Jalandhar Blast: પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટર પાસે વિસ્ફોટ,વિસ્તારમાં અફરાતફરીનો માહોલ!
- જલંધરમાં બીએસએફ કેમ્પ બહાર પાર્ક કરેલી સ્કૂટીમાં થયો શક્તિશાળી વિસ્ફોટ (Jalandhar Blast)
- ડિલિવરી આપવા આવેલા ગુરપ્રીત નામના યુવકની સ્કૂટીમાં થયો બ્લાસ્ટ
- વિસ્ફોટનો અવાજ ૧ કિલોમીટર સુધી સંભળાતા આખા વિસ્તારમાં દોડધામ મચી
- પંજાબ પોલીસ અને ફોરેન્સિક ટીમે વિસ્તાર સીલ કરી સઘન તપાસ શરૂ કરી
પંજાબના જલંધરમાં (Jalandhar) મંગળવારે મોડી સાંજે સુરક્ષા એજન્સીઓ ત્યારે દોડતી થઈ ગઈ જ્યારે સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફ (BSF Headquarters) ના મુખ્યાલયની બહાર એક જોરદાર વિસ્ફોટ થયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ એક કિલોમીટર સુધી સંભળાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
#WATCH | Punjab: A scooty catches fire near the BSF Chowk in Jalandhar. pic.twitter.com/vFOMo7sNip
— ANI (@ANI) May 5, 2026
Jalandhar Blast: ડિલિવરી પાર્સલ પહોંચાડવા સમયે જ થયો બ્લાસ્ટ
મળતી માહિતી મુજબ, ગુરપ્રીત (Gurpreet) નામનો એક યુવક બીએસએફ કેમ્પની બહાર પોતાની સ્કૂટી (Scooter) પાર્ક કરી રહ્યો હતો. તે એક પાર્સલની ડિલિવરી આપવા જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક સ્કૂટીના પાછળના ભાગમાં જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ થતાની સાથે જ બીએસએફના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પંજાબ પોલીસ (Punjab Police) અને ફોરેન્સિક ટીમે (Forensic Team) તાત્કાલિક વિસ્તારને સીલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો
આ ઘટનાએ પંજાબની આંતરિક સુરક્ષા પર ફરી એકવાર સવાલિયા નિશાન લગાવી દીધા છે. હજુ થોડા સમય પહેલા જ ચંદીગઢમાં (Chandigarh) ભાજપ કાર્યાલય (BJP Office) બહાર અને પટિયાલાના (Patiala) શંભુ રેલવે ટ્રેક પર પણ વિસ્ફોટની ઘટનાઓ બની હતી. વારંવાર બનતી આવી શંકાસ્પદ ઘટનાઓને કારણે તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ કોઈ સંગઠિત નેટવર્ક અથવા કોઈ મોટા આતંકી કાવતરાનો (Terror Conspiracy) ભાગ છે કે કેમ. હાલ સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: ચંદીગઢ એરપોર્ટ પર મોટી દુર્ઘટના,IndiGo ફ્લાઇટમાં પાવર બેંક ફાટતાં વિસ્ફોટ, 5 મુસાફરો ઘાયલ


