Jammu-Kashmir : ભારતીય સેનાએ કુલગામમાં 5 આતંકવાદીઓને કર્યા ઠાર, 2 જવાન ઘાયલ
- જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા
- કુલગામમાં એન્કાઉન્ટમાં 5 આતંકવાદીઓ ઠાર
- અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ થયા
- બેહિબાગના કદ્દેર ગામમાં છૂપાયા હતા આતંકી
- સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન
Kulgam Terrorist Encounter : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર બેહીબાગના કદ્દર ગામમાં થયુંહતું, જ્યાં બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ગોળીબાર દરમિયાન સેનાના 2 જવાન પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન
પ્રારંભિક માહિતી અનુસાર, બાતમીદારની સચોટ જાણકારી પર આધાર રાખીને, સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસે આજે સવારે આ વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓને પડકારતા, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં જવાનોએ જોરદાર કાર્યવાહી કરીને તમામ આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. આજના એન્કાઉન્ટર પહેલા, સુરક્ષા દળોએ ગઈકાલે કુપવાડા જિલ્લામાં LOC નજીકના જંગલમાંથી શસ્ત્રો, દારૂગોળો અને માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો અને આતંકવાદી હુમલાનો ખતરો ઉભો કર્યો હતો. આ પછી સમગ્ર રાજ્યમાં સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સામે આવી
છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સામે આવી હતી, જે બાદ સુરક્ષા દળોએ ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનને તેજ કરી દીધું છે. બે મહિના પહેલા 28 ઓક્ટોબરે જમ્મુના અખનૂર વિસ્તારમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. ત્યારબાદ આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 3 આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, IED અને RDX જપ્ત