Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indore Missing Couple case : ઇન્દોર દંપતીના કેસમાં ચોંકાવનારો વળાંક, સોનમ રઘુવંશીની પોલીસે કરી ધરપકડ

ઇન્દોરના નવપરિણીત દંપતી રાજા અને સોનમ રઘુવંશી હનીમૂન દરમિયાન શિલોંગમાં ગુમ થયાના કેસમાં નવો વળાંક આવ્યો છે. રાજાનો મૃતદેહ મળ્યો છે, જ્યારે સોનમ રઘુવંશી ગાઝીપુરથી મળી આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. મેઘાલય પોલીસે અત્યાર સુધી 4 શંકાસ્પદોની ધરપકડ કરી છે અને કેસમાં ગંભીર ખુલાસાઓ સામે આવી રહ્યા છે.
indore missing couple case   ઇન્દોર દંપતીના કેસમાં ચોંકાવનારો વળાંક  સોનમ રઘુવંશીની પોલીસે કરી ધરપકડ
Advertisement
  • ઈન્દોરના રાજા રઘુવંશી મૃત્યુ કેસમાં મોટો વળાંક
  • મૃતકની પત્ની સોનમ રઘુવંશી સહિત 4ની ધરપકડ
  • ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાંથી મળી સોનમ રઘુવંશી
  • સોનમે હત્યાની સોપારી આપી હતીઃ મેઘાલય DGP
  • મેઘાલયથી 17 દિવસ પહેલા ગુમ થઈ હતી સોનમ
  • 2 જૂને શિલોંગમાંથી મળ્યો હતો રાજાનો મૃતદેહ
  • 11 મેના રોજ લગ્ન બાદ હનીમૂન માટે ગયા હતા બંને
  • 23 મેના રોજ દંપતી લાપતા થયાની ફરિયાદ થઈ

Indore Missing Couple case : ઇન્દોરના નવપરિણીત દંપતી, રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી (Raja Raghuvanshi and Sonam Raghuvanshi) , હનીમૂન માટે મેઘાલયના શિલોંગ (Shillong) ગયા હતા, જ્યા તેમના ગુમ થવાની ઘટનાએ દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં રાજા રઘુવંશી (Raja Raghuvanshi) નો મૃતદેહ મળી આવ્યો હતો અને તેમની પત્ની સોનમ રઘુવંશી (Sonam Raghuvanshi) ઉત્તર પ્રદેશના ગાઝીપુરના એક ઢાબા પરથી મળી આવી છે. આ ઘટનામાં મેઘાલય પોલીસે 4 શકમંદોની ધરપકડ કરી છે, જેમાં સોનમનો પણ સમાવેશ થાય છે, જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આત્મસમર્પણ કર્યું છે.

ઇન્દોર દંપતીના કેસમાં ચોકાવનારો ખુલાસો

આ દંપતી 20 મે, 2025ના રોજ હનીમૂન માટે ઇન્દોરથી મેઘાલય પહોંચ્યું હતું. 23 મેના રોજ શિલોંગ નજીક સોહરા (ચેરાપુંજી) ખાતેના ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજની મુલાકાત લીધા બાદ તેઓ ગુમ થયા હતા. તેમની ભાડાની સ્કૂટર ઓસરા હિલ્સ નજીક લાવારિસ હાલતમાં મળી હતી, અને તપાસ દરમિયાન રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ મળી આવ્યો હતો. જોકે, સોનમનો કોઈ પત્તો નહોતો મળ્યો, જેનાથી તેમના પરિવારજનોમાં ચિંતા વધી ગઈ હતી. તાજેતરના ઘટનાક્રમમાં, ઉત્તર પ્રદેશના ગાઝીપુર પોલીસે સોનમ રઘુવંશીની ધરપકડ કરી છે.

Advertisement

સોનમે પોતે જ પોલીસને કર્યો ફોન

સૂત્રોના જણાવ્યા મુજબ, સોનમે પોતે જ પોલીસને ફોન કરીને પોતાની હાજરીની જાણકારી આપી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ ઇન્દોર પોલીસની ટીમ સોનમને લેવા ગાઝીપુર રવાના થઈ છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસને માત્ર 7 દિવસમાં મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે, અને એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે. અન્ય આરોપીઓની શોધ ચાલુ છે."

Advertisement

કુલ 4 લોકોની ધરપકડ

મેઘાલયના ડીજીપીએ ખુલાસો કર્યો છે કે આ કેસમાં કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સોનમ રઘુવંશીનો પણ સમાવેશ થાય છે. પોલીસે દાવો કર્યો છે કે સોનમ પણ આ હત્યામાં સામેલ હોઈ શકે છે. આ ખુલાસાએ કેસને વધુ જટિલ બનાવી દીધો છે, અને હવે પોલીસ આ ઘટનાના પાછળના ચોક્કસ કારણો અને સંજોગોની તપાસ કરી રહી છે.

ટુરિસ્ટ ગાઈડે શું કર્યો દાવો?

જણાવી દઇએ કે, એક ટુરિસ્ટ ગાઈડે દાવો કર્યો છે કે 23 મે, 2025ના રોજ મેઘાલયના સોહરા (ચેરાપુંજી) વિસ્તારમાં ગુમ થયેલા આ દંપતી સાથે 3 અજાણ્યા પુરુષો જોવા મળ્યા હતા. માવલાખિયાતના ગાઈડ આલ્બર્ટ પીડીએ જણાવ્યું કે તેણે સવારે 10 વાગ્યાની આસપાસ રાજા અને સોનમને 3 પુરુષો સાથે નોંગરિયાતથી માવલાખિયાત તરફ 3,000થી વધુ પગથિયાં ચઢતા જોયા હતા. આ માહિતીની પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી છે, જે આ કેસની તપાસમાં મહત્વનો ફેરફાર લાવી શકે છે. આલ્બર્ટે જણાવ્યું કે, તેણે આ દંપતીને ઓળખી લીધું હતું કારણ કે એક દિવસ પહેલાં તેણે તેમને નોંગરિયાત ઉતરવા માટે પોતાની ગાઈડ સેવા ઓફર કરી હતી, પરંતુ દંપતીએ નમ્રતાપૂર્વક ના કહીને બીજા ગાઈડને રાખ્યો હતો. તેમણે ઉમેર્યું કે આ 4 પુરુષો આગળ ચાલી રહ્યા હતા, જ્યારે સોનમ પાછળ ચાલી રહી હતી. પુરુષો હિન્દીમાં વાતચીત કરી રહ્યા હતા, પરંતુ આલ્બર્ટને ખાસી અને અંગ્રેજી સિવાયની કોઇ ભાષા આવતી ન હોવાના કારણે તે આ વાતચીત સમજી શક્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ ઇન્દોર અને મેઘાલય બંનેમાં ભારે હલચલ મચાવી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે CBI તપાસની માંગ કરી છે, અને તેમણે સોનમના પરિવારને સમર્થન આપવાની ખાતરી આપી છે. આ કેસમાં વધુ ખુલાસા અને આરોપીઓની તપાસથી આગળની વિગતો સામે આવવાની શક્યતા છે, જે આ રહસ્યમય ઘટનાને ઉકેલવામાં મદદ કરશે.

આ પણ વાંચો : Indore Missing Couple case : માનવ તસ્કરીનો સંદેહ, પરિવારને મળી રહી છે ધમકીઓ!

Tags :
Advertisement

.

×