Jammu Kashmir : ભારતીય સેનાનું મોટું ઓપરેશન, LoC નજીક 42 શેલને ડિફ્યૂઝ કરવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં LOC પાસે તંગ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાએ સુરક્ષા માટે એક મોટું અને સફળ ઓપરેશન હાથ ધર્યું છે. પૂંછ જિલ્લામાં આવેલા સરહદી ગામડાઓમાં પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા 42 જીવંત શેલને સેનાની બોમ્બ નિષ્ક્રિય ટીમે સ્થાનિક પોલીસના સહયોગથી સફળતાપૂર્વક ડિફ્યૂઝ કરી દીધા છે. આ શેલ રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં મળ્યા હતા, જેના કારણે સ્થાનિક નાગરિકોના જીવને ગંભીર ખતરો ઊભો થયો હતો.
Advertisement
- જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું મોટું ઓપરેશન
- LoC નજીક 42 શેલને ડિફ્યૂઝ કરવામાં આવ્યા
- પાકિસ્તાન તરફથી છોડવામાં આવ્યા હતા શેલ
- ઝુલાસ, સલોત્રી, ધારાતી, સલાની વિસ્તારમાં કામગીરી
- સેનાની બોમ્બ નિકાલ ટીમોએ હાથ ધરી કામગીરી
- 42 ન ફૂટેલા ગોળાનો સુરક્ષિત રીતે નાશ કરાયો
Jammu Kashmir : જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારતીય સેનાએ સ્થાનિક પોલીસના સહકારથી એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન હેઠળ નિયંત્રણ રેખા (LoC) નજીકના કેટલાક ગામડાઓમાંથી કુલ 42 જીવંત બોમ્બ (શેલ)ને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આ તમામ શેલ પાકિસ્તાન તરફથી થયેલા તાજેતરના ગોળીબાર દરમિયાન ભારતીય વિસ્તાર તરફ પડ્યા હતા, જે સ્થાનિક નાગરિકો (local civilians) ની સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે તેવી સ્થિતિ ઊભી કરી રહ્યાં હતા.

