ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jammu and Kashmir Rain : કઠુઆમાં ભારે વરસાદે તબાહી મચાવી, સહાર ખાડ નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત

Jammu and Kashmir Rain ને પરિણામે કઠુઆમાં ભારે તબાહી મચી ગઈ છે. કઠુઆ (Kathua) જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ હાઈવે નજીક સહાર ખાડ નદી પર બનેલો પુલ ક્ષતિગ્રસ્ત થયો. વાંચો વિગતવાર.
10:25 AM Aug 24, 2025 IST | Hardik Prajapati
Jammu and Kashmir Rain ને પરિણામે કઠુઆમાં ભારે તબાહી મચી ગઈ છે. કઠુઆ (Kathua) જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ હાઈવે નજીક સહાર ખાડ નદી પર બનેલો પુલ ક્ષતિગ્રસ્ત થયો. વાંચો વિગતવાર.
Jammu and Kashmir rain Gujarat First-24-08-2025

Jammu and Kashmir Rain : અત્યારે ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદથી ઉત્પાત મચી ગયો છે. જમ્મુ કાશ્મીરમાં તો અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. સામાન્ય જન જીવન ખોરવાઈ ગયું છે. અનેક માર્ગો અને પુલો તૂટી જતાં વાહનવ્યવહાર ખોટકાઈ ગયો છે. કઠુઆ (Kathua) જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ હાઈવે નજીક સહાર ખાડ નદી પર બનેલો પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. આ તબાહીને લીધે જમ્મુ-પઠાણકોટ હાઈવે (Jammu Pathankot highway) પર વાહનવ્યવહાર ખોટકાયો છે.

Jammu and Kashmir Rain થી કિશ્તવાડમાં સ્થિતિ હજૂ ગંભીર

આ દિવસોમાં જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ઉધમપુર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ક્યાંક તો વાદળ ફાટવાની ચેતવણી જારી કરી છે. બીજી તરફ કિશ્તવાડમાં પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે, જમ્મુ, રામબન અને કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરોએ લોકોને નાળા, નદી કિનારા, પૂરગ્રસ્ત વિસ્તારો અથવા પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા ચેતવણી આપી છે. આ સાથે તેમને કટોકટી પુરવઠો તૈયાર રાખવા અને હવામાન સંબંધિત અપડેટ્સ મેળવવાનું કહેવામાં આવ્યું છે. વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ  Uttarakhand ના ચમોલીમાં અડધી રાત્રે ફાટ્યું વાદળ, કાટમાળમાં દબાયા અનેક ઘર

ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટ્યું

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે થરાલી અને આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ છે. અચાનક આવેલા ભારે વરસાદના કારણે લોકોમાં ભયનું માહોલ સર્જાયું છે. અનેક ઘરો, દુકાનો અને વાહનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. જ્યારે જાનહાનિ અને લોકો ગુમ થવાના અહેવાલો પણ સામે આવ્યા છે. હાલમાં વહીવટીતંત્ર ઘટના સ્થળે કામગીરીમાં લાગી ગયું છે. ખાસ કરીને તહસીલ પરિસર, એસડીએમનું નિવાસસ્થાન તેમજ નગર પંચાયત પ્રમુખના ઘર સુધી પાણી ફરી વળ્યા છે. તહસીલ પરિસરમાં પાર્ક કરાયેલા અનેક વાહનો માટીમાં ફસાઈ ગયા, જેના કારણે મોટું નુકસાન થયું છે. ભારે પ્રવાહના કારણે શહેરના રસ્તાઓ તળાવ જેવા બની ગયા હતા અને લોકો પોતાના ઘરોમાંથી સલામત સ્થળ તરફ દોડી ગયા હતા.

Jammu and Kashmir rain Gujarat First-24-08-2025-

આ પણ વાંચોઃ  જયપુરના Amer fort ની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી, અનેક પ્રવાસીઓનો આબાદ બચાવ

Tags :
Bridge collapsefloodGujarat FirstGUJARAT FIRST NEWSheavy rainfallIMDJammu and Kashmir rainJammu Pathankot highwayKathuaKishtwar rain alertrain warningSahar Khad river
Next Article