Jharkhand JPSC Protest : સોનમ વાંગચુકની સમજાવટ બાદ વિદ્યાર્થી નેતાએ જળત્યાગ છોડ્યો, ભૂખ હડતાળ યથાવત
Jharkhand JPSC Protest : ઝારખંડમાં JPSC સહિત વિવિધ ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોની ભૂખ હડતાળ હવે નવા તબક્કામાં પહોંચી છે. ચાર દિવસ બાદ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના આગ્રહ પર તેમણે પાણી પીધું, પરંતુ ઉપવાસ સમાપ્ત કર્યો નથી. પરીક્ષા પારદર્શિતા અને ન્યાયની માંગ સાથે તેમનો વિરોધ યથાવત ચાલુ છે.
Advertisement
Jharkhand JPSC Protest : ઝારખંડ (Jharkhand)માં JPSC (Jharkhand Public Service Commission) સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ (Irregularities) સામે વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો (Devendranath Mahato) છેલ્લા 4 દિવસથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ (Hunger Strike) પર છે. તેઓ મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren)ના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. 4 દિવસ સુધી ખોરાક અને પાણીનો ત્યાગ કર્યા બાદ બુધવારે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક (Sonam Wangchuk) સાથે થયેલા વીડિયો કોલ (Video Call) પછી તેમણે પાણી પીધું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની ભૂખ હડતાળ સમાપ્ત થઈ નથી અને વિરોધ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

