ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Weather Update: ઠંડી હજી પણ રહેશે! ઉત્તર ભારતમાં વરસાદ, અતિવૃષ્ટી અને હિમવર્ષાની છે આગાહી

Weather Update: ભારતના અત્યારે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તો ક્યાક અતિવૃષ્ટિની ગતિવિધિઓ જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે વિગતો આપી છે કે, દિલ્લી, હરિયાણા અને પંજાબ સહિત ભારતના ઉત્તરી ભાગના કેટલાય વિસ્તારોમાં આગામી સપ્તાહે વધુ એક વેસ્ટર્ન...
09:47 AM Feb 24, 2024 IST | VIMAL PRAJAPATI
Weather Update: ભારતના અત્યારે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તો ક્યાક અતિવૃષ્ટિની ગતિવિધિઓ જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે વિગતો આપી છે કે, દિલ્લી, હરિયાણા અને પંજાબ સહિત ભારતના ઉત્તરી ભાગના કેટલાય વિસ્તારોમાં આગામી સપ્તાહે વધુ એક વેસ્ટર્ન...
Weather Update

Weather Update: ભારતના અત્યારે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તો ક્યાક અતિવૃષ્ટિની ગતિવિધિઓ જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે વિગતો આપી છે કે, દિલ્લી, હરિયાણા અને પંજાબ સહિત ભારતના ઉત્તરી ભાગના કેટલાય વિસ્તારોમાં આગામી સપ્તાહે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે.

ઉત્તર ભારતમાં વરસાદ અને બરફ વર્ષાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા દેશના કેટલાક ભાગોમાં વરસાદ અને અતિવૃષ્ટી તો બરફ વર્ષા થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 અને 27 ફેબ્રુઆરીએ મધ્ય ભારત અને પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડવાની ગતિવિધિઓ જોવા મળશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે.

કાલે દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે

આપણી રાજાધાની દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં વિભાગે અનુમાન લગાવ્યું છે કે સોમવાર બાદ દિલ્હીમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. શનિવારે લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાઈ શકે છે. તે જ સમયે, આવતીકાલે દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. 25 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાઈ શકે છે. તે જ સમયે, નવી દિલ્હીમાં રવિવારે વાદળો રહેશે.

અહીં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી

આ સાથે જો હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો, સ્થાનિક હવામાન કચેરીએ 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે, જ્યારે 26 અને 27 ફેબ્રુઆરીએ નીચલા અને મધ્યમ ઊંચાઈના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. અઠવાડિયાના કેટલાક દિવસોમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: TV anchor ખતરામાં! એકતરફી પ્રેમમાં મહિલાએ કરાવ્યું ટીવી એન્કરનું અપહરણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Delhi weather updategujarat weather updateimd weather update todaylatest weather updatenational newsVimal Prajapatiweather update
Next Article