Indore: દેશના સૌથી 'સ્વચ્છ' શહેર ઇન્દોરમાં દૂષિત પાણીનો કહેર!
- મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીએ મચાવ્યો કહેર
- 100થી વધુ લોકો ઝાડા-ઉલટીની ઝપેટમાં આવ્યા
- દૂષિત પાણી પીવાથી વધુ 34 લોકોની હાલત અતિ ગંભીર
દેશના સૌથી સ્વચ્છ શહેર અને 'વોટર પ્લસ'નું ગૌરવ ધરાવતા મધ્યપ્રદેશના ઇન્દોરમાં તંત્રની ઘોર બેદરકારીએ માસૂમ નાગરિકોનો ભોગ લીધો છે. જે શહેર સ્વચ્છતામાં આખા દેશ માટે આદર્શ મનાય છે, ત્યાં જ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા હાહાકાર મચી ગયો છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીના કહેરને કારણે છેલ્લા પાંચ દિવસમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 100 થી વધુ લોકો ઝાડા-ઉલટીની ઝપેટમાં આવી ગયા છે.
Indore : પાંચ દિવસ સુધી મોતના તાંડવની કરી અવગણના
ભગીરથપુરામાં સ્થિતિ ત્યારે ભયાનક બની જ્યારે ( 26 December) ના રોજ ઝાડા-ઉલટીને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. આટલી ગંભીર ઘટના છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘોર નિદ્રામાં રહ્યા. સોમવાર, 29 December ના રોજ જ્યારે એકસાથે 100 થી વધુ દર્દીઓ ઉલટી-ઝાડાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હાલ 34 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
सबसे साफ़ शहर इंदौर में गंदा पानी पीने से 60 से ज़्यादा लोग गंभीर रूप से बीमार हो गए हैं और 4 लोगों की मौत हो चुकी है।
यह कैसी सरकार है, जहाँ निर्दोष लोग भाजपा के भ्रष्टाचार और लापरवाही की कीमत अपनी जान देकर चुका रहे हैं। पहले कफ सिरप से और अब पीने के पानी से लोगों की मौत हो रही… pic.twitter.com/pXPBdTSXUg
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) December 30, 2025
Indore : પીવાની મુખ્ય લાઇન પર જ શૌચાલય બનાવી દેવાયું!
મંગળવારે જ્યારે કોર્પોરેશનની તપાસ ટીમ વિસ્તારમાં પહોંચી ત્યારે આંખો ફાટી જાય તેવો ખુલાસો થયો હતો. ભગીરથપુરાને પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇન પર જ એક જાહેર શૌચાલય ઊભું કરી દેવામાં આવ્યું હતું. આ લાઇનમાં ભંગાણ પડતા ગટરનું ગંદુ પાણી સીધું પીવાના પાણીમાં ભળી રહ્યું હતું અને તે જ પાણી લોકોના ઘરો સુધી પહોંચતું હતું. સ્વચ્છતાના એવોર્ડ મેળવતા શહેરમાં પીવાની લાઇન અને ડ્રેનેજ લાઇનનું આવું જોખમી મિશ્રણ તંત્રની લાપરવાહીની ચાડી ખાય છે.
આ કમનસીબ નાગરિકોએ ગુમાવ્યા જીવ
રોગચાળાએ ભગીરથપુરાના અનેક પરિવારોમાં શોકનું મોજું ફેરવી દીધું છે. મૃતકોમાં 50 વર્ષીય ગોમતી રાવત, 69 વર્ષીય ઉર્મિલા યાદવ, 35 વર્ષીય સીમા પ્રજાપત, 31 વર્ષીય ઉમા પપ્પુ કોરી, 75 વર્ષીય નંદલાલ પાલ અને 70 વર્ષીય મંજુલા દિગંબર તેમજ તારા રાનીનો સમાવેશ થાય છે. આ તમામના મોત 26 December થી 30 December ના ટૂંકા ગાળામાં થયા છે.
વહીવટીતંત્રના પગલાં
હાલમાં તંત્ર દ્વારા ભગીરથપુરામાં નર્મદા પાણીનો પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં ટેન્કરો દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તૂટેલી લાઇનોના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જોકે, સ્થાનિકોમાં ભારે રોષ છે કે વારંવારની ફરિયાદ છતાં તંત્રએ વહેલી તપાસ કેમ ન કરી?
આ પણ વાંચો: હવે જો ફલાઇટ કેન્સલ થશે તો એરલાઇન્સ કંપનીએ આપવી પડશે આ ખાસ સુવિધા!


