J-K :કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,એક જવાન શહીદ,બે આતંકી ઠાર
- જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના સુરક્ષાદળો વચ્ચે અથડામણ
- અથડામણમાં એક જવાન શહીદ,બે આતંકી ઠાર
- હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir)કિશ્તવાડના ચટરૂના સિંહપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ. સુરક્ષાદળોએ ફાયરિંગ બાદ ત્રણથી ચાર આતંકવાદીઓને ઘેરી લીધા. ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. આ અગાઉ બે આતંકવાદીઓને (terrorist encounter)પણ ઠાર મારાયા હતા. જો કે, હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે ચટરૂના સિંહપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા છે. માહિતી મળતા જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો. જ્યારબાદ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. બંને તરફથી ફાયરિંગ થયું.
કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. સુરક્ષા દળોએ કિશ્તવાડના સિંહપોરા, ચટરૂ વિસ્તારમાં અનેક આતંકવાદીઓને ઘેર્યા હતા. સેના અને સુરક્ષા દળોનું સંયુક્ત અભિયાન હાલ ચાલુ છે.કિશ્તવાડના સબ ડિવિઝન ચટરૂના સિંહપોરામાં અથડામણ થઈ. આતંકવાદીની સંખ્યા ત્રણથી ચાર છે. પહલગામ ઘટના પહેલા આ વિસ્તારમાં જ ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા હતા.આ વિસ્તાર કાશ્મીરના અનંતનાગથી જોડાયેલો છે. બની શકે કે આ આતંકવાદી પણ કાશ્મીરથી જ આવ્યા હોય. આતંકવાદી જૈશ મોહમ્મદના હોવાનું જણાય રહ્યું છે. હાલ વિસ્તારમાં આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો -PM Modi Bikaner Visit : પાકિસ્તાન ભૂલી ગયું કે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે'
વ્હાઇટ નાઈટ કોર્પ્સનું નિવેદન
વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આજે સવારે કિશ્તવાડના છત્રુમાં પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું." વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી બધા ખતરાઓ દૂર ન થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તારોમાં દેખરેખ અને જમાવટ વધારવામાં આવી છે.
આ પણ વાંચો -Supreme Court : "તમારી ED બધી હદો પાર કરી રહી છે " CJI એ લગાવી ફટકાર
બે ઓપરેશન અને 6 આતંકવાદીઓ માર્યા ગયા
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરદીના જણાવ્યા અનુસાર, છેલ્લા 48 કલાકમાં પુલવામાના શોપિયા અને ત્રાલ વિસ્તારમાં બે અલગ-અલગ કાર્યવાહીમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે 14 મેના રોજ, દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના અલશીપોરા વિસ્તારમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
એલજી મનોજ સિંહાનું નિવેદન
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ગઈકાલે કહ્યું હતું કે આ વખતે પાકિસ્તાનને શીખવવામાં આવેલા પાઠથી તેને ભારે આંચકો લાગ્યો છે. જો તે ફરીથી આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કરશે, તો તેનો જવાબ વધુ કડક આપવામાં આવશે. ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી, તે ફક્ત મુલતવી રાખવામાં આવ્યું છે. આપણો દુશ્મન લોન લેવા છતાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે.