'જાને તુ યા જાને ના...', પાકિસ્તાનનો પર્દાફાશ કરવા ગયેલા ભાજપ સાંસદે ગાયું ગીત- Video Viral
- રેખા શર્માનો એક ગીત ગાતો વીડિયો વાયરલ
- કોંગ્રેસે આ મુદ્દે આકરા પ્રહારો કર્યા
- સુપ્રિયા શ્રીનેતે X પર પોસ્ટ કરી
Viral Video: ઓપરેશન સિંદૂર પછી, ભારતે વિશ્વના વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલ્યા છે. જ્યાં તેમનો ઉદ્દેશ્ય પાકિસ્તાનનો પર્દાફાશ કરવાનો છે. આ દરમિયાન, પાકિસ્તાનના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે એક ટીમ બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને અલ્જેરિયા મોકલવામાં આવી હતી. ભારતની જવાબી લશ્કરી કાર્યવાહીને વૈશ્વિક સમર્થન મળી શકે છે અને દક્ષિણ એશિયામાં આતંકવાદ સામે ભારતની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. જોકે, અલ્જેરિયામાં બેઠક દરમિયાન, ભાજપના સાંસદ રેખા શર્માએ "જાને તુ યા જાને ના..." ગીત ગાયું હતું. કોંગ્રેસે આ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.
સુપ્રિયા શ્રીનેતે X પર પોસ્ટ કરી
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે X (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કરીને આ મુદ્દે સવાલો ઉઠાવ્યા. તેમણે લખ્યું કે મને લાગ્યું કે સર્વપક્ષીય મંડળ ભારત વિરુદ્ધ થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં 28 લોકોની શહાદત, ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓ અને પૂંછમાં આપણા 16 નિર્દોષ લોકોની શહાદત વિશે દુનિયાને જણાવવા ગયું હશે, પરંતુ અહીં તો માહોલ અલગ જ છે.
मुझे लगा सर्वदलीय मंडल
• हिंदुस्तान के ख़िलाफ़ एक क्रूर आतंकी हमले जिसमें 28 लोग शहीद हुए
• हमारी जवाबी कार्यवाही Operation Sindoor
• पाकिस्तान की आतंकी गतिविधियों
• पुंछ में हमारे 16 निर्दोष लोगों की शहादत के बारे में दुनिया को बताने गए हैं
यहाँ तो अलग ही माहौल है pic.twitter.com/Bgw8vZFGHq
— Supriya Shrinate (@SupriyaShrinate) June 3, 2025
આ પણ વાંચો : IPL 2025 : RCB ની જીત બાદ લાલ રંગમાં રંગાયું બેંગલુરુ, જશ્નમાં મગ્ન થયા ફેન્સ
15 સેકન્ડનો વાયરલ વીડિયો
15 સેકન્ડના વાયરલ વીડિયોમાં રાજ્યસભા સાંસદ રેખા શર્મા ફેમસ ગીત 'જાને તુ યા જાને ના' ગાઈ રહ્યા છે. તેમની બાજુમાં AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી હસતા જોવા મળે છે અને અંતે ત્યાં બેઠેલા લોકો તાળીઓ પાડી રહ્યા છે. જો કે, વિપક્ષે આ વીડિયોને 'રાજનૈતિક શિસ્ત' અને અસંવેદનશીલતાની અવગણનાનું પ્રતીક ગણાવ્યું છે.
અલ્જેરિયા પહોંચેલા સભ્યો
અલ્જેરિયા પહોંચેલા પ્રતિનિધિમંડળમાં ઘણા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. તેમાં ભાજપના સાંસદ બૈજયંત જય પાંડા (નેતા), અસદુદ્દીન ઓવૈસી (AIMIM), નિશિકાંત દુબે (BJP), રેખા શર્મા (BJP સાંસદ, ભૂતપૂર્વ મહિલા આયોગના વડા), ફંગનોન કોન્યક, સતનામ સિંહ સંધુ (BJP) અને હર્ષ શ્રિંગલા (ભૂતપૂર્વ વિદેશ સચિવ)નો સમાવેશ થાય છે. રાજકીય વિચારધારાઓમાં મતભેદ હોવા છતાં, આ ટીમ 'સામાન્ય રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ' સાથે નીકળી હતી.
આ પણ વાંચો : DELHI : AAP નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને ACB નું સમન્સ, મુશ્કેલીઓ વધશે