ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિનકાયદેસર પ્રવાસીઓને અમેરિકામાંથી કાઢવા ખુબ જ મુશ્કેલ, ICE એ ટ્રમ્પને ચોખ્ખી ના પાડી દીધી

Illegal immigration and US new Law : અમેરિકામાં બિનકાયદેસર પ્રવાસીઓ પર ટ્રમ્પ તંત્ર દ્વારા કડક કાર્યવાહી માટેની તૈયારીઓ ચાલી રહી છે.
10:53 PM Jan 24, 2025 IST | KRUTARTH JOSHI
Illegal immigration and US new Law : અમેરિકામાં બિનકાયદેસર પ્રવાસીઓ પર ટ્રમ્પ તંત્ર દ્વારા કડક કાર્યવાહી માટેની તૈયારીઓ ચાલી રહી છે.
illegal immigrants in america

Illegal immigration and US new Law : અમેરિકામાં બિનકાયદેસર પ્રવાસીઓ પર ટ્રમ્પ તંત્ર દ્વારા કડક કાર્યવાહી માટેની તૈયારીઓ ચાલી રહી છે. નવા કાયદાને કારણે આ લોકોને પરત મોકલવા સરળ બનશે. જો કે સંસાધનોની કમી મોટું કારણ છે. ICE ને 1,10,000 વધારાના બેડ અને 3.2 બિલિયન ડોલરની જરૂર.

બિનકાયદેસર પ્રવાસી અમેરિકા માટે સંકટ

Illegal immigration and US new Law: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ બિનકાયદેસર પ્રવાસીઓ પર કાર્યવાહી ખુબ જ ઝડપી થઇ ચુકી છે. બિનકાયદેસર પ્રવાસીઓની ધરપકડ કરીને તેમને પરત મોકલવા માટે બહુપ્રિતથક્ષિત લાકેન રાઇલી એક્ટ પણ ટ્રમ્પે યુએસ સંસદમાં પાસ કરાવી દીધું છે. હવે પ્રવાસીઓને એરેસ્ટ કરીને તેમને પરત મોકલવાનું સરળ થઇ જશે. જો કે આ કાયદાને લાગુ કરવા અને પ્રવાસીઓને પરત મોકલવાની રાહ ખુબ જ મુશ્કેલીઓવાળી છે. તે પણ એટલા માટે કારણ કે અમેરિકામા ICE પાસે સંસાધનનું તેટલું નહીં જેટલા પ્રમાણમાં તે બિનકાયદેસર રીતે પ્રવાસી છે. એક અનુમાન અનુસાર લાકેન રાઇલી એક્ટને લાગુ કરવા માટે અમેરિકાને 3.2 બિલિયન ડોલર ખર્ચ કરવો પડશે.

આ પણ વાંચો : Kheda : 1 કરોડની લૂંટનો ભેદ અંતે ઉકેલાયો, એક કરોડની ટીપ આપનારો આખરે ઝડપાયો

સવા લાખની આસપાસ વધારા

ICE એ કહ્યું કે, લાકેન રાઇલી એક્ટને લાગુ કરવા માટે 1,10,000 વધારાના બેડની જરૂરિયાત હશે. હાલ તેમની પાસે એટલા સંસાધનો નથી. ડિસેમ્બર સુધી ICE ની પાસે 39 હજાર લોકો કસ્ટડીમાં હતા પરંતુ તેની ક્ષમતા 41500 બેડની છે. આઇસીએ સરેરાશ અનુમાન લગાવ્યું કે, આ કાયદાને લાગુ કરવામાં $3.2 બિલિયનનો ખર્ચ આવશે. જો કે આ ખર્ચ અનુમાનીત છે. તેમાં ક્યાંય વધારે ખર્ચ આવશે. એજન્સીએ તેમ પણ કહ્યું કે, વધારાના સંસાધન મળવા છતા તેને લાગુ કરવામાં સમય લાગશે કારણ કે નવી ભરતીઓ, કસ્ટડીમાં બેડની ઉપલબ્ધતા, અનુંબધ અધિગ્રહણ પ્રક્રિયાઓમાં સમય લાગે છે.

લાકેલ રાઇલી એક્ટને યુએસ કોંગ્રેસમાં પાસ કરાયું

લાકેલ રાઇલી એક્ટને યુએસ કોંગ્રેસમાં પાસ કરાવવું, ડોનાલ્ડ ટ્રમ્પ તંત્ર માટે પહેલી વિધાયી જીતના રૂપમાં જોવામાં આવે છે. ચૂંટણી દરમિયાન ટ્રમ્પે અમેરિકીઓ પાસે વચન કર્યું હતું કે બિનકાયદેસર પ્રવાસીઓને તેઓ દરરોજ રાત્રે એરેસ્ટ કરીને પરત મોકલશે. શપથ લીધા બાદ તેમણે તે તત્કાલ પ્રભાવથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી દીધો. ત્યાર બાદ અમેરિકા કોંગ્રેસે બુધવારે GOP પ્રેરિત વિધેયકને અંતિમ મંજૂરી આપી. આ કાયદા અંતર્ગત બિનકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનારાઓ ગુનામાં દોષિત સાબિત થઇને અપ્રવાસિઓને કસ્ટડીમાં લઇને દેશમાં કાઢવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ વિધેયકને લાકેલ આઇલી એક્ટના નામે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : કોણ છે IPS અલંકૃતા સિંહ? જેની વિદેશ યાત્રા પર પેદા થયો વિવાદ, આપવું પડ્યું રાજીનામું

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsICE resource constraintsLaken Riley Act implementationTrump administration immigration policyUS illegal immigration law challenges
Next Article