IFR 2026: 60 વર્ષ બાદ INS Vikrant બતાવશે શક્તિ, વિશાખાપટ્ટનમમાં જામશે દુનિયાની નૌસેનાઓનો મેળો
. ડિફેન્સ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે INS Vikrant
. INS Vikrant 18 ફેબ્રુઆરી, 2026ના રોજ IFR 2026માં સામેલ થશે
. ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2026નું વિશાખાપટ્ટનમ ખાતે આયોજન
INS Vikrant IFR 2026 : ભારતીય નૌસેના માટે ઐતિહાસિક પળ આવવાની છે. ભારતનું પેહલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS Vikrant 18 ફેબ્રુઆરી 20026ના રોજ ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ (International Fleet Review) 2026માં ભાગ લેશે. આ રિવ્યૂ બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમના તટ પર થશે. લગભગ 60 વર્ષ બાદ કોઈ ભારતીય એરક્રાફ્ટ કેરિયર ફ્લીટ રિવ્યૂમાં જોવા મળશે. છેલ્લે 1996માં મૂળ INS Vikrant ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં સામેલ થયું હતું.
IFR 2026 શું છે?
IFR એક મોટો આંતરરાષ્ટ્રીય નૌસૈન્ય કાર્યક્રમ હોય છે, જ્યાં દુનિયાની ઘણી નૌસેનાઓ પોતાના યુદ્ધજહાજો સાથે એકઠી થાય છે. આ મેરીટાઈમ ડિપ્લોમસીનું માધ્યમ છે. ભારતે 137થી વધારે દેશોને આના માટે આમંત્રણ મોકલ્યું છે. 60થી વધુ દેશોએ તેમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે.
. 18 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ફ્લીટની સમીક્ષા કરશે. તેઓ INS સુમેઘા (સ્વદેશી ઓફશોર પેટ્રોલ વેસલ) દ્વારા રિવ્યૂ કરશે, જેને આ વખતે પ્રેસિડેન્ટ્સ યૉટ બનાવવામાં આવી છે.
. 15થી 25 ફેબ્રુઆરી સુધી MILAN 2026 (મલ્ટી લેટરલ નેવલ એક્સરસાઈઝ) અને IONS (Indian Ocean Naval Symposium) ચીફ્સ કૉનક્લેવ પણ હશે.
આ પણ વાંચો : 'રોમિયો' પાક.-ચીનની સબમરીનોને શોધીને ખતમ કરશે, નૌસેનામાં સામેલ થયા MH-60R હેલિકોપ્ટર
Oceans connect nations — and cooperation sustains them 🌊⚓
At the heart of the #IndianOceanRegion, India continues to advance maritime security, stability and partnership. 🇮🇳🤝
International Fleet Review 2026 brings the world’s navies together — #UnitedThroughOceans 🌏⚓— IN (@IndiannavyMedia) January 7, 2026
INS VIKRANT શા માટે સૌથી મોટું આકર્ષણ?
INS VIKRANT ભારતનું પહેલું સ્વદેશી વિમાનવાહક જહાજ છે. તે 45 હજાર ટનનું છે અને તેની લંબાઈ 262.5 મીટર, પહોળાઈ 61.6 મીટર અને 1600થી વધુ લોકો તેમાં કામ કરે છે. તેમાં મહિલા અધિકારીઓ પણ સામેલ છે.
. MiG-29K યુદ્ધવિમાન, અમેરિકાથી આવેલા MH-60R રોમિયો હેલિકોપ્ટર, Chetak, Sea King, Kamov-31 વગેરે અને Rafale-M નેવલ ફાઈટર આવવાના છે, જે તેની શક્તિમાં વધારો કરશે
. 2 વર્ટિકલ લોન્ચ સિસ્ટમ (64 Barak-8 મિસાઈલ),4 OTO Melara 76 mm ગન, 4 CIWS (ક્લોઝ ઈન વેપન સિસ્ટમ) જેવી ડિફેન્સ સિસ્ટમ્સથી સજ્જ છે
. એન્ટી સબમરીન વોરફેર, એન્ટી શિપ એટેક, એર ડિફેન્સ, સર્વેલાન્સ, સર્ચ એન્ડ રેસ્ક્યૂની ક્ષમતા ધરાવે છે અને તેને ફ્લોટિંગ એરફીલ્ડ કહેવામાં આવે છે.
. ઓપરેશન સિંદૂરમાં INS Vikrant એ કમાલ કર્યો હતો. 2025માં ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન અરબી સમુદ્રમાં તેનાત થઈને પાકિસ્તાની નૌસેનાને બેઝથી બહાર આવતા રોકી. તેનાથી કેરિયર બેટલ ગ્રુપની શક્તિ સાબિત થઈ. હવે IFRમાં આ દુનિયાને ભારતની સમુદ્રી શક્તિ દેખાડશે.
Highlights from INS Vikrant, including the Air Power Demo, a vibrant cultural programme and more… pic.twitter.com/Br943m0oCC
— Narendra Modi (@narendramodi) October 20, 2025
અન્ય સ્વદેશી જહાજો પણ થશે સામેલ
. નીલગિરી-ક્લાસ ફ્રિગેટ્સ (પ્રોજેક્ટ્સ 17A)- સ્ટેલ્થ ફ્રિગેટ્સ, 1980 બાદ પહેલીવાર ફ્લીટ રિવ્યૂમાં સામેલ થશે
. વિશાખાપટ્ટનમ ક્લાસ ડિસ્ટ્રોયર, અર્નાલા-ક્લાસ ASW કૉર્વેટ્સ વગેરે.
ભારતની ફ્લિટ રિવ્યૂ પરંપરા
. 1953માં પેહલો ફ્લીટ રિવ્યૂ બોમ્બેમાં થયો હતો
. 1966માં મૂળ INS Vikrant એ ફ્લીટ રિવ્યૂમાં ભાગ લીધો
. 2001માં મુંબઈમાં પહેલો IFR
. 2016માંવિશાખાપટ્ટનમમાં United Through Oceans થીમ પર બીજો IFR
. 2026માં ત્રીજો IFR - હવે ભારત બિલ્ડર નેવી બની ચુકી છે, જ્યાં સ્વદેશી જહાજો પર ભાર મૂકાયો છે
IFR 2026 ભારતનું મેરીટાઈમ પાવર, આત્મનિર્ભરતા અને ઈન્ડો-પેસિફિકમાં નેતૃત્વ દર્શાવશે. આ મિત્રતા નૌસેનાઓ સાથે સહયોગ વધારશે અને ડિટરન્સનો પણ સંદેશ આપશે.
આ પણ વાંચો : 2026માં Indian Navy માં 19 યુદ્ધજહાજો સામેલ થશે, 2035 સુધીમાં 200નું લક્ષ્ય


