Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Labour Day : જાણો શા માટે 1 મેના રોજ જ મનાવવામાં આવે છે મજૂર દિવસ?

Labour Day : દુનિયાભરમાં અગણિત શ્રમિકો તેમની સખત મહેનત દ્વારા સમાજ અને અર્થતંત્રનો પાયો મજબૂત બનાવે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તેમના શ્રમને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસને અંગ્રેજીમાં Labour Day તરીકે ઓળખવામાં આવે છે.
labour day   જાણો શા માટે 1 મેના રોજ જ મનાવવામાં આવે છે મજૂર દિવસ
Advertisement
  • Labour Day : શ્રમિકોના પરસેવાનું સન્માન: આજે મજૂર દિવસ!
  • 1886ના શિકાગો આંદોલનથી થઈ હતી શરૂઆત
  • ભારતમાં 1923માં ચેન્નાઈથી થયો હતો પ્રારંભ
  • 8 કલાક કામના અધિકાર માટે મજૂરોએ આપ્યું બલિદાન
  • વિશ્વના વિકાસમાં શ્રમિકોના ફાળાને બિરદાવતો દિવસ

Labour Day  : દુનિયાભરમાં અગણિત શ્રમિકો તેમની સખત મહેનત દ્વારા સમાજ અને અર્થતંત્રનો પાયો મજબૂત બનાવે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તેમના શ્રમને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસને અંગ્રેજીમાં Labour Day તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે આ દિવસ એવી આશા સાથે ઉજવવામાં આવે છે કે શ્રમિકો જેના પણ હકદાર છે તે તમામ હક તેમને મળી રહે. તો આજે જાણીએ કે આજના દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળનો ઈતિહાસ શું છે ?

Labour Day 2026 :  મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

ભારતમાં, તેમજ ક્યુબા અને ચીન જેવા અન્ય દેશોમાં, આ દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. ઘણા દેશોમાં મે મહિનાનો પહેલો દિવસ સત્તાવાર રજા આપવામાં આવે છે. Labour Dayની ઉજવણી શ્રમિકોના કાર્યને બિરદાવવા અને તેમના તમામ હક મળી રહે તે માટે કરવામાં આવે છે.

Advertisement

Advertisement

મજૂર દિવસનો ઇતિહાસ

આ દિવસ ટ્રેડ યુનિયન ચળવળથી ઉદ્ભવ્યો હતો. તે કામદારોના અધિકારોના ઉલ્લંઘન સામે ભૂતકાળના મજૂર સંઘર્ષોને યાદ કરે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ 19મી સદીમાં શરૂ થયો હતો. એવું કહેવાય છે કે તે સમયે, કામદારોને દિવસમાં 12-16 કલાક કામ કરાવવામાં આવતું હતું. આનાથી પરેશાન થઈને, 1 મે, 1886 ના રોજ, અમેરિકાના શિકાગોમાં હજારો કામદારોએ આઠ કલાકના કાર્યદિવસની માંગણી સાથે હડતાળ પાડી. આ આંદોલન હેમાર્કેટ અફેર તરીકે પ્રખ્યાત થયું.

આંતરરાષ્ટ્રીય દિવસની વાર્તા

એવું કહેવાય છે કે 1889 માં, સેકન્ડ ઇન્ટરનેશનલ નામની એક સંસ્થાએ 1 મે ને મજૂર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ પછી જ ઘણા દેશોમાં તેની ઉજવણી શરૂ થઈ. ભારતમાં, મજૂર દિવસ સૌપ્રથમ 1923 માં ચેન્નાઈમાં ઉજવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Stale Dough : ફ્રીજમાં રાખેલો લોટ તમારા સ્વાસ્થ્ય માટે કેટલો સુરક્ષિત? જાણો સત્ય

Tags :
Advertisement

.

×