Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

J&K Border High Alert : પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે જંગ, ભારતીય સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ?

સરહદ પારના બે પડોશીઓ જ્યારે એકબીજાના લોહીના તરસ્યા થયા છે, ત્યારે ભારતની સુરક્ષા એજન્સીઓ અત્યંત સાવધ બની છે. કાબુલથી શરૂ થયેલા બોમ્બ ધડાકાની ગુંજ હવે કાશ્મીરની ખીણમાં ખતરો બનીને મંડરાઈ રહી છે. શું પાકિસ્તાનની આ આંતરિક લડાઈનો લાભ આતંકવાદીઓ ઉઠાવશે? ભારતીય સેનાની નવી વ્યૂહરચના અને ડ્રોન સર્વેલન્સ પાછળની આખી કહાની જાણવી જરૂરી છે.
j k border high alert   પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે જંગ  ભારતીય સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ
Advertisement
  • J&K Border High Alert : પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની અસર!
  • સરહદ પાર પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ભીષણ લોહિયાળ જંગ શરૂ
  • જમ્મુ-કાશ્મીરમાં LoC અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સેના હાઈ એલર્ટ પર
  • પુંછ, રાજૌરી અને બારામુલ્લા સેક્ટરમાં વધાર્યું સઘન ડ્રોન સર્વેલન્સ
  • ઘૂસણખોરીની આશંકાએ BSF એ બોર્ડર પર જવાનોની સંખ્યા કરી બમણી

J&K Border High Alert : જમ્મુ અને કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (International Border) પર સ્થિતિ તણાવપૂર્ણ બની છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થયેલી ભીષણ લડાઈને પગલે ભારતીય સેનાએ સાવચેતીના ભાગરૂપે સૈનિકોને 'હાઈ એલર્ટ' (High Alert) પર રાખ્યા છે. પાકિસ્તાન દ્વારા કાબુલ અને કંધાર જેવા અફઘાન શહેરો પર કરાયેલા એરસ્ટ્રાઈક બાદ તાલિબાને ડ્યુરન્ડ લાઇન (Durand Line) પર વળતો પ્રહાર કરતા આ વિસ્તારમાં અસ્થિરતા વધી છે.

India Pakistan border tension news today

Advertisement

J&K Border High Alert : સીમા પાર લોહિયાળ સંઘર્ષ

પાકિસ્તાને 'ઓપરેશન ગઝબ લિલ હક' (Operation Ghazab Lil Haq) શરૂ કરીને અફઘાન સૈન્ય ચોકીઓને નિશાન બનાવી છે. અફઘાન સેનાએ દાવો કર્યો છે કે તેણે પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં બે પાકિસ્તાની બેઝ અને 19 ચોકીઓ નષ્ટ કરી દીધી છે. સામે પક્ષે પાકિસ્તાને 130થી વધુ તાલિબાન લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. આ ભીષણ જંગને કારણે ભારતની સરહદો પર આતંકવાદી પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરી વધવાની આશંકા સુરક્ષા એજન્સીઓએ વ્યક્ત કરી છે.

Advertisement

LoC security update J&K sectors

ભારતીય સેનાની સજ્જતા

સંભવિત જોખમને જોતા પુંછ, રાજૌરી, કુપવાડા, બારામુલ્લા અને બાંદીપોરા જેવા સેક્ટરોમાં તકેદારી વધારી દેવામાં આવી છે. સેનાએ LoC પર ડ્રોન સર્વેલન્સ (Drone Surveillance) અને ક્વિક-રિએક્શન ટીમોની તૈનાતી વધારી દીધી છે. હાલમાં જ પુંછના ગુલપુર પાસે શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિ જોવા મળતા ભારતીય જવાનોએ ફાયરિંગ કરી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. BSF એ પણ ઇન્ટરનેશનલ બોર્ડર પર જવાનોની સંખ્યા બમણી કરી દીધી છે, જેથી આતંકીઓ અસ્થિરતાનો લાભ ઉઠાવી ન શકે.

આ પણ વાંચો : Epstein Files Controversy : એપસ્ટીન ફાઇલ્સ વિવાદમાં કેન્દ્રીય મંત્રી હરદીપ Hardeep Singh Puri ને મળી ક્લીનચીટ

Tags :
Advertisement

.

×