Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jalaun Road Accident : NH-27 પર કાળમુખો અકસ્માત, અયોધ્યાથી પરત ફરતા 6 શ્રદ્ધાળુઓના મોત

Jalaun Road Accident : સોમવારે વહેલી સવારે જાલૌન-ઝાંસી-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway 27) પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. અયોધ્યાની મુલાકાત લઈને પરત ફરી રહેલા લલિતપુરના શ્રદ્ધાળુઓની તવેરા કાર ટ્રક સાથે પાછળથી ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે,
jalaun road accident   nh 27 પર કાળમુખો અકસ્માત  અયોધ્યાથી પરત ફરતા 6 શ્રદ્ધાળુઓના મોત
Advertisement
  • Jalaun Road Accident : અયોધ્યાથી પરત ફરતા 6 ના મોત
  • ઝડપી ગતિએ આવતી તવેરા કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ
  • ડ્રાઈવરને ઝોકું આવી જતાં સર્જાયો ભયાનક અકસ્માત
  • લલિતપુરના શ્રદ્ધાળુઓ પર આભ ફાટ્યું, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • જાલૌન નજીક હાઈવે પર પથરાયા મૃતદેહો: સમગ્ર પંથકમાં શોક

Jalaun Road Accident : સોમવારે વહેલી સવારે જાલૌન-ઝાંસી-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway 27) પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. અયોધ્યાની મુલાકાત લઈને પરત ફરી રહેલા લલિતપુરના શ્રદ્ધાળુઓની તવેરા કાર ટ્રક સાથે પાછળથી ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Jalaun Road Accident :  ડ્રાઈવરનું ઝોકું કાળ બન્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત (Accident) કાલ્પી કોતવાલી વિસ્તારમાં જોલ્હુપુર નજીક થયો હતો. ડ્રાઈવર (Driver) ને ઝોકું આવી જવાને કારણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરપાટ ઝડપે આગળ જતી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મૃતદેહો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

Advertisement

jalaun-jhansi-kanpur-highway-accident-6-killed-ayodhya-return

Advertisement

તંત્ર દ્વારા બચાવ કામગીરી

ઘટનાની જાણ થતા જ જાલૌન જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) અને પોલીસ અધિક્ષક (SP) કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ક્રેન અને પોલીસ દળની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ લલિતપુર જિલ્લાના મહરોની વિસ્તારના રહેવાસીઓ તરીકે થઈ છે.

પરિવારમાં માતમનો માહોલ

પોલીસ અધિક્ષક વિનય કુમાર સિંહે જણાવ્યું હતું કે તમામ પીડિતો અયોધ્યાથી દર્શન કરીને લલિતપુર પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક (Traffic) ખોરવાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો છે. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Bihar Bridge Collapse : ભાગલપુરમાં વિક્રમશિલા પુલ તૂટ્યો ! 200 કરોડ નદીમાં હોમાયો !

Tags :
Advertisement

.

×