Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jammu Kashmir High Court : આતંકીઓના ડરથી ફરજ પર ન જનાર SPOને હાઈકોર્ટની ફટકાર, કહ્યું- આ દેશને ભગવાન જ બચાવી શકે

Jammu Kashmir High Court : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે આતંકવાદીઓની ધમકીના કારણે ડ્યૂટી પર પરત ન ફરેલા પૂર્વ SPOની અરજી ફગાવી છે. જસ્ટિસ સંજય ધરની પીઠે કડક ટિપ્પણી કરતા કહ્યું કે પોલીસ અધિકારીઓ જ આતંકવાદીઓથી ડરીને ફરજથી દૂર રહેશે તો કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જળવાશે? કોર્ટે SPOની બરતરફીને યોગ્ય ઠેરવી અને સુનાવણીના અધિકાર સહિતની તમામ દલીલો ફગાવી દીધી.
jammu kashmir high court   આતંકીઓના ડરથી ફરજ પર ન જનાર spoને હાઈકોર્ટની ફટકાર  કહ્યું  આ દેશને ભગવાન જ બચાવી શકે
Advertisement

Jammu Kashmir High Court : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ (High Court) એ આતંકવાદીઓની ધમકીના કારણે પોતાની ફરજ (Duty) પર પરત ન ફરેલા એક પૂર્વ વિશેષ પોલીસ અધિકારી (SPO)ની અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરતા કહ્યું કે જો પોલીસનો કોઈપણ રેન્કનો અધિકારી આતંકવાદીઓના ડરથી પોતાની ફરજ બજાવવાનો ઇનકાર કરશે, તો દેશને માત્ર ભગવાન જ બચાવી શકે. જસ્ટિસ સંજય ધર (Justice Sanjay Dhar)ની એકલ પીઠે 10 ઓગસ્ટે આપેલા આદેશમાં સ્પષ્ટ કર્યું કે આતંકવાદીઓ તરફથી મળેલી ધમકીનો હવાલો આપીને ડ્યૂટી પર હાજર ન રહેવું કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં.

Tags :
Advertisement

.

×