Indore Dancing Cop Controversy: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં ડાન્સિંગ કૉપના નામથી ઓળખતા એક્ટિંગ હેડ કોન્સ્ટેબલ રંજીતસિંહનું સોશયલ મીડિયા પર અનુશાસનહીનતા દર્શાવવાના આરોપમાં કોન્સ્ટેબલના પદ પરથી ડિમોશન કરવામાં આવ્યું છે. રંજીત સિંહ પર મુંબઈની એક મહિલા સાથે અશ્લિલ ચેટ કરવાના લાગેલા ગંભીર આરોપો બાદ મધ્યપ્રદેશ પોલીસે આ કાર્યવાહી કરી છે. મહિલા સાથે અશ્લિલ ચેટિંગ અને તેને ઈન્દૌર બોલાવવા જેવા આરોપો લગાવાયાના મામલે વિભાગીય તપાસ પૂર્ણ થયા બાદ રંજીતસિંહનું ડિમોશન કરવામાં આવ્યું છે.
એક અધિકારી પ્રમાણે, રંજીત સિંહને ગત વર્ષ એક અન્ય વિવાદીત મામલામાં ફીલ્ડ ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમના પર સોશયલ મીડિયા પર એક મહિલાને ખોટો મેસેજ મોકલવાનો તેમના પર આરોપ હતો. આ મામલામાં તેમની વિરુદ્ધ વિભાગીય તપાસ ચાલી રહી છે.
એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજેશ દંડોતિયાએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ કે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રંજીત સિંહને 2021માં પોલીસ મુખ્યમથકના આદેશ પર એક્ટિંગ હેડ કોન્સ્ટેબલના પદે પ્રમોટ કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે અનુશાસનાત્મક કાર્યવાહી હેટળ રંજીત સિંહને તેમના એક્ટિંગ હેડ કોન્સ્ટેબલના પદ પરથી હટાવીને તેમને તેમના મૂળ પદ પર પાછા મોકલી દેવામાં આવ્યા છે. રાજેશ દંડોતિયાએ કહ્યુ છે કે તાજેતરમાં રંજીત સિંહની કેટલીક તસવીરો અને વીડિયો સોશયલ મીડિયા પર સામે આવ્યા હતા. તેમાં તેમની અનુશાસનહીનતા જોવા મળી હતી. આના સંદર્ભે તેમને ડિમોટ કરવાની આ કાર્યવાહી કરવામાં આવી છે.
![]()
મહિલાને અશ્લિલ મેસેજ મોકલવાનો આરોપ
રાજેશ દંડોતિયાએ કહ્યુ છે કે સોશયલ મીડિયા પર એક મહિલાને ખોટો મેસેજ મોકલવાના આરોપમાં રંજીત સિંહ વિરુદ્ધ વધુ એક મામલે વિભાગીય તપાસ ચાલી રહી છે. ગત વર્ષ એક મહિલાએ સોશયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને રંજીત સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
આ પણ વાંચો: અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ સ્ટેપ: શું 36 વર્ષ જૂનો વિનોદ ખન્નાનો લૂક થયો કોપી?
વીડિયોમાં મહિલા એમ કહેતા સાંભળી શકાય છે કે સોશયલ મીડિયા પર થોડી વાતચીત બાદ પોલીસકર્મીએ કથિતપણે તેને ડાયરેક્ટ મેસેજ મોકલીને ઈન્દૌર આવવા માટે કહ્યું હતું. ત્યાં સુધી કે તેના પ્રવાસ માટે ફ્લાઈટની ટિકિટની વ્યવસ્થા કરવાની પણ પેશકશ કરી હતી.
ડાન્સિંગ કૉપનું સ્પષ્ટીકરણ
આ આરોપોનો ઈન્કાર કરતા ડાન્સિંગ કોપે પણ સોશયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે મહિલા પર બદનક્ષી કરવાનો આરોપ લગાવ્યો છે. રંજીતસિંહે કહ્યુ હતુ કે મહિલાએ એક હળવી વાતચીતને તોડીમરોડીને રજૂ કરી હતી. તેમણે કહ્યુ કે કદાચત સોશયલ મીડિયા પર પોપ્યુલર થવાના ઈરાદે તેમની ઈમેજ ખરાબ કરવાની કોશિશ કરી રહી હતી.
મહિલાના આરોપ બાદ રંજીતસિંહને ફીલ્ડ ડ્યૂટી પરથી હટાવીને પોલીસ લાઈન્સમાં એટેચ કરી દેવામાં આવ્યા હતા. રંજીત સિંહ ઘણાં ટેલિવિઝન કાર્યક્રમોમાં પણ દેખાઈ ચુક્યા છે. તેઓ અમેરિકાના પોપ સ્ટાર માઈકલ જેક્શની યાદ અપાવતા પોતાના મૂનવોક માટે સોશયલ મીડિયા પર ઘણાં પોપ્યુલર છે.
જો કે આ ડાન્સ દરમિયાન તેમના પગ કોઈ સ્ટેજ પર નહીં, પણ ટ્રાફિકવાળા શહેરની બેહદ વ્યસ્ત સડકો પર ચાલી રહ્યા છે. તેઓ પોતાના અલગ અંદાજમાં ટ્રાફિકને કંટ્રોલ કરે છે.
આ પણ વાંચો: લવણ્યા દાસનો અદભુત બેલી ડાન્સ: કમર પર તલવાર બેલેન્સ કરીને નૃત્ય, જૂઓ વીડિયો