ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

International Space Station : અવકાશમાંથી શુભાંશુ શુક્લાએ આપ્યો વિદાય સંદેશ, અનડોકિંગ પહેલા કહ્યું 'ભારત સારે જહાં સે અચ્છા'

શુભાંશુ શુક્લા અવકાશ મથકમાં વિદાય લેશે. 6 મિલિયન માઈલથી વધુ અંતર કાપ્યું સમારંભનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું વિશ્વભરના લાખો લોકોએ નિહાળ્યું હતું International Space Station : ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla )આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર...
10:20 PM Jul 13, 2025 IST | Hiren Dave
શુભાંશુ શુક્લા અવકાશ મથકમાં વિદાય લેશે. 6 મિલિયન માઈલથી વધુ અંતર કાપ્યું સમારંભનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું વિશ્વભરના લાખો લોકોએ નિહાળ્યું હતું International Space Station : ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla )આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર...
Shubhanshu Shukla

International Space Station : ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla )આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા પછી અવકાશમાં વિદાય લેશે. આ ખાસ ક્ષણનું આજે (ભારતીય સમય) સાંજે 7:25 વાગ્યે વિદાય સમારંભ તરીકે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને વિશ્વભરના લાખો લોકોએ નિહાળ્યું હતું. વિદાય કાર્યક્રમમાં Ax-4 મિશનની ટીમ અને NASAની Expedition 73 ટીમના સભ્યો પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે શુભાંશુ શુક્લા ISS પહોંચનારા પહેલા ભારતીય છે. વિદાય સમારંભમાં ભારત માટે સંદેશ આપતા શુભાંશુ શુક્લાએ કહ્યું કે - સારે જહાં સે અચ્છા.

6 મિલિયન માઈલથી વધુ અંતર કાપ્યું

તમને જણાવી દઈએ કે 26 જૂન 2025ના રોજ શુભાંશુ શુક્લા અને તેમના સાથીઓ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી SpaceX ના ડ્રેગન અવકાશયાન દ્વારા Ax-4 મિશન માટે રવાના થયા હતા. આ મિશનમાં અમેરિકાના અનુભવી અવકાશયાત્રી પેગી વ્હિટસન કમાન્ડર હતા, જ્યારે અન્ય સભ્યો પોલેન્ડના સેવોઝ ઉઝનાન્સ્કી અને હંગેરીના ટિબોર કાપુ હતા. આ ચારેય યાનોએ પૃથ્વીની આસપાસ 250થી વધુ વખત પરિભ્રમણ કર્યું અને 6 મિલિયન માઈલથી વધુ અંતર કાપ્યું. 17 દિવસની આ યાત્રા દરમિયાન અવકાશયાનના ક્રૂએ 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાં સૂક્ષ્મ શેવાળ અને નવી સેન્ટ્રીફ્યુગેશન તકનીકો પર સંશોધનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -America FBI arrested: અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી સહિત 8ની ધરપકડ!

15 જુલાઈએ પૃથ્વી પર પરત ફરશે શુભાંશુ શુક્લા

વિદાય સમારંભ પછી 14 જુલાઈએ બપોરે 2:25 વાગ્યે (IST), ક્રૂ સ્પેસએક્સના ડ્રેગન વિમાનમાં ચઢશે અને જરૂરી પૂર્વ-ઉડાન તપાસ પૂર્ણ કર્યા પછી 4:34 વાગ્યે ISSથી અલગ થઈ જશે. 15 જુલાઈએ બપોરે લગભગ 3:00 વાગ્યે કેલિફોર્નિયાના કિનારે સ્પ્લેશડાઉન સાથે તેમનું પૃથ્વી પર ઉતરાણ થશે. ISRO અનુસાર પૃથ્વી પર પાછા ફર્યા પછી, શુભાંશુ શુક્લાને 7 દિવસના પુનર્વસન પ્રોગ્રામમાંથી પસાર થવું પડશે, જેથી તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં આરામદાયક બની શકે.

આ પણ વાંચો -US visa rules : નવી વીઝા ઇન્ટીગ્રિટી ફીના કારણે America જવા ખર્ચવા પડશે વધુ પૈસા, જાણો કેમ લાગૂ કરાયા નવા નિયમો?

શુભાંશુના સ્વાગત માટે તૈયારીઓ શરૂ

શુભાંશુનો પરિવાર તેના પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તેમના વતનમાં તેમનું સ્વાગત કરવા માટે તૈયારીઓ થઈ રહી છે. આ સિદ્ધિ ભારતના અવકાશ કાર્યક્રમ માટે એક મોટો સીમાચિહ્નરૂપ છે. રાકેશ શર્મા પછી શુભાંશુ અવકાશમાં જનારા બીજા ભારતીય બન્યા છે, જ્યારે તેઓ ISS સુધી પહોંચનારા પ્રથમ ભારતીય છે. તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વૈજ્ઞાનિક પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે અને દેશભરના યુવાનોને પ્રેરણા આપી છે. શુભાંશુ શુક્લાની આ યાત્રા માત્ર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ તરીકે પણ મહત્વપૂર્ણ છે. જ્યારે શુભાંશુ અવકાશને વિદાય આપશે, ત્યારે ભારતનું નામ પણ તેમના નામ સાથે ગર્વથી જોડાશે. તેમનું મિશન દેશ માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક બની ગયું છે.

Tags :
Gaganytaan MissionIndia Today ScienceISROIsro Shubhanshu ShuklaISSscience newsShubhanshu ShuklaShubhanshu Shukla experimentsShubhanshu Shukla in spaceShux in spacespace stationWho is Shubhanshu Shukla
Next Article