આસાન નથી 'One Nation-One Election'કરાવવુ, જાણો કેટલો ખર્ચો થશે ?
- વન નેશન વન ઈલેક્શન કરાવવું આસાન નથી
- ચૂંટણી પંચે આ અંગે એક આંતરિક મૂલ્યાંકન કર્યું
- વન નેશન વન ઇલેક્શનમાં ઘણા પડકાર
One Nation One Election: દેશમાં છેલ્લા ઘણા સમયથી વન નેશન વન ઈલેક્શનને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. હવે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે કેટલો ખર્ચ થશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, 2029 માં વન નેશન વન ઇલેક્શન કરવા માટે, ચૂંટણી પંચને 1 કરોડ EVM, 34 લાખ VVPAT મશીનો, 48 લાખ બેલેટિંગ યુનિટ અને 35 લાખ કંટ્રોલ યુનિટની જરૂર પડશે, જેનો કુલ ખર્ચ 5,300 કરોડ રૂપિયાથી વધુ હશે.
ચૂંટણી પંચે આંતરિક મૂલ્યાંકન કર્યું
ETના અહેવાલ મુજબ, ચૂંટણી પંચે આ અંગે એક આંતરિક મૂલ્યાંકન કર્યું છે, જેમાં તેણે અંદાજ લગાવ્યો છે કે એકસાથે ચૂંટણી કરાવવામાં 5,300 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. હાલમાં વન નેશન વન ઈલેક્શન બિલ સંયુક્ત સંસદીય સમિતિ પાસે છે, જેના પર સૂચનો લેવામાં આવી રહ્યા છે.
વન નેશન વન ઇલેક્શનમાં પડકાર
ભારતના ચૂંટણી પંચ (ECI) પાસે હાલમાં 30 લાખથી વધુ બેલેટિંગ યુનિટ્સ (BUs), 22 લાખ કંટ્રોલ યુનિટ્સ (CUs) અને લગભગ 24 લાખ VVPAT છે. BU અને CU મળીને EVM બનાવે છે. પરંતુ 2013-14 ના ઘણા મશીનો 2029 માં કામમાં નહી લેવાય. આના પરિણામે 2029 માં એકસાથે ચૂંટણીઓ યોજવા માટે લગભગ 20 લાખ BU, 13.6 લાખ CU અને 10 લાખ VVPAT ની અછત ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો : જ્યોતિ મલ્હોત્રાના પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કિસ્સામાં ટ્વીસ્ટ! સામે આવ્યું 'કેક' કનેક્શન
EVM-VVPAT ની જરૂરિયાતને સમજવા માટે ત્રણ મુખ્ય મુદ્દાઓ
- મતદાન મથકોની સંખ્યા - 2024ની લોકસભા ચૂંટણીમાં 10.53 લાખ મતદાન મથકો હતા. ECIનો અંદાજ છે કે 2029માં તેની સંખ્યા 15% વધીને 12.1 લાખથી વધુ થશે.
- EVM ની જરૂરિયાત: સામાન્ય રીતે દરેક મતદાન મથક માટે EVM ના બે સેટ જરૂરી હોય છે.
- રિઝર્વ મશીનો - ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) માં કોઈપણ ખામીના કિસ્સામાં 70% BU, 25% CU અને 35% VVPAT રિઝર્વ રાખવામાં આવે છે.
જો કે, હાલમાં સરકાર પાસે ECI પાસે 30 લાખ BU, 22 લાખ CU અને 23 લાખ VVPAT છે, પરંતુ 3.5 લાખ BU અને 1.25 લાખ CU 2029 સુધીમાં નિવૃત્ત થશે, જેના કારણે મશીનોની અછત સર્જાઈ શકે છે.
આ પણ વાંચો : Golden Temple માં પહેલી વાર એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવશે