Jharkhand : અમિત શાહ આજે રાંચી પ્રવાસે, ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે રાંચી પહોંચ્યા છે. તેઓ ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. વાંચો વિગતવાર.
Advertisement
- કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે રાંચીના પ્રવાસે જશે
- તેઓ ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે
- 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અધિકારીઓ આવી રહ્યા છે
Jharkhand : આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) રાંચીના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ (Eastern Zonal Council) ની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ભાગ લેવા માટે 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અધિકારીઓ આવી રહ્યા છે. રાજ્યો વચ્ચેના પરસ્પર મુદ્દાઓ અને કાયદો અને વ્યવસ્થા સહિત અનેક ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે. રાંચીની હોટેલ રેડિસન બ્લૂ ખાતે બેઠક યોજાવાની છે. ગૃહમંત્રીના આગમન માટે એરપોર્ટથી હોટેલ રેડિસન બ્લૂ (Hotel Radisson Blue) સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

