિઠ્ઠી મળતા સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

Indigo Flight Bomb Threat:  હાથે લખેલી ચિઠ્ઠીથી મચ્યો હોબાળો

એરપોર્ટ સત્તાધીશો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઇટમાં એક મુસાફરને કાગળનો ટુકડો મળી આવ્યો હતો, જેના પર બોમ્બ હોવાનો દાવો કરતી નોંધ લખેલી હતી. આ ગંભીર બાબતની જાણ થતા જ પાઇલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (Air Traffic Control - ATC) નો સંપર્ક સાધ્યો હતો અને કટોકટીના પગલા રૂપે સવારે આશરે 6:40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવ્યું હતું.

Advertisement

તમામ 180 મુસાફરો સુરક્ષિત, સઘન તપાસ શરૂ

વિમાનના લેન્ડિંગ બાદ સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ સ્ક્વોડ (Bomb Disposal Squad) દ્વારા સમગ્ર વિમાનનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં કુલ 180 મુસાફરો સવાર હતા અને તમામને સુરક્ષિત રીતે નીચે ઉતારી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ ફ્લાઇટને ઉડાન માટેની અંતિમ મંજૂરી (Clearance) મળ્યા બાદ જ ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો :  સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો,શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે આ સુવિધા કરો ફરજિયાત, નહીં તો સ્કૂલની માન્યતા રદ!

Tags :
Advertisement

.

×