ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ITBP એ લદ્દાખમાં LAC પાસે ચીનથી લાવવામાં આવેલ 108 KG સોનું ઝડપ્યું

હવે લદ્દાખમાં ભારત - ચીન સરહદ ઉપરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભારતીય સેનાને અહી મોટી સફળતા હાથ લાગી છે. ભારત-ચીન સરહદ પર તૈનાત ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોએ (ITBP ) ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા 108 કિલો સોનાના બાર...
09:05 PM Jul 10, 2024 IST | Harsh Bhatt
હવે લદ્દાખમાં ભારત - ચીન સરહદ ઉપરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભારતીય સેનાને અહી મોટી સફળતા હાથ લાગી છે. ભારત-ચીન સરહદ પર તૈનાત ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોએ (ITBP ) ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા 108 કિલો સોનાના બાર...

હવે લદ્દાખમાં ભારત - ચીન સરહદ ઉપરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભારતીય સેનાને અહી મોટી સફળતા હાથ લાગી છે. ભારત-ચીન સરહદ પર તૈનાત ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોએ (ITBP ) ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા 108 કિલો સોનાના બાર જપ્ત કર્યા છે.વધુમાં દાણચોરી કરીને લઈ જતા ત્રણ વ્યક્તિઓની પણ અહી સેનાના જવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા દાણચોરોની ઓળખ તેનઝીન તારગી (40) અને ત્સેરિંગ ચંબા (69) તરીકે થઈ છે.મળતી માહિતી અનુસાર આ બે ગુનેગારો ન્યોમાના રહેવાસી છે.ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

108 સોનાના બિસ્કિટ મળી આવ્યા

મળતી માહિતી અનુસાર, પેટ્રોલિંગ ટીમને સરહદથી માત્ર એક કિલોમીટર દૂર શ્રીરાપાલ વિસ્તારમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવી હતી.આ બે શંકાસ્પદ વ્યક્તિઓને સેનાના જવાનો દ્વારા રોકવામાં આવી હતી.રોકવા માટે કહેવાનું આવતા ઓ સરહદ તરફ ભાગવા લાગ્યા. ITBP પેટ્રોલિંગે તેમને પકડી લીધા અને તેમના તંબુઓની તલાશી લીધી, જ્યાંથી 84 કરોડ રૂપિયાની કિંમતના એક કિલો 108 સોનાના બિસ્કિટ મળી આવ્યા.આમ આ રીતે ભારતીય સેનાને આ મોટી સફળતા હાથ લાગી હતી.

જપ્ત કરાયેલું સોનું કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે

પેટ્રોલિંગ કરતી આ ટીમ દ્વારા બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.બે દાણચોરો પાસેથી સોના ઉપરાંત કેટલીક ચાઈનીઝ ખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી, વધુમાં તેમના પાસેથી બે મોબાઈલ ફોન, એક બાયનોક્યુલર,એક ટોર્ચ અને અન્ય કેટલાક ગેજેટ્સ મળી આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ITBP દ્વારા તેના ઈતિહાસમાં રિકવર કરવામાં આવેલ સોનાનો આ સૌથી મોટો જથ્થો હતો. જપ્ત કરાયેલું સોનું કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે.

આ પણ વાંચો : HYDERABAD : હવે ચટણીમાં તરતો દેખાયો જીવતો ઉંદર, SOCIAL MEDIA ઉપર VIDEO થયો વાયરલ

Tags :
2 ARRESTEDChingold recoveredIndian-ArmyITBPLACLaddakh
Next Article