BMC Election માં શિવસેના (UBT)ની દુર્ગતિના અસલી વિલન રાજ ઠાકરે?
. BMC Election માં ભાજપ-એકનાથ શિંદની શિવસેનાની મહાયુતિ અવ્વલ
. કૉંગ્રેસથી અળગા રહીને રાજ ઠાકરે સાથે ગઠબંધન ઉદ્ધવ ઠાકરેની વ્યૂહાત્મક ભૂલ
. મુંબઈ-મહારાષ્ટ્રમાં ભાજપનો આક્રમક ઉભાર, શિંદેની શિવસેનાનો સાથ ચમત્કારી બન્યો
BMC Election: મહારાષ્ટ્રમાં ભાજપ-એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને બીએમસીની ચૂંટણી (BMC Election) માં મોટી જીત મળતી દેખાઈ રહી છે. સૌથી મોટી દુર્ગતિ શિવસેના-યુબીટીની થઈ રહી છે. રાજ ઠાકરેની સાથે ચૂંટણી જોડાણ કરીને ઈલેક્શન લડવાનું પણ ઉદ્ધવ ઠાકરે માટે માફક આવ્યું નથી. આ હાલ મહારાષ્ટ્રના નગર નિગમની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહ્યા છે. ભાજપની તસવીર અહીં પણ સતત મોટી થઈ રહી છે.
મહારાષ્ટ્રના 29 નગર નિગમો પર ભાજપની જબરદસ્ત પકડ બનતી દેખાઈ રહી છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોમાં તેમના સહયોગી એકનાથ શિંદેની પાર્ટી શિવસેના પણ પોતાના પ્રભાવવાળા વિસ્તારોમાં જીત નોંધાવી રહી છે. કુલ 2859 વોર્ડોમાંથી 1553ના ટ્રેન્ડ સામે આવી ચુક્યા છે. તેમાં ભાજપને અડધાથી વધુ બેઠકો પર બઢત મળતી દેખાઈ રહી છે. જો શિવેસનાને જોડવામાં આવે તો મહાયુતિને સરેરાશ બે તૃતિયાંશથી વધુ વોર્ડોમાં જીત મળતી દેખાઈ રહી છે. કુલ મળીને નગર નિગમોની ચૂંટણીના પરિણામો પર વિધાનસભા ચૂંટણીના પરિણામોની રાહ પર ચાલી રહ્યા છે અને મરાઠી માનુસને લઈને મચાવવામાં આવેલો ઠાકરે બંધુઓનો શોર વોટર્સે જાણે કે સાંભળ્યો જ નથી, તેવી સ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે.
મરાઠી વોટોનું વિભાજન-મરાઠી પ્રાઈડ કેમ્પેન બિનઅસરકાર
ઠાકરે બંધુઓએ મરાઠી માનૂસ પર ભાર મૂક્યો અને એક્સિસ માય ઈન્ડિયા પ્રમાણે, મરાઠી વોટર્સમાં તેમને 49 ટકા હિસ્સો મળ્યો છે. પરંતુ મુંબઈમાં મરાઠી વોટર કુલ 38 ટકા છે, જ્યારે ઉત્તર ભારતીય, ગુજરાતી અને અન્ય સમુદાય (30થી 35 ટકા) ભાજપના પક્ષમાં મજબૂતાઈથી રહ્યા. મહાયુતિએ આ બિન-મરાઠી વોટોને મજબૂતાઈથી જોડયા. ઠાકરે ગઠબંધનનું ફોક્સ માત્ર મરાઠી વોટર્સ જ રહી ગયા, જે અપુરતું સાબિત થયું. બિનમરાઠી ભાષીને મરાઠી બોલવા માટે મજબૂર કરવાની ઘટનાઓએ ઉત્તર અને દક્ષિણ ભારતીયોને જ નહીં, પણ મરાઠીઓને પણ નારાજ કર્યા હતા.
#WATCH | Delhi: Celebrations at the BJP Headquarters as the party leaders distribute sweets following Maharashtra civic body elections, which show BJP-Shiv Sena's Mahayuti leading. pic.twitter.com/GBXQYGfJkI
— ANI (@ANI) January 16, 2026
રાજ ઠાકરે સાથે ગઠબંધન ઉદ્ધવ ઠાકરેની વ્યૂહાત્મક ભૂલ
ઘણાં વિશ્લેષકોએ રાજ ઠાકરે સાથે ઉદ્ધવ ઠાકરેના ગઠબંધનને વ્યૂહાત્મક રાજકીય ભૂલ ગણાવી છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પહેલેથી જ કમજોર હતી, (તેણે ગત સ્થાનિક ચૂંટણીઓમાં ખાતું ખોલ્યું ન હતું) અને તેમની સાથે જવાથી ઉદ્ધવને કોઈ મોટો ફાયદો થઈ શકે તેમ ન હતો. આ બધું જાણવા છતાં પણ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસનો સાથ છોડીને રાજ ઠાકરેને કેમ પસંદ કર્યા, તે સમજમાં આવી રહ્યું નથી.
રાજ ઠાકરેની એમએનએસનો ઈતિહાસ ઉત્તર ભારતીય વિરોધી રહ્યો છે. તેમની સાથે ગઠબંધનથી મુંબઈના ઉત્તર ભારતીય (જે કુલ વોટર્સનો મોટો હિસ્સો છે) ઠાકરે ગઠબંધનથી દૂર થઈ ગયા અને ભાજપ-શિંદે જૂથ તરફ ચાલ્યા ગયા.
કોંગ્રેસની સાથે ગઠબંધનના સ્થાને એમએનએસને પસંદ કરવાનું પરિણામ એ થયું કે લઘુમતી વોટોથી પણ પાર્ટી હાથ ધોઈ બેઠી. ઉદ્ધવ ઠાકરેની શિવસેના ન હિંદુઓની થઈ અને ન મુસ્લિમોની. કોંગ્રેસ મુંબઈમાં વધારે પ્રભાવશાળી હતી. કોંગ્રેસના વોટ પણ શિવસેના યુબીટીમાં ટ્રાન્સફર થઈ શકે તેમ હતા. સ્પષ્ટ છે કે જો કોંગ્રેસ સાથે રહેત તો શિવસેના યુબીટીનું પ્રદર્શન સારું રહેવાની પણ સંભાવના હતી.
કોંગ્રેસની સરખામણીએ એમએનએસ મુંબઈમાં સંગઠનાત્મક રીતે પણ નબળી હતી. જો કોંગ્રેસની સાથે ગઠબંધન હોત, તો મરાઠી, લઘુમતી, ઉત્તર ભારતીય વોટોનું સારું સંયોજન શક્ય હતું, પરંતુ રાજ ઠાકરેની સાથે આ સંતુલન બગડી ગયું.
#WATCH | Mumbai | On #BMCElections Shiv Sena (UBT) leader Sanjay Raut says, "The voting pattern that has been going on in a city like Mumbai is a serious matter. Names of thousands of people, who have even voted in the Assembly elections, are missing in areas where Shiv Sena… pic.twitter.com/BOnlxfFjqL
— ANI (@ANI) January 16, 2026
ઠાકરે બ્રાંડનું નબળું પડવું અને જનતાથી નાતો તૂટવો
ઠાકરે પરિવારની બ્રાન્ડ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના જીવનકાળ દરમિયાન મુંબઈમાં અજેય હતી. પરંતુ 2022માં શિવસેનાના વિભાજન બાદ તે ઘણી ક્ષીણ થઈ ગઈ. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને ચૂંટણી પંચે અસલી શિવસેના માની નથી અને ધનુષ્ય-બાણનું ચિન્હ શિંદે જૂથને મળ્યું. આ સામાન્ય ધારણા બની ચુકી છે કે ઠાકરે પરિવાર સામાન્ય લોકોની સાથે હળતો-મળતો નથી. જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે સત્તામાં હતા, ત્યાં સુધી તેમનું ધારાસભ્યોને પણ મળવાનું નહીં થતું હોવાને લઈને ગણગણાટ હતો. ભાજપના નેતાઓ અને શિંદે સેનાના નેતાઓનો પણ આરોપ રહ્યો છે કે ઠાકરે પરિવાર મહારાષ્ટ્રના લોકો સાથે એવા સંપર્ક રાખતો નથી કે જેવું પહેલા હતું. તેની સાથે યુવા અને નવી પેઢીના મતદાતાઓમાં ઠાકરે નામની અપીલ ઘટી છે, જ્યારે 18થી 25 વર્ષના વયજૂમાં ભાજપને જબરદસ્ત સમર્થન મળ્યું.
આ પણ વાંચો: BMC Election: મુંબઈમાં 30% મરાઠી પર 60 વોર્ડમાં ઉત્તર ભારતીયોનું વર્ચસ્વ, જાણો મત સમીકરણ
મહાયુતિની મજબૂત સંગઠનાત્મક શક્તિ અને વિકાસ એજન્ડા
ભાજપ-શિંદે શિવસેનાએ સંગઠન સ્તર પર સારું કામ કર્યું. દેવેન્દ્ર ફડણવિસ અને એકનાથ શિંદેની જોડીએ કેન્દ્રીય યોજનાઓ, વિકાસકાર્યો અને એક રાષ્ટ્ર-એક ચૂંટણી જેવા મુદ્દાઓ પર ફોક્સ કર્યું. મહાયુતિના વોટ શેહ 42-45 ટકા હોવાનું અનુમાન પણ વ્યક્ત થયું, જ્યારે ઠાકરે ગઠબંધનને 2થી 37 ટકાનું અનુમાન હતું. ભાજપે બિનમરાઠી વોટ બેઝને મજબૂત કર્યો, જ્યારે શિંદે સેનાએ ગ્રાસરુટ લેવલ પર મરાઠીઓને ગઠબંધનની સાથે લાવવામાં સફળતા મેળવી.
#WATCH | Mumbai: On Maharashtra civic body elections, Shiv Sena leader Shaina NC says, "The exit polls are just a trailer, the results will be out in 2 hours. The public has decided the mandate for 29 Municipal Corporations on the basis of development and Eknath Shinde's work of… pic.twitter.com/f9TVSJW75v
— ANI (@ANI) January 16, 2026
રાજ ઠાકરેના તકવાદી રુપ પર મરાઠીઓ ભરોસો દાખવી શક્યા નહીં
રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવતી વખથે આશા જગાવી હતી કે તે શિવસેનાના સ્વાભાવિક ઉત્તરાધિકારી બની શકે છે. શરૂઆતની બીએમસી ચૂંટણીઓમાં એમએનએસએ પ્રભાવ પણ દર્શાવ્યો. પરંતુ સમયની સાથે એમએનએસની રાજનીતિ આસપાસના વિચારોથી સંચાલિત થવા લાગી. રાજ ઠાકરે ક્યારેક મરાઠી, ક્યારેક હિંદુત્વ અને ક્યારેક ભાજપ સાથે ઘનિષ્ઠતા જેવા રાજકીય સ્વરૂપોમાં જોવા મળ્યા. તેને કારણે મતદાતાઓ તેમના પર સ્થાયી ભરોસો દાખવી શક્યા નહીં. તેની સાથે તેમના સંગઠનનું વિસ્તરણ ઘણું ઓછું થઈ શક્યું. સ્થાનિક મુદ્દાઓ પર સ્થિર રાજનીતિના અભાવે એમએનએસ બીએમસી જેવી ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા નિભાવી શકી નથી.
ભાજપનું આક્રમક વિસ્તરણ અને શિંદે સેનાને મહત્વ અપાયું
બીએમસીમાં ઠાકરે બંધુઓની દુર્ગતિનું એક મહત્વનું કારણ ભાજપનો મહારાષ્ટ્ર-મુંબઈમાં આક્રમક ઉભાર છે. ભાજપે ગત એક દશકમાં મુંબઈમાં પોતાનો સંગઠનિક આધાર મજબૂત કર્યો. ઉત્તર ભારતીય મતદાતા, ગુજરાતી-વણિક વર્ગ અને મધ્યમવર્ગીય હિંદુત્વ સમર્થક વર્ગ ભાજપની સાથે સંગઠિત થયો.
ભાજપે બીએમસીને મિની વિધાનસભાની જેમ લડવાની રણનીતિ અપનાવી. સંસાધનો, પ્રચાર અને નેતૃત્વ ત્રણેય સ્તરે સરસાઈ બનાવી. ઠાકરે બંધુઓની વિખેરાયેલી રાજનીતિની સામે ભાજપ એક સંગઠિત અને આત્મવિશ્વાસી વિકલ્પ તરીકે ઉભર્યું. શિવસેનાના નેતા એકનાથ શિંદેને પુરતું મહત્વ આપવામાં આવ્યું. સીટ શેયરિંગમાં પણ તેમને બરાબર મહત્વ અપાયું.
આ પણ વાંચો: નાગપુરમાં BJPનો કેસરીયો: RSSના ગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ, BMC-પુણેમાં પણ ભાજપ આગળ

