Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kandaswamy Temple: મંદિરની દાન પેટીમાં પડી ગયો iPhone, મંદીર પ્રશાસને કહ્યું – આ હવે ભગવાનની સંપત્તિ

Kandaswamy Temple: આ ઘટના થિરુપુરરના શ્રી કંડાસ્વામી મંદિરમાં બની હતી. જે ભક્ત સાથે આ ઘટના બની તેનુ નામ દિનેશ છે. દિનેશ મંદિરમાં દાન કરી રહ્યો હતો ત્યારે તેનો આઇફોન અકસ્માતે દાનપેટીમાં પડી ગયો હતો.
kandaswamy temple  મંદિરની દાન પેટીમાં પડી ગયો iphone  મંદીર પ્રશાસને કહ્યું – આ હવે ભગવાનની સંપત્તિ
Advertisement
  • અકસ્માતે મંદિરની દાનપેટીમાં પડી ગયો iPhone
  • દાનપેટીમાં નાંખેલી કોઈપણ વસ્તુ ભગવાનની સંપત્તિ
  • થિરુપુરરના શ્રી કંડાસ્વામી મંદિરમાં બની હતી ઘટના
  • પ્રશાસને કહ્યુ, ફોનનો ડેટા લઈ શકો છે
  • મંદીર પ્રશાસન વળતર આપવાની શક્યતા પર કરશે વિચાર

Kandaswamy Temple: આ ઘટના થિરુપુરરના શ્રી કંડાસ્વામી મંદિરમાં બની હતી. જે ભક્ત સાથે આ ઘટના બની તેનુ નામ દિનેશ છે. દિનેશ મંદિરમાં દાન કરી રહ્યો હતો ત્યારે તેનો આઇફોન અકસ્માતે દાનપેટીમાં પડી ગયો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેણે મંદિર પ્રશાસનને ફોન પરત કરવાની અપીલ કરી હતી.

દાનપેટીમાં નાંખેલી કોઈપણ વસ્તુ ભગવાનની મિલકત

તમિલનાડુના તિરુપુર સ્થિત અરુલમિગુ કંડાસ્વામી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ભક્તનું કહેવું છે કે, મંદિર પ્રશાસન તેનો આઇફોન પરત કરી રહ્યું નથી, જે દાનપેટીમાં આકસ્મિક રીતે પડી ગયો હતો. વિનયગપુરમના રહેવાસી દિનેશે કહ્યું કે, તેનો આઇફોન અકસ્માતે મંદિરની દાન પેટીમાં પડી ગયો હતો. જ્યારે તેણે મંદિરના પ્રશાસન પાસેથી ફોન પાછો માંગ્યો, ત્યારે તેને કહેવામાં આવ્યું કે, દાનપેટીમાં નાંખેલી કોઈપણ વસ્તુ ભગવાનની મિલકત માનવામાં આવે છે.

Advertisement

મંદિર પ્રશાસનને ફોન પરત કરવાની અપીલ

તમિલનાડુના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ વિભાગ (HR&CE) એ સ્પષ્ટતા કરી છે કે, દામપેટીમાં જે પણ ચઢાવો ચઢાવામાં આવે છે તે મંદિરની મિલકત બની જાય છે. આ ઘટના થિરુપુરરના શ્રી કંડાસ્વામી મંદિરમાં બની હતી. ભક્તનું નામ દિનેશ જણાવવામાં આવ્યું છે. દિનેશ મંદિરમાં દાન કરી રહ્યો હતો ત્યારે તેનો આઇફોન અકસ્માતે દાનપેટીમાં પડી ગયો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેણે મંદિર પ્રશાસનને ફોન પરત કરવાની અપીલ કરી હતી.

Advertisement

મંદિર પ્રશાસને કહ્યું- ફોનનો ડેટા લઈ શકો છો

શુક્રવારે જ્યારે દાનપેટી ખોલવામાં આવી ત્યારે તેમાંથી ફોન મળી આવ્યો હતો. મંદિર પ્રશાસને દિનેશને ફોન કર્યો અને કહ્યું કે, તમે તમારા ફોનનો ડેટા લઈ શકો છે, પરંતુ ફોન પરત કરવામાં નહીં આવે. જો કે, દિનેશે ડેટા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ફોન પરત કરવાની માંગ કરી હતી. શનિવારે જ્યારે એચઆર એન્ડ સીઈ (HR&CE) મંત્રી પીકે શેખર બાબુ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, "દાનપેટીમાં જે પણ ચઢાવો આવે છે, તે જાણી જોઈને આવે કે પછી આકસ્મિક રીતે આવે, તે ભગવાનના ખાતામાં જાય છે."

આ પણ વાંચો: ISRO અને યુરોપિયન સ્પેસ એજન્સીએ માનવ અવકાશ ઉડાનને આગળ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા 

મંદીર પ્રશાસન વળતર આપવાની શક્યતા પર કરશે વિચાર

તેમણે કહ્યું, "મંદિરોમાં પ્રચલિત પરંપરા અને નિયમો મુજબ, દાનપેટીમાં ચઢાવવામાં આવેલી કોઈપણ વસ્તુ પરત કરી શકાતી નથી. તે ભગવાનની સંપત્તિ બની જાય છે." જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ આ બાબતે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને જરૂર પડ્યે ભક્તને વળતર આપવાની શક્યતા પર વિચાર કરશે.

આ પહેલા પણ આવા કિસ્સા સામે આવ્યા છે

તમિલનાડુમાં આ પ્રકારનો મામલો પહેલીવાર સામે નથી આવ્યો. એક વરિષ્ઠ HR&CE અધિકારીએ જણાવ્યું કે, મે 2023માં, કેરળના અલપ્પુઝાની એસ. સંગીતા નામની મહિલાનું 1.75 તોલા સોનું આકસ્મિક રીતે પલાનીના પ્રખ્યાત શ્રી ધનાદયુથાપાની સ્વામી મંદિરની દાનપેટીમાં પડી ગયું હતું. સીસીટીવી ફૂટેજ દ્વારા પુષ્ટિ કર્યા પછી અને મહિલાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, ટેમ્પલ ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષે પોતાના અંગત ખર્ચે સોનાની નવી ચેઇન બનાવી અને તેને પરત કરી હતી. જો કે, અધિકારીએ કહ્યું કે, 1975ના દાનપેટીના નિયમો મુજબ, દાનપેટીમાં કરવામાં આવેલ કોઈપણ ચઢાવો પરત કરી શકાતો નથી. તેને મંદિરની સંપત્તિ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Popcorn પર લાગશે 3 પ્રકારના GST, દેશમાં વેપારનો આંકડો જાણી રહેશો દંગ

Tags :
Advertisement

.

×