Indore Sonam Case : આ છે "રાજ" જેની માટે બેવફા સોનમે પતિ "રાજા"નું કાસળ કાઢ્યું !
Indore Sonam Case : ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા (Sonam and Raja Raghuvanshi Case)કેસમાં દરેક ક્ષણે આવા ખુલાસા થઈ રહ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે.રાજા હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. 21 વર્ષીય રાજ કુશવાહાને હત્યાનો માસ્ટરમાઇન્ડ કહેવામાં આવી રહ્યો છે.સોનમના કથિત બોયફ્રેન્ડ રાજ કુશવાહ અને હત્યામાં સામેલ અન્ય 2 આરોપીઓની તસવીર સામે આવી છે. પોલીસે કોલ ડિટેલ્સના આધારે રાજની ધરપકડ કરી છે. હત્યામાં 4 આરોપીઓના નામ સામે આવ્યા છે વિશાલ વિક્કી ઠાકુર,આનંદ,આકાશ રાજપૂત અને રાજ કુશવાહ ઇન્દોર પોલીસે મેઘાલય પોલીસ સાથે મળીને અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રાજ કુશવાહ, વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ નામનો વ્યક્તિનો સમાવેશ થાય છે. શિલોંગ પોલીસ ચારેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
શું સોનમે તેના પતિને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો?
સોનમ રઘુવંશી છેલ્લા 17 દિવસથી ગુમ હતી. તેણીને યુપીના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સોનમ મેઘાલયથી ગાઝીપુર કેવી રીતે પહોંચી. સોનમની સાથે પોલીસે 4 આરોપીઓની પણ ધરપકડ કરી છે. આરોપીઓની શરૂઆતી પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને સોનમ તેના પતિ રાજાને સંપૂર્ણ પ્લાનિંગ સાથે મેઘાલય લઈ ગઈ હતી, જોકે, તપાસ બાદ સંપૂર્ણ સત્ય બહાર આવશે.
Vishal Chauhan, Raj Kushwaha and Akash Rajput are the three accused in the Raja Raghuvanshi murder case.
Photo source: Indore Police pic.twitter.com/MLEavcbUL4
— ANI (@ANI) June 9, 2025
આ પણ વાંચો -Indore Sonam Case: ઇન્દોરની સોનમ બેવફા નીકળી, 11 Mayથી - 9 June સુધીની જાણો Time Line
સોનમની ધરપકડની વાર્તા શું છે?
સોનમની પોલીસે યુપીના ગાઝીપુરના એક ઢાબા પરથી ધરપકડ કરી છે. જે ઢાબામાંથી સોનમની ધરપકડ કરવામાં આવી છે તે ગાઝીપુરના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે. ઢાબા સંચાલકે જણાવ્યું કે સોનમ રાત્રે લગભગ 1 વાગ્યે તેના ઢાબા પર આવી હતી. તેણે કહ્યું કે તેને ફોન કરવાનો છે. ઢાબા માલિકે તેના ફોન પર તેની વાત કરી. કહેવામાં આવી રહ્યું છે કે સોનમે તેના ભાઈને ફોન કર્યો, પછી ઢાબા માલિકે પોલીસને ફોન કર્યો, ત્યારબાદ પોલીસે સોનમને પકડી લીધી.
આ પણ વાંચો -રાજા રઘુવંશીની માતાનું ચોકાવનારું નિવેદન, કહ્યું - સોનમને મોતની સજા આપો..!
મેઘાલય પોલીસે શું કહ્યું?
સોનમે ગાઝીપુરમાં જ શા માટે આત્મસમર્પણ કર્યું, રાજાને શિલોંગ લઈ જઈને મારી નાખવાની યોજના કેવી રીતે અને ક્યારે બનાવવામાં આવી હતી? પોલીસ દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. દરમિયાન, આ સમગ્ર કેસ અંગે મેઘાલય પોલીસ અને સોનમના પરિવારના અલગ અલગ દાવા છે. મેઘાલય પોલીસનું કહેવું છે કે સોનમે તેના પતિ રાજાની હત્યા કરાવી હતી. સોનમે રાજાની હત્યા માટે વ્યાવસાયિક હત્યારાઓને રાખ્યા હતા, પરંતુ સોનમનો પરિવાર મેઘાલય પોલીસની આ થિયરીને ખોટી ગણાવી રહ્યો છે. સોનમના પિતાનું કહેવું છે કે મેઘાલય પોલીસ ખોટું બોલી રહી છે અને વાર્તા ઘડી રહી છે.