Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Odisha Police Accident: ઓડિશાના ઝારસુગુડામાં ટ્રેલરે પોલીસ વાહનને ટક્કર મારતા 5 પોલીસકર્મીના મોત,3ની હાલત ગંભીર

રવિવારની વહેલી સવાર ઓડિશા પોલીસ માટે કાળ સાબિત થઈ હતી. ઝારસુગુડામાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ પર અચાનક આવેલી આફતે સૌને સ્તબ્ધ કરી દીધા છે. હાઈવે પર થયેલી આ ભયાનક ટક્કર પાછળ જવાબદાર કોણ? ટ્રેલર અને પોલીસ વાહન વચ્ચે સર્જાયેલા આ જંગમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. શું ડ્રાઈવરની બેદરકારી હતી કે બીજું કંઈ? આ કરુણ અકસ્માતની હૃદયદ્રાવક વિગતો ચોંકાવનારી છે.
odisha police accident  ઓડિશાના ઝારસુગુડામાં  ટ્રેલરે પોલીસ વાહનને ટક્કર મારતા 5 પોલીસકર્મીના મોત 3ની હાલત ગંભીર
Advertisement
  • ઓડિશાના ઝારસુગુડા પોલીસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત (Odisha Police Accident)
  • પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે પોલીસની બોલેરોને મારી જોરદાર ટક્કર
  • દુર્ઘટનામાં 5 પોલીસ અધિકારીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા

ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. ઝારસુગુડામાં (Jharsuguda Sadar Police Station)  એક પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે પોલીસના બોલેરો વાહનને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક દુર્ઘટનામાં ફરજ પર તૈનાત 5 પોલીસ અધિકારીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Odisha Police Accident:  પોલીસ વાહને ટક્કર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ જવાનો પોતાની સરકારી બોલેરો (Bolero) ગાડીમાં ફરજ પર હતા. આ દરમિયાન વિરુદ્ધ દિશામાંથી આવતા એક બેકાબૂ ટ્રેલરે પોલીસ વાહનને અડફેટે લીધું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરો ગાડીનો લોખંડી કુરચો બોલી ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

Advertisement

મૃતક પોલીસકર્મીઓની યાદી

આ અકસ્માતમાં શહીદ થયેલા વીર જવાનોની ઓળખ નીચે મુજબ કરવામાં આવી છે:

કાશીરામ ભોઈ (Kashiram Bhoi) – APR જવાન

દેબદત્ત સા (Debadatta Sa) – APR જવાન

નિરંજન કુજુર (Niranjan Kujur) – ડ્રિલ સબ-ઇન્સ્પેક્ટર (Drill Sub-Inspector)

લિંગરાજ ધુરુઆ (Lingraj Dhurua) – APR હવાલદાર

ભક્તબંધુ મિર્ધા (Bhaktabandhu Mirdha) – હોમગાર્ડ (Home Guard)

ઈજાગ્રસ્તોની હાલત નાજુક

દુર્ઘટનામાં બે APR જવાન અને એક સાર્જન્ટ (Sergeant) ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક લોકો અને પોલીસ કાફલાએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ ઘાયલોને ઝારસુગુડા જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ (Jharsuguda District Headquarters Hospital) ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલોની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેઓ હાલ તબીબોની સઘન દેખરેખ હેઠળ છે.

તપાસ અને પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ (Senior Police Officers) ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર ઓડિશા પોલીસ વિભાગમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો:  India-Brazil વચ્ચે મોટી ડીલથી ચીનને આંચકો, ક્રિટિકલ મિનરલ્સ પર થઈ ઐતિહાસિક સમજૂતી

Tags :
Advertisement

.

×