Jammu-Kashmir માં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના, બિન-કાશ્મીરી પર કરાયો જીવલેણ હુમલો
- કાશ્મીરમાં વધતી હિંસા
- જમ્મુ-કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ
- બિન-કાશ્મીરીઓ પર સતત હુમલા
Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર બિન-કાશ્મીરી લોકો પર હુમલા થયાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ બાટાગુંડ ત્રાલમાં ફાયરિંગ (Firing) ની ઘટના ઘટી હતી, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ (Injured) થયો છે. તે વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકારના ટાર્ગેટ કિલિંગ (Target Killing) ની આ એક અઠવાડિયામાં ત્રીજી ઘટના છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં ગોળી મારીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ચિંતાજનક પરિસ્થિતિમાં બિન-કાશ્મીરી લોકો સતત હુમલાનો શિકાર બની રહ્યા છે.
ટાર્ગેટ કિલિંગના વધતા હુમલાઓ
જમ્મુ-કાશ્મીરમાં સંગઠિત આતંકવાદમાં ઘટાડો થયો હોવા છતાં, ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. 2023ના વર્ષની શરૂઆતથી જ અનેક બિન-કાશ્મીરીઓ અને સ્થાનિક લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે અનંતનાગ, પુલવામા અને પુંછ જેવા વિસ્તારોમાં ટાર્ગેટ કિલિંગના અનેક બનાવો નોંધાયા હતા. આ હુમલાઓનો મુખ્ય લક્ષ્ય બિન-કાશ્મીરી શ્રમજીવી અને વ્યવસાયિક લોકો હોય છે, જેનાથી વિસ્તારના લોકોમાં ડરનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે.
અગાઉ પણ અનેક હત્યાઓ
ફેબ્રુઆરી 2023માં શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં શીખ સમુદાયના બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમાં અમૃતસરના રહેવાસી અમૃત પાલ અને રોહિતનો સમાવેશ થાય છે. આ સિવાય, ફેબ્રુઆરીમાં જ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. મે 2023માં અનંતનાગમાં પણ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓ બતાવે છે કે કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓને ટાર્ગેટ કરવા માટે આતંકવાદીઓની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.
કાશ્મીરમાં સતત ખતરો
આલોકમાં, જમ્મુ-કાશ્મીરના બિન-કાશ્મીરી લોકો માટે સુરક્ષા મોટી ચિંતાનો વિષય બની છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતત પ્રોત્સાહન આપી રહી છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સજાગતા અપનાવવામાં આવશે પણ જે થઇ રહ્યું છે તે સૌની સમક્ષ છે. ત્યારે શું આવનારા સમયમાં આ ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને સરકાર સંપૂર્ણ રીતે રોકી શકશે તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો: Jammu & Kashmir: ગાંદરબલમાં આતંકવાદી હુમલો,શ્રમીકોના 2ના મોત