Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu Kashmir: જે અંગ્રેજો કરી ન શક્યા તે...ઉમર અબ્દુલ્લાએ PMની કરી પ્રશંસા

PM મોદીએ દુનિયાના સૌથી મોટા બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ PM મોદીએ જનસભામાં ઉમર અબ્દુલ્લાએ પણ કર્યા વખાણ જમ્મુ કાશ્મીરને જલ્દી પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે. PM MODI IN KATARA : PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં છે. તેઓએ આજે દુનિયાના સૌથી મોટા...
jammu kashmir  જે અંગ્રેજો કરી ન શક્યા તે   ઉમર અબ્દુલ્લાએ pmની કરી પ્રશંસા
Advertisement
  • PM મોદીએ દુનિયાના સૌથી મોટા બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ
  • PM મોદીએ જનસભામાં ઉમર અબ્દુલ્લાએ પણ કર્યા વખાણ
  • જમ્મુ કાશ્મીરને જલ્દી પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે.

PM MODI IN KATARA : PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં છે. તેઓએ આજે દુનિયાના સૌથી મોટા બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ હતું. PM મોદીએ કટરાથી (PM MODI IN KATARA)શ્રીનગર જતી વંદે ભારત ટ્રેનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જમ્મુ કાશ્મીર સીએમ ઉમર અબ્દુલ્લા (Omar Abdullah)ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કટરામાં પીએમમોદીએ જનસભા સંબોધી હતી.આ પ્રસંગે ઉમર અબ્દુલ્લાએ પીએમ મોદીના વખાણ કર્યા હતા અને જમ્મુ કાશ્મીરને જલ્દી પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે.

સપના તો ઘણા લોકોએ જોયા પણ..

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે આ રેલ બનાવવાનું સપનુ તો ઘણા લોકોએ જોયુ. કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડાવાનું સપનુ તો અંગ્રેજોએ પણ જોયુ. પરંતુ તેઓ આ સપનુ પૂર્ણ ન કરી શક્યા. અંગ્રેજોનું સપનુ હતુ કે ઉરી ઝેલમના કિનારે રેલ લાવીને કાશ્મીરને બાકીના દેશો સાથે જો઼ડવું પરંતુ અંગ્રેજો આ પૂર્ણ ન કરી શક્યા. જે આજે તમારા હાથે પૂર્ણ થયું છે અને કાશ્મીરને બાકીના દેશ સાથે જોડી દીધુ છે. સીએમ ઉમરે વધુમાં કહ્યું કે આ અવસર પર હું પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને ધન્યવાદ ન કરુ તો આ બહુ મોટી ભૂલ ગણાશે..

Advertisement

Advertisement

આ પણ  વાંચો -PM મોદીએ કાશ્મીરને આપી સૌથી મોટી ભેટ, ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

હું આઠમા ધોરણમાં હતો...

તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનો આધાર1983-84માં મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે હું આઠમા ધોરણમાં હતો. મારી ઉંમર આજે 55 વર્ષ થઇ ગઇ છે. મારા બાળકો પણ કોલેજ પાસ કરી ચૂક્યા છે ત્યારે જઇને આ સપનુ પૂર્ણ થયુ . સીએમ ઉમરે કહ્યું કે વાજપેયીની સરકારે આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય મહત્વની પરિયોજનાનો દરજ્જો આપ્યો છે. બજેટની ફાળવણી કરી અને ત્યારે જઇને આ પ્રોજેક્ટ પૂર્ણ થયો.તેમણે એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટથી જમ્મુ કાશ્મીરને ભરપૂર ફાયદો થશે. સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે વરસાદ શરૂ થતા જ જ્યારે હાઇવે બંધ થઇ જતો હતો ત્યારે જહાંજવાળા આપણને લૂંટવાનું શરૂ કરી દેતા હતા. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી હવે જહાંજ વાળાઓની લૂંટ બંધ થઇ જશે. આપણી અવર જવર વધી જશે. તેમણે એમ પણ કહ્યું કે આનાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.

આ પણ  વાંચો -'OPERATION SINDOOR' ના નામથી પાકિસ્તાનને શર્મજનક હાર યાદ આવશે - PM મોદી

કાશ્મીરના લોકોને થશે ફાયદો

મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કહ્યું કે આ પુલથી જમ્મુ-કાશ્મીરને ફાયદો થશે. અહીં પર્યટન વધશે. આવતા-જતા લોકોને ફાયદો થશે. સ્થાનિક લોકોને ફાયદો થશે. અહીં વરસાદ પડતાં જ હાઇવે બંધ થઈ જાય છે અને જહાજ સંચાલકો લૂંટફાટ શરૂ કરી દે છે. 5,000 રૂપિયાની ટિકિટ 20,000 રૂપિયા થઈ જાય છે. હવે આ બંધ થઈ જશે. ઓમર અબ્દુલ્લાએ આશા વ્યક્ત કરી કે હવે જમ્મુ-કાશ્મીરના સફરજન, સૂકા ફળો અને અન્ય માલ રેલ દ્વારા દેશના અન્ય બજારો સુધી પહોંચશે. આનાથી માત્ર કાશ્મીરીઓને જ નહીં પરંતુ અન્ય રાજ્યોના લોકોને પણ ફાયદો થશે.

Tags :
Advertisement

.

×