ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IndiGo Flight Cancellation : 'દીકરીને પેડ્સ આપો', પિતાનો સંવેદનશીલ વીડિયો વાયરલ

ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ્સ રદ થતાં એરપોર્ટ પર ભારે અરાજકતા ફેલાઈ છે. આ અંધાધૂંધી વચ્ચે, એક અત્યંત પરેશાન પિતાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ઈન્ડિગો સ્ટાફને મોટેથી વિનંતી કરે છે કે "મારી દીકરીને સેનિટરી પેડ્સ જોઈએ છે, લોહી વહી રહ્યું છે." આ ઘટનાએ એરલાઈનના કુપ્રબંધન અને યાત્રીઓ પ્રત્યે સંવેદનશીલતાના અભાવ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
05:44 PM Dec 05, 2025 IST | Mihirr Solanki
ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ્સ રદ થતાં એરપોર્ટ પર ભારે અરાજકતા ફેલાઈ છે. આ અંધાધૂંધી વચ્ચે, એક અત્યંત પરેશાન પિતાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ઈન્ડિગો સ્ટાફને મોટેથી વિનંતી કરે છે કે "મારી દીકરીને સેનિટરી પેડ્સ જોઈએ છે, લોહી વહી રહ્યું છે." આ ઘટનાએ એરલાઈનના કુપ્રબંધન અને યાત્રીઓ પ્રત્યે સંવેદનશીલતાના અભાવ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

IndiGo Flight Cancellation : દેશના અનેક મોટા એરપોર્ટ હાલમાં અવ્યવસ્થા, તણાવ અને અરાજકતાનો માહોલ બની ગયા છે. ચારેબાજુ મુસાફરોની બૂમો, બેચેની, અનિશ્ચિતતા અને સ્ટાફ સાથેની દલીલોનું દૃશ્ય છે. આ તમામ સમસ્યાઓનું મૂળ ઈન્ડિગો (IndiGo) એરલાઈન્સ દ્વારા સતત રદ થઈ રહેલી અને મોડી પડી રહેલી ફ્લાઈટ્સ છે, જેના કારણે હજારો લોકોની મુસાફરી યોજનાઓ ખોરવાઈ ગઈ છે.

ગુરુવાર, 5 ડિસેમ્બરના રોજ પણ સ્થિતિમાં કોઈ સુધારો જોવા ન મળ્યો. અહેવાલો અનુસાર, ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ્સ એક જ દિવસમાં રદ થઈ ગઈ હતી, જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ઉડ્ડયનોનો સમાવેશ થાય છે. એરલાઈને આ માટે ઓપરેશનલ મુશ્કેલીઓ (Operational Difficulties)ને કારણભૂત ગણાવી છે, પરંતુ મુસાફરો માટે તેનો સીધો અર્થ કલાકોની રાહ જોવી, અસુવિધા અને વધતી ચિંતા છે.

IndiGo Flight Cancellation થી યાત્રીકો પરેશાન

એરપોર્ટ પર ફસાયેલા અનેક મુસાફરોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે તેઓ ખૂબ જ જરૂરી કામથી મુસાફરી કરી રહ્યા હતા. કોઈ વ્યક્તિ સસરાના અંતિમ દર્શન માટે જવાની કોશિશ કરી રહ્યું હતું, તો કોઈને બીમાર માતાને હોસ્પિટલ પહોંચાડવાની હતી, પરંતુ ફ્લાઈટ્સ રદ થવાને કારણે બધાની યોજનાઓ પાટા પરથી ઉતરી ગઈ છે.

યાત્રીઓની મુખ્ય ફરિયાદ એ છે કે ઈન્ડિગો સ્ટાફ દ્વારા તેમને યોગ્ય માહિતી આપવામાં આવતી નથી કે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. ઘણા લોકો વહેલી સવારથી એરપોર્ટ પર બેઠા છે અને તેમણે પાણી પણ ઉપલબ્ધ ન કરાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

મારી દીકરીને સેનિટરી પેડ્સ જોઈએ છે'

આ અંધાધૂંધીભર્યા વાતાવરણ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક અત્યંત પરેશાન પિતા ઈન્ડિગો સ્ટાફને સતત મોટેથી બૂમો પાડીને વિનંતી કરતો દેખાય છે: "બહેન, મારી દીકરીને સેનિટરી પેડ્સ જોઈએ છે... નીચેથી લોહી વહી રહ્યું છે."

જોકે, ભારે ભીડ અને ઘોંઘાટ વચ્ચે તેની વાત કોઈ સાંભળી શકતું નથી. તે વારંવાર અવાજ લગાવે છે, મદદ માંગે છે, પરંતુ તેની વિનંતી સ્ટાફ સુધી વ્યવસ્થિત રીતે પહોંચતી જ નથી. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે ભરાયા છે. અનેક યુઝર્સે કહ્યું કે આ સ્થિતિ સામાન્ય લોકોને કોમ્યુનિકેશનનો અભાવ  અને કુપ્રબંધન  વચ્ચે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે દર્શાવે છે.

લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે દેશની સૌથી મોટી એરલાઈન હોવા છતાં ઈન્ડિગો આટલા મોટા સ્તરે ઓપરેશનલ મેનેજમેન્ટ કેમ સંભાળી શકતી નથી? અને અંતે, તેનું નુકસાન હંમેશા સામાન્ય મુસાફરોને જ કેમ ભોગવવું પડે છે?

IndiGo Flight Cancellation અંગે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે ઈન્ડિગોની આ નિષ્ફળતા વર્તમાન સરકારના 'મોનોપોલી મોડેલ' (Monopoly Model)ની કિંમત છે. તેમણે કહ્યું કે સામાન્ય ભારતીય જ તેની કિંમત વિલંબ, ફ્લાઈટ રદીકરણ અને લાચારીના સ્વરૂપમાં ચૂકવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે ભારતને દરેક સેક્ટરમાં સાચી હરીફાઈ (Real Competition) જોઈએ છે, 'મેચ-ફિક્સિંગ' વાળી ઈજારાશાહી (Monopoly) નહીં, જ્યાં અમુક કંપનીઓને ફાયદો પહોંચે અને નુકસાન આમ જનતાને ઉઠાવવું પડે.

આ પણ વાંચો : Indigo Crisis વચ્ચે હવાઈ ભાડા આસમાને પહોંચ્યા, 50 હજાર મુંબઈ-દિલ્લીની ટિકિટ!

Tags :
Airport ChaosFlight CancellationIndia AirportsIndigoIndigo flightsOperational Issues
Next Article