Jammu Kashmir's Flood : ભારે પૂરને લીધે પરિસ્થિતિ વણસી, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કરી સમીક્ષા બેઠક
- Jammu Kashmir's Flood,
- ભારે પૂરને લીધે ધરતીના સ્વર્ગમાં નર્કાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ
- મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલે કરી સમીક્ષા બેઠક
- આજે 4 સપ્ટેમ્બરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે
Jammu Kashmir's Flood : ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાને પરિણામે જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ વણસી છે. અનંતનાગ, બડગામ અને પુલવામા જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે 4 સપ્ટેમ્બરે કાશ્મીર ખીણની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જમ્મુ કાશ્મીરની સ્થિતિ સંદર્ભે હાઈ લેવલની રીવ્યૂ મીટિંગ યોજાઈ.
Jammu Kashmir's Flood મુદ્દે સમીક્ષા બેઠક
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદે તબાહી સર્જી છે. આ તબાહીને પરિણામે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (CM Omar Abdulla) , ઉપરાજ્યપાલ મનોજ સિંહા (Manoj Sinha) અને વિભાગીય કમિશનર (કાશ્મીર) અંશુલ ગર્ગે સમીક્ષા બેઠક કરી છે. લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ વરિષ્ઠ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ સાથે બચાવ અને રાહત પગલા અંગે માર્ગદર્શન અને દિશાસૂચન કર્યા. ઉપરાજ્યપાલે રાજૌરીના સુંદરબની વિસ્તારના કાંગરી ગામમાં બનેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે અસરગ્રસ્ત પરિવારોને રાશન, ધાબળા, દવાઓ, રસોઈ ગેસ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા અને વીજળીનું માળખું વહેલી તકે પુનઃસ્થાપિત કરવા આદેશ આપ્યો. પીડિતોને શક્ય તેટલી વહેલી તકે સાવચેતી અને સલામતીના પગલાં લેવા જણાવ્યું.
Jammu Kashmir's Flood Gujarat First-03-09-2025-
નાગરિકોની સલામતી અને કલ્યાણ અમારી ટોચની પ્રાથમિકતા છે - ઓમર અબ્દુલ્લા
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. તેમણે વિભાગીય અને જિલ્લા વહીવટીતંત્રને પ્રતિભાવ ઝડપી બનાવવા, આવશ્યક સેવાઓનું રક્ષણ કરવા, પાણી ભરાયેલા વિસ્તારોને સાફ કરવા અને મહત્વપૂર્ણ વિસ્તારોમાં સમયસર સ્થળાંતર કરવા નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રી ઓમરે કહ્યું કે, નાગરિકોની સલામતી અને કલ્યાણ અમારી ટોચની પ્રાથમિકતા છે. હું જનતાને સતર્ક રહેવા અને સલાહનું પાલન કરવાની અપીલ કરું છું. સાથે મળીને આપણે આ પડકારને પાર કરીશું. તેમણે એમ પણ કહ્યું કે ઝેલમ નદીના વધતા પાણીના સ્તર અને રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાન અંગે કલાક દીઠ અપડેટ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Yamuna Flood: દિલ્હી સચિવાલયમાં યમુનાનું પાણી પહોંચ્યું, મયુર વિહારમાં રાહત શિબિર પણ ડૂબી ગઈ
300 થી વધુ રાહત શિબિરો તૈયાર
વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે ચેતવણી આપી છે કે, આગામી 6 થી 8 કલાક અત્યંત મહત્વપૂર્ણ રહેશે. જેમાં ખાસ કરીને શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરમાં સ્થિતિ હજૂ પણ વણસી શકે છે. ગર્ગે કહ્યું કે, ઘણા જિલ્લાઓમાં સાવચેતીપૂર્વક સ્થળાંતર કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ અને રાતભર સલાહનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, જિલ્લાઓમાં 300 થી વધુ રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ રાહત શિબિરોમાં ખોરાક, પાણી, ધાબળા અને વીજળી ઉપલબ્ધ છે.
Jammu Kashmir's Flood Gujarat First-03-09-2025--
આ પણ વાંચોઃ PM Modi : GST સુધારા પર PM મોદીનું પ્રથમ નિવેદન, કહી આ વાત