Indian Navy માં સામેલ થશે INS ઉદયગિરી-INS હિમગિરી , ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ભારતનો દબદબો વધશે
આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે.
Advertisement
- Indian Navy માં સામેલ થશે INS ઉદયગિરી-INS હિમગિરી
- ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ભારતીય નૌસેનાનો દબદબો વધશે
- બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે
Visakhapatnam : આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે. આ સમારોહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ (Rajnathsingh) ની અધ્યક્ષતામાં યોજાશે. પ્રોજેક્ટ 17A હેઠળ બનેલા આ યુદ્ધ જહાજો મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સફળતાનું પ્રતીક છે. INS ઉદયગિરી એ યુદ્ધ જહાજ ડિઝાઈન બ્યુરો (Warship Design Bureau) દ્વારા ડિઝાઈન કરાયેલ 100મુ જહાજ છે.

