Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jaishankar એ મધ્યસ્થી પર રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરીને ટ્રમ્પની ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થી પર વિદેશ મંત્રી એસ. જયશંકર આ દિવસોમાં, ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વ માટે સારી વાત છે કે તેમની પાસે ટ્રમ્પ જેવા વિશ્વ નેતા છે.
jaishankar એ મધ્યસ્થી પર રશિયા યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરીને ટ્રમ્પની ઝાટકણી કાઢી  જાણો શું કહ્યું
Advertisement
  • એસ. જયશંકરે ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધ્યુ
  • રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચોથા વર્ષમાં પ્રવેશી ગયું
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત થઈ હતી

India Pakistan Relations: US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી, જેના કારણે ઘણો વિવાદ થયો. હવે આ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકર સતત ટ્રમ્પને બેનકાબ કરી રહ્યા છે. એસ. જયશંકર આ દિવસોમાં યુરોપના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષનો અંત એટલા માટે આવ્યો કારણ કે અમે 10 મેના રોજ તેમના પર મોટો હુમલો કર્યો હતો.

વિદેશ મંત્રીએ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા

આ દરમિયાન જ્યારે તેમને અમેરિકન મધ્યસ્થી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચોથા વર્ષમાં પ્રવેશી ગયું છે. દુનિયામાં હજુ પણ ઘણા યુદ્ધો છે. આવી સ્થિતિમાં જો વિશ્વમાં ટ્રમ્પ જેવા વિશ્વ નેતા હોય તો તે સારી વાત છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાન સાથે અમારા સંબંધો ખરાબ રહ્યા છે. તેનો ઈતિહાસ 1947 કરતા જૂનો નથી.

Advertisement

આ પણ વાંચો : 'Pakistan નાગરિકો અને આતંકવાદીઓ વચ્ચે ફરક નથી કરતું...', ભારતે UNમાં Pakને બતાવ્યો આયનો

Advertisement

યુદ્ધવિરામ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત થઈ હતી. ફોન તેમના (પાક) તરફથી આવ્યો હતો. અમે અમેરિકા સહિત તમામ દેશોને સ્પષ્ટ કરી દીધું હતું કે જો પાકિસ્તાનીઓ ગોળીબાર બંધ કરવા માંગતા હોય તો તેમણે અમને કહેવું પડશે. અમે તેમની વાત સાંભળવા માંગીએ છીએ, તેમના જનરલે અમારા ચીફને કહેવું જોઈએ. ત્યારબાદ પાકિસ્તાને અમારો સંપર્ક કર્યો.

ઓપરેશનનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો

આ પહેલા વિદેશ મંત્રીએ જર્મનીમાં કહ્યું હતું કે અમેરિકાએ સમજવું પડશે કે ભારત એક સ્વતંત્ર દેશ છે જે તેના હિતોના આધારે નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આ ઓપરેશનનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે જો 22 એપ્રિલ જેવો હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે આતંકવાદીઓને છોડીશું નહીં. જો આતંકવાદીઓ પાકિસ્તાનમાં હોય તો પણ અમે તેમને છોડીશું નહીં.

આ પણ વાંચો :  'મધ્યસ્થીની કોઈ ઔપચારિક પ્રક્રિયા થઈ નથી', શશિ થરૂરના ટ્રમ્પ પર આકરા પ્રહાર

Tags :
Advertisement

.

×