Jharkhand: પોલીસકર્મીઓની કારે કાબૂ ગુમાવતાં ડેમમાં પડી, 4 પોલીસના મૃતદેહ મળ્યા, એકની શોધખળ ચાલુ
- રાંચીમાં સવાર-સવારમાં પોલીસકર્મીઓને નડ્યો અકસ્માત
- કાર ડેમમાં પડી જતાં ચાર પોલીસકર્મીને કાળ ભરખી ગયો
- 3 ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
Jharkhand Accident News: ઝારખંડની રાજધાની રાંચી (Ranchi)માં આજે સવારે એક દુઃખદ નાખતી ઘટના બની છે. હટિયા ડેમમાં 4 પોલીસકર્મીઓ (Policemen) ડૂબી ગયા છે. જેમાંથી ત્રણ પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક પોલીસકર્મીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. અહેવાલો અનુસાર 4 પોલીસકર્મીઓ એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કારના સ્ટેરિંગ પર ગુમાવી દેતાં ડેમમાં જઈ પડી હતી. જેમાં ચારેય પોલીસકર્મીઓ ડૂબી ગયા.
હટિયા ડેમમાં ખાબકી કાર
ન્યાયિક અધિકારીના બોડીગાર્ડ હતા
મળતી જાણકારી અનુસાર 4 પોલીસકર્મીઓમાંથી બે ન્યાયિક અધિકારીના બોડીગાર્ડ હતા અને એક સરકારી ડ્રાઈવર હતો. વાહન ડેમમાં ડૂબી જવાથી ચારેયના મોત થયા હતા. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે મૃતક પોલીસકર્મીઓની ઓળખ ઉપેન્દ્ર કુમાર અને રોબિન કુજુ તરીકે થઈ છે. હાલ ચોથા પોલીસકર્મીની શોધખોળ ચાલી રહી છે. સવાર સવારમાં જ આ ઘટના બનતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ પણ વાંચોઃ Sania Mirza: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો આજે જન્મ દિવસ, જાણો તેની અજાણી વાતો!
આ પણ વાંચોઃ UP Crime: ‘મારા પર 6 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો’, પિડિતા પોલીસ કાફલામાંથી છૂટી DIG તરફ ભાગી પછી..!