IRCTC: 15 રૂપિયાની રેલ નીર પાણીની બોટલે કેટલા કરોડ કમાવ્યા? જાણો આંકડા
- IRCTC 5 ની રેલ નીરની બોટલમાં કરોડોની કમાણી
- ક્વાર્ટરમાં 358 કરોડ રૂપિયાનો નફો કર્યો
- ગત વર્ષે 284 કરોડ રૂપિયા નોંધાયો
IRCTC: ટ્રેનમાં મુસાફરી દરમિયાન રેલવે સ્ટેશન (IRCTC)અને ટ્રેનમાં મળતી માત્ર રૂપિયા 15 ની રેલ નીરની (Rail Neer)બોટલથી કરોડોની કમાણી થઈ છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC દ્વારા સસ્તા ભાવે વેચાતી પાણીની બોટલ તથા કેટરિંગમાં અધધ કહી શકાય તેટલો નફો થયો છે. IRCTCના Qarter 4ના પરિણામોમાં વિગતો સામે આવી છે.
IRCTC એ ચોથા ક્વાર્ટરના પરિણામોમાં જણાવવામાં આવ્યું છે કે, આ ક્વાર્ટરમાં 358 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં આ નફો 284 કરોડ રૂપિયા નોંધાયો હતો. આ વ્યવસાયમાં નફો 10 ટકા વધીને રૂ. 1269 કરોડ થયો છે, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 1152 કરોડ હતો.
આ પણ વાંચો -Share Market: શેરબજારમાં તેજી સાથે બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો
રેલ નીરમાંથી થતી કમાણી
IRCTC એ રેલ નીર પાસેથી 96 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડા નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટર દરમિયાનના છે. કંપનીએ ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન એટલી જ કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં IRCTC નો નફો 83 કરોડ રૂપિયા હતો.
આ પણ વાંચો -RBI નો વાર્ષિક રિપોર્ટ જારીઃ બેલેન્સ શીટ 8.20% વધીને ₹76.25 લાખ કરોડ થઈ, સરકારને રૂ. 2.69 લાખ મળ્યા
કેટરિંગ સર્વિસ
IRCTC ના કેટરિંગમાં નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટર દરમિયાન 529 કરોડ રૂપિયાની કમાણી થઈ જે ત્રીજા ક્વાર્ટરમાં 555 કરોડ રૂપિયા હતી. વર્ષના ચોથા ક્વાર્ટરમાં કેટરિંગમાંથી 531 કરોડ રૂપિયા કમાયા હતા.
ઇન્ટરનેટ ટિકિટિંગની આવક
નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં ઇન્ટરનેટ ટિકિટિંગથી રૂ. 372 કરોડનો નફો થયો છે, ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 354 કરોડનો નફો થયો હતો. ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર દરમિયાન આ નફો 2342 કરોડ રૂપિયા હતો.